________________
૧૯૮
જૈનદર્શન
૨
પ્રતિભાસ નથી હોતો. દાર્શનિક ગ્રન્થોમાં દર્શનનો કાળ વિષય અને વિષયીના સન્નિપાત પછીનો છે. આ કારણે જ પદાર્થના સામાન્યાવલોકનના રૂપમાં દર્શનની પ્રસિદ્ધિ થઈ. બૌદ્ધોનું નિર્વિકલ્પક જ્ઞાન અને નૈયાયિક આદિએ માનેલ નિર્વિકલ્પપ્રત્યક્ષ આ જ છે.
પ્રમાણાદિવ્યવસ્થાનો આધાર
જ્ઞાન, પ્રમાણ અને પ્રમાણાભાસ આ ત્રણની વ્યવસ્થા બાહ્ય અર્થનો પ્રતિભાસ ક૨વો, અને તે પ્રતિભાસ અનુસાર બાહ્ય પદાર્થના પ્રાપ્ત થવા અને ન થવા ઉપર નિર્ભર કરે છે. જે જ્ઞાનનો પ્રતિભાસિત પદાર્થ બરાબર એ જ રૂપમાં પ્રાપ્ત થાય જે રૂપમાં તેનો બોધ થયો હતો, તો તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે, અન્ય જ્ઞાન પ્રમાણાભાસ કહેવાય છે. અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે પ્રમાણાભાસોમાં જે દર્શનને ગણાવવામાં આવ્યું છે તે શું આ જ નિરાકાર ચૈતન્યરૂપ દર્શન છે ? જે ચૈતન્યમાં પદાર્થનો સ્પર્શ પણ થયો નથી તે ચૈતન્યને જ્ઞાનની વિશેષકક્ષા પ્રમાણ અને પ્રમાણાભાસમાં દાખલ કરવું કોઈ પણ રીતે ઉચિત નથી. પ્રમાણ અને પ્રમાણાભાસનો વ્યવહાર તો જ્ઞાનમાં થાય છે. દર્શન તો પ્રમાણ અને પ્રમાણાભાસથી પર વસ્તુ છે. વિષય અને વિષયીના સન્નિપાત પછી જે સામાન્યાવલોકનરૂપ દર્શન થાય છે તે તો બૌદ્ધ અને નૈયાયિકોના નિર્વિકલ્પ જ્ઞાનની જેમ વસ્તુસ્પર્શી હોવાથી પ્રમાણ અને પ્રમાણાભાસની વિવેચનાના ક્ષેત્રમાં આવી જાય છે. તે સામાન્યવસ્તુગ્રાહી દર્શનને પ્રમાણાભાસ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે કોઈ વસ્તુનો વ્યવસાય અર્થાત્ નિર્ણય કરતું નથી. તે સામાન્ય અંશનું પણ માત્ર આલોચન જ કરે છે, નિશ્ચય કરતું નથી. આ જ કારણે બૌદ્ધ-નૈયાયિક આદિ સમ્મેત નિર્વિકલ્પને જૈનો પ્રમાણથી બહિર્ભૂત અર્થાત્ પ્રમાણાભાસ માને છે.
1
१. उत्तरज्ञानोत्पत्तिनिमित्तं यत्प्रयत्नं तद्रूपं यत् स्वस्यात्मनः परिच्छेदनमवलोकनं तद्दर्शनं भण्यते । तदनन्तरं यद्बहिर्विषयविकल्परूपेण पदार्थग्रहणं तज्ज्ञानमिति वार्तिकम् । यथा कोऽपि पुरुषो घटविषयविकल्पं कुर्वन्नास्ते, पश्चात् पटपरिज्ञानार्थं चित्ते जाते सति घटविकल्पाद्व्यावृत्त्य यत् स्वरूपे प्रथममवलोकनं परिच्छेदनं करोति तद्दर्शनमिति । तदनन्तरं पटोऽयमिति निश्चयं यद् बहिर्विषयरूपेण पदार्थग्रहणविकल्पं òતિ તજ્ઞાનું મળ્યતે । બૃહદ્રવ્યસંગ્રહટીકા, ગાથા ૪૩.
૨. નિષનિયિસન્નિપાતે સતિ ર્શન મતિ । સર્વાર્થસિદ્ધિ, ૧.૧૫.
૩. જુઓ પરીક્ષામુખ, ૬.૧.