________________
૨૧૧
પ્રમાણમીમાંસા અનન્ત ધર્મોવાળી છે. અમુક જ્ઞાન દ્વારા વસ્તુના અમુક અંશોનો નિશ્ચય થવા છતાં પણ અગૃહીત અંશોને જાણવા માટે પ્રમાણાન્તરને અવકાશ છે જ. આમ જે જ્ઞાત અશોનો સંવાદ થઈ જવાથી નિશ્ચય થઈ ગયો છે તે અંશોમાં ભલે પ્રમાણાન્તર કોઈ વિશેષ પરિચ્છેદ ન કરે પરંતુ જે અંશોમાં અસંવાદ હોવાના કારણે અનિશ્ચય કે વિપરીત નિશ્ચય છે તેમનો નિશ્ચય કરીને તો પ્રમાણાન્તર વિશેષ પરિચ્છેદક હોવાથી પ્રમાણ જ બને છે. અકલંકદેવે પ્રમાણના લક્ષણમાં “અનધિગતાર્થગ્રાહી પદ મૂક્યું છે, તેથી અનિશ્ચિત અંશના નિશ્ચયમાં યા નિશ્ચિતાંશમાં ઉપયોગવિશેષ હોય તો જ પ્રમાણસપ્લવનો સ્વીકાર કરવામાં આવે છે, જ્યારે નૈયાયિકે પ્રમાણના લક્ષણમાં આવું કોઈ પદ મૂક્યું નથી, એટલે તેની દૃષ્ટિએ વસ્તુ ગૃહીત હોય કે અગૃહીત, જો ઈન્દ્રિય આદિ કારણકલાપ એકઠો થઈ જાય છે તો પ્રમાણની પ્રવૃત્તિ અવશ્ય થવાની. ઉપયોગવિશેષ હો યા ન હો, કોઈ પણ જ્ઞાન એટલા માટે પ્રમાણ ન બની શકે કે તેણે ગૃહીતનું ગ્રહણ કર્યું છે. તાત્પર્ય એ કે નૈયાયિકને પ્રત્યેક અવસ્થામાં પ્રમાણસપ્લવ સ્વીકાર્ય છે.
જૈન પરંપરામાં અવગ્રહ આદિ જ્ઞાનોના ધ્રુવ અને અધુવ ભેદો કર્યા છે. ધ્રુવનો અર્થ છે જેવું જ્ઞાન પહેલાં થાય છે તેવું જ જ્ઞાન પછી થવું. આ ધ્રુવાવગ્રહ આદિ પ્રમાણ પણ છે. તેથી સિદ્ધાન્તની દૃષ્ટિએ જૈન પોતાના નિત્યાનિત્ય પદાર્થમાં સજાતીય યા વિજાતીય પ્રમાણોની પ્રવૃત્તિનો અને સંવાદના આધારે તેમની પ્રમાણતાનો સ્વીકાર કરે જ છે. જ્યાં વિશેષ પરિચ્છેદ હોય છે ત્યાં તો પ્રમાણતા છે જ, પરંતુ જ્યાં વિશેષ પરિચ્છેદ ન પણ હોય કિન્તુ સંવાદ હોય ત્યાં પણ પ્રમાણતાને કોઈ રોકી શકતું નથી. ક્યાંક ગૃહીતગ્રાહીજ્ઞાનને પ્રમાણાભાસ ગણ્યું છે પરંતુ એ તો પ્રમાણના લક્ષણમાં “અપૂર્વાર્થ પદ યા “અનધિગત’ વિશેષણ મૂકવાના કારણે થયું છે. વસ્તુતઃ જ્ઞાનની પ્રમાણતાનો આધાર અવિસંવાદ યા સમ્યજ્ઞાનત્વ જ છે, અપૂર્વાર્થગ્રાહિત્વ નથી. પદાર્થ નિત્યાનિત્ય હોવાના કારણે તેમાં અનેક પ્રમાણોની પ્રવૃત્તિને પૂરો અવકાશ છે. પ્રમાણના ભેદ
પ્રાચીન કાળથી પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદ નિર્વિવાદપણે સ્વીકૃત ચાલ્યા આવે છે. આગમિક પરિભાષામાં આત્મમાત્રસાપેક્ષ જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે,
૧. ૩યો વિશેષયામાવે પ્રમાણ સંપ્નવાનવુપીમાન્ ! અષ્ટસહસ્ત્રી, પૃ.૪. ૨. પરીક્ષામુખ, ૬.૧.