________________
પ્રમાણમીમાંસા
૨૧૩
પરોક્ષનું સ્વરૂપ સમજાય નહિ. અકલંકદેવે ન્યાયવિનિશ્ચયમાં સ્પષ્ટ જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. તેમના લક્ષણમાં ‘સાકાર’ અને ‘અજસા’ પદ પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે, અર્થાત્ સાકાર જ્ઞાન જ્યારે અંજસા સ્પષ્ટ એટલે કે પરમાર્થરૂપે વિશદ હોય ત્યારે તેને પ્રત્યક્ષ કહે છે.` વૈશઘનું લક્ષણ અકલંકદેવે પોતે જ લઘીયસ્રયમાં આ રીતે બાધ્યું છે
-
अनुमानाद्यतिरेकेण विशेषप्रतिभासनम् । तवैशद्यं मतं बुद्धेरवैशद्यमतः परम् ||४||
અર્થાત્, અનુમાન આદિથી અધિક નિયત દેશ, કાલ અને આકારરૂપમાં પ્રચુરતર વિશેષોના પ્રતિભાસનને વૈશઘ કહે છે. બીજા શબ્દોમાં, જે જ્ઞાનમા બીજા અન્ય જ્ઞાનની સહાયતા અપેક્ષિત ન હોય તે જ્ઞાન વિશદ કહેવાય છે. જેવી રીતે અનુમાન આદિ જ્ઞાન પોતાની ઉત્પત્તિમાં લિંગજ્ઞાન, વ્યાપ્તિસ્મરણ આદિની અપેક્ષા રાખે છે તેવી રીતે પ્રત્યક્ષ પોતાની ઉત્પત્તિમાં કોઈ અન્ય જ્ઞાનની અપેક્ષા રાખતું નથી. આ જ અનુમાન આદિથી પ્રત્યક્ષમાં અતિરેક યા અધિકતા છે.
જો કે બૌદ્ધ પણ વિશદ જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે, પરંતુ તેઓ કેવળ નિર્વિકલ્પક જ્ઞાનને જ પ્રત્યક્ષની સીમામાં રાખે છે. તેમનો આશય એ છે કે સ્વલક્ષણવસ્તુ પરમાર્થતઃ શબ્દશૂન્ય છે, તેથી તેનાથી ઉત્પન્ન થતું પ્રત્યક્ષ પણ શબ્દશૂન્ય જ હોવુ જોઈએ. શબ્દનો અર્થની સાથે કોઈ સંબંધ નથી. શબ્દના અભાવમાં પણ પદાર્થ પોતાના સ્વરૂપમાં રહે છે અને પદાર્થ ન હોવા છતાં પણ યથેચ્છ શબ્દોનો પ્રયોગ થતો દેખાય છે. શબ્દનો પ્રયોગ સંકેત અને વિવક્ષાને અધીન છે. તેથી પરમાર્થસત્ વસ્તુથી ઉત્પન્ન થતા નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં શબ્દની સંભાવના નથી. શબ્દનો પ્રયોગ તો વિકલ્પવાસનાના કારણે પૂર્વોક્ત નિર્વિકલ્પક જ્ઞાનથી ઉત્પન્ન થતા સવિકલ્પક જ્ઞાનમાં જ થાય છે. શબ્દસંસૃષ્ટ જ્ઞાન નિયમથી પદાર્થનું ગ્રાહક નથી હોતું. અનેક વિકલ્પજ્ઞાનો એવા હોય છે જેમના વિષયભૂત પદાર્થો વિદ્યમાન હોતા નથી, જેમ કે શેખચલ્લીની ‘હું રાજા છું’ ઇત્યાદિ કલ્પનાઓ. જે વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પકથી ઉત્પન્ન થાય છે, માત્ર વિકલ્પવાસનાથી નહિ, તે
૧.
प्रत्यक्षलक्षणं प्राहुः સ્પષ્ટ સાજારમબ્રતા | ન્યાયવિનિશ્ચય, શ્લોક-૩.
૨. પ્રત્યક્ષ ઋત્વનાોઢું વેદ્યતેઽતિષ્ટિમ્ । તત્ત્વસંગ્રહ, કારિકા ૧૨૩૪.