________________
૨૦૬
જૈનદર્શન છે, પટ આદિ નહિ. આ જ રીતે જેઓ પરંપરાથી કારણો છે તેમને પણ આ સામગ્રીમાં સામેલ કરાતા નથી.
જૈન દાર્શનિકોએ સામાન્યપણે સામગ્રીની કારણતાનો સ્વીકાર કરવા છતાં પણ વૃદ્ધ નૈયાયિકોના સામગ્રી પ્રામાણ્યવાદ યા કારક સાકલ્યની પ્રમાણતાનું ખંડન કરતાં સ્પષ્ટ લખ્યું છે કે જ્ઞાનને સાધતમ કરણ કરીને અમે સામગ્રીની અનુપયોગિતા યા વ્યર્થતા સિદ્ધ નથી કરતા, પરંતુ અમારો આશય એ છે કે ઈન્દ્રિય આદિ સામગ્રી જ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત કારણ બને છે પણ પ્રમા અર્થાતુ અર્થોપલબ્ધિમાં સાધકતમ કરણ તો આ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ બની શકે છે. બીજા શબ્દોમાં, શેષ સામગ્રી તો જ્ઞાનને ઉત્પન્ન કરીને જ કૃતાર્થ થઈ જાય છે, જ્ઞાનને ઉત્પન્ન કર્યા વિના સામગ્રી સાક્ષાત અર્થોપલબ્ધિ કરાવી શકતી નથી. તે જ્ઞાન દ્વારા જ અર્થાત જ્ઞાનથી વ્યવહિત બનીને જ અર્થોપલબ્ધિમાં કારણ છે એમ કહેવાય, સાક્ષાત્ કારણ છે એમ ન કહેવાય. આ રીતે પરંપરાથી દૂરનાં કારણોને પણ જો સાધકતમ કોટિમાં લઈ લઈએ તો જે આહાર યા ગાયના દૂધથી ઇન્દ્રિયો પુષ્ટ થાય છે તે આહાર અને દૂધ દેનારી ગાયને પણ અર્થોપલબ્ધિમાં સાધકતમ કહેવાં પડે અને આ રીતે તો કારણોનો કોઈ પ્રતિનિયમ જ નહિ રહે.
જો કે અર્થોપલબ્ધિ અને જ્ઞાન બે જુદી વસ્તુઓ નથી તેમ છતાં પણ સાધનની દૃષ્ટિએ તેમનામાં પર્યાય અને પર્યાયીનો ભેદ તો છે જ. પ્રમા ભાવસાધન છે અને તે પ્રમાણનું ફળ છે, જ્યારે જ્ઞાન કરણસાધન છે અને સ્વયં કરણભૂત પ્રમાણ છે. બાકીની બધી સામગ્રીનો ઉપયોગ આ પ્રમાણભૂત જ્ઞાનને ઉત્પન્ન કરવામાં થાય છે, અર્થાત્ સામગ્રી જ્ઞાનને ઉત્પન્ન કરે છે અને જ્ઞાન જાણે છે. જો જ્ઞાનની જેમ શેષ સામગ્રી પણ સ્વભાવતઃ જાણનારી હોત તો તેને પણ જ્ઞાનની સાથે સાધકતમ' પદ પર બેસાડી શકાત અને પ્રમાણ સંજ્ઞા આપી શકાત. તે સામગ્રી યુદ્ધવીરની જનની બની શકે છે, સ્વયં યોદ્ધો નહિ. એ તો સીધી વાત છે કે પ્રમિતિ કેમ કે ચેતનાત્મક છે અને ચેતનનો ધર્મ છે એટલે પેલી ચેતનક્રિયાનો સાધકતમ ચેતનધર્મ જ હોઈ શકે છે. તે અજ્ઞાનને દૂર કરનારી છે, એટલે તેનું સાધકતમ અજ્ઞાનનું વિરોધી જ્ઞાન જ હોઈ શકે, અજ્ઞાન નહિ.
१. तस्याज्ञानरूपस्य प्रमेयार्थवत् स्वपरपरिच्छित्तौ साधकतमत्वाभावत: प्रमाणत्वायोगात् ।
તત્પત્તિ સાધવતમત્વચ ગાનવિધિના જ્ઞાનેન વ્યાપ્તત્વાન્ ! પ્રમેયકમલ - માર્તડ, પૃ.૮.