________________
૨૧૦
જૈનદર્શન ભલે ભાષાત્મક શબ્દો અનાદિ બની જાય પરંતુ તે તે સમયોમાં ઉત્પન્ન થનાર શબ્દો તો ઉત્પત્તિ પછી તરત જ નાશ પામી જાય છે. શબ્દો તો જલની લહેરોની જેમ પૌલિક વાતાવરણમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એટલે તેમને નિત્ય ન માની શકાય. વળી, તે વેદને જેમાં અનેક રાજા, ઋષિ, નગર, નદી અને દેશ આદિ અનિત્ય અને સાદિ પદાર્થોના નામ આવે છે તેને, નિત્ય, અનાદિ અને અપૌરુષેય કહીને સ્વત પ્રમાણ કેવી રીતે માની શકાય.
પ્રમાણતા યા અપ્રમાણતા સૌપ્રથમ તો પરતઃ જ ગૃહીત થાય છે, પછી આગળ ઉપર પરિચય અને અભ્યાસના કારણે ભલે તેઓ અવસ્થાવિશેષમાં સ્વતઃ ગૃહીત થાય. ગુણ અને દોષ બન્ને વસ્તુના જ ધર્મ છે. વસ્તુ કાં તો ગુણાત્મક હોય છે કાં તો દોષાત્મક. તેથી ગુણને સ્વરૂપ કહી તેનું અસ્તિત્વ ઉડાવી ન દેવાય. ગુણ અને દોષ બન્નેની સ્થિતિ બરાબર હોય છે. જો કાચકામલાદિ દોષ છે તો નિર્મલતા ચક્ષનો ગુણ છે. તેથી ગુણ અને દોષરૂપ કારણોથી ઉત્પન્ન હોવાના કારણે પ્રમાણતા અને અપ્રમાણતા બન્નેને પરતઃ માનવી જોઈએ.
પ્રમાણસપ્લવવિચાર
એક જ પ્રમેયમાં અનેક પ્રમાણોની પ્રવૃત્તિને પ્રમાણસપ્લવ કહે છે. બૌદ્ધો પદાર્થોને ક્ષણિક માને છે. તેમનો એ પણ સિદ્ધાંત છે કે જ્ઞાન અર્થજન્ય હોય છે. જે . વિવક્ષિત પદાર્થથી કોઈ એક પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થયું છે તે પદાર્થ બીજી ક્ષણે તો નિયમથી નાશ પામી જાય છે, એટલે કોઈ પણ એક અર્થમાં બે જ્ઞાનોને પ્રવૃત્ત થવાનો અવસર જ નથી. બૌદ્ધોએ પ્રમેયના બે ભેદ કર્યા છે - એક વિશેષ (રવલક્ષણ) અને બીજો સામાન્ય (અન્યાપોહ). વિશેષને વિષય કરનારું પ્રત્યક્ષ છે અને સામાન્યને જાણનારું અનુમાનાદિ વિકલ્પજ્ઞાન છે. આ રીતે પ્રમેયરૈવિધ્યથી પ્રમાણદ્વૈવિધ્યની નિયત વ્યવસ્થા હોવાથી કોઈ પણ પ્રમાણ જ્યારે પોતાની વિષયમર્યાદાનું ઉલ્લંઘન કરી શકતું નથી ત્યારે વિજાતીય પ્રમાણની તો સ્વનિયત વિષયથી ભિન્ન પ્રમેયમાં પ્રવૃત્તિ જ થઈ શકતી નથી. બાકી રહી વાત સજાતીય પ્રમાણાન્તરના સંપ્લવની, હવે જ્યારે બીજી ક્ષણે પદાર્થનું અસ્તિત્વ જ રહેતું નથી ત્યારે સંપ્લવની ચર્ચા આપોઆપ જ સમાપ્ત થઈ જાય છે.
જૈનો પદાર્થને એકાન્ત ક્ષણિક માનતા નથી. તેમના મતે પદાર્થ કર્થચિત નિત્ય અને સામાન્યવિશેષાત્મક છે. આ જ પદાર્થ બધાં પ્રમાણોનો વિષય બને છે. વસ્તુ ૧. મને દિવિઘ વિષયવિધ્યાત્ ા પ્રમાણવાર્તિક, ૨.૧.