________________
પ્રમાણમીમાંસા
૨૦૫ લક્ષણોમાં મળતાં નિશ્ચિત, બાધવર્જિત, અદુષ્ટકારણજન્યત્વ, લોકસમ્મતત્વ, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક આદિ વિશેષણો “સમ્યફ આ એક જ સર્વાવગાહી વિશેષણપદથી ગૃહીત થઈ જાય છે. અનિશ્ચિત, બાધિત, દુખકારણજન્ય, લોકબાધિત, વ્યભિચારી, અનિર્ણયાત્મક, સંદિગ્ધ, વિપર્યય અને અવ્યુત્પન્ન આદિ જ્ઞાનો “સમ્યકુરની સીમાને સ્પર્શી શકતા પણ નથી. સમ્યજ્ઞાન તો સ્વરૂપ અને ઉત્પત્તિ આદિ બધી દષ્ટિએ સમ્યક જ હોય. તેને અવિસવાદી યા વ્યવસાયાત્મક આદિ કોઈ પણ શબ્દ વડે વ્યવહારમાં મૂકી શકાય, વ્યવહૃત કરી શકાય.
કેમ કે પ્રમાણ એ કરણ સાધન છે એટલે કર્તા પ્રમાતા. કર્મ પ્રમેય અને ક્રિયા પ્રમિતિ આ ત્રણ પ્રમાણ હોતાં નથી. પ્રમેયનું પ્રમાણ ન હોવું એ તો સ્પષ્ટ છે. પ્રમિતિ, પ્રમાણ અને પ્રમાતા આ ત્રણ દ્રવ્યદષ્ટિએ જો કે અભિન્ન જણાય છે પરંતુ પર્યાયદષ્ટિએ આ ત્રણેનો પરસ્પર ભેદ સ્પષ્ટ છે. જો કે આત્મા જ પ્રમિતિ ક્રિયામાં વ્યાપૃત હોવાના કારણે પ્રમાતા કહેવાય છે અને તે ક્રિયા પ્રમિતિ કહેવાય છે તેમ છતાં પણ પ્રમાણ આત્માનું તે સ્વરૂપ છે જે પ્રમિતિ ક્રિયામાં સાધકતમ કરણ હોય છે. તેથી પ્રમાણવિચારમાં તે જ કરણભૂત પર્યાયને ગ્રહણ કરવામાં આવે છે. અને આ રીતે પ્રમાણ' શબ્દનું કરણાર્થક “જ્ઞાન” પદ સાથે સામાનાધિકરણ્ય પણ સિદ્ધ થઈ જાય છે. સામગ્રી પ્રમાણ નથી
વૃદ્ધ નૈયાયિકોએ જ્ઞાનાત્મક અને અજ્ઞાનાત્મક એવી ઉભયાત્મક સામગ્રીને પ્રમાના કરણના રૂપમાં સ્વીકારી છે. તેમનું કહેવું છે કે અર્થોપલબ્ધિરૂપ કાર્ય તો સામગ્રીથી ઉત્પન્ન થાય છે અને આ સામગ્રીમાં ઇન્દ્રિય, મન, પદાર્થ, પ્રકાશ આદિ અજ્ઞાનાત્મક વસ્તુઓ પણ જ્ઞાનની સાથે કામ કરે છે. અન્વય અને વ્યતિરેક પણ આ સામગ્રીની સાથે જ છે. સામગ્રીનો એક નાનો ભાગ પણ જો ન હોય તો આખું મશીન (યન્ટ) બેકાર બની જાય છે. કોઈ પણ નાનું કારણ સામગ્રીમાંથી બહાર નીકળી જતાં કાર્ય અટકી જાય છે અને બધા મળી જતાં જ કાર્ય ઉત્પન્ન થાય છે, તો પછી કોને સાધકતમ કહેવાય? બધાં ર્પોિતપોતાના સ્થાને સામગ્રીના ઘટકો છે અને બધા સાકલ્યરૂપે પ્રમાનાં કરણ છે. આ સામગ્રીમાં તે જ કારણો સમ્મિલિત છે જેમનો કાર્યની સાથે વ્યતિરેક છે. ઘટજ્ઞાનમાં પ્રમેયના સ્થાને ઘટ જ સામેલ થઈ શકે १. अव्यभिचारिणीमसन्दिग्धामर्थोपलब्धिं विदधती बोधाबोधस्वभावा सामग्री प्रमाणम् ।
ન્યાયમંજરી, પૃ.૧૨..