________________
૧૯૬
જૈનદર્શન સંસ્કૃતિ ચારિત્ર અર્થાત્ આચારને મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે. જો કે વૈદિક સંસ્કૃતિએ તત્ત્વજ્ઞાનની સાથે સાથે જ વૈરાગ્ય અને સંન્યાસને પણ મુક્તિનું અંગ માનેલ છે. પરંતુ તેણે વૈરાગ્યનો ઉપયોગ તત્ત્વજ્ઞાનની પુષ્ટિમાં ર્યો છે, અર્થાત્ વૈરાગ્યથી તત્ત્વજ્ઞાન પુષ્ટ થાય છે અને પછી તેનાથી મુક્તિ મળે છે. પરંતુ જૈન તીર્થંકરોએ સમનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા” (તત્ત્વાર્થસૂત્ર, ૧.૧) એટલે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રને મોક્ષનો માર્ગ કહ્યો છે. એવું સમ્યજ્ઞાન કે જે સમ્યક ચારિત્રનું પોષક યા વર્ધક નથી તે મોક્ષનું સાધન નથી. જે જ્ઞાન જીવનમાં ઊતરીને આત્મશોધન કરે તે જ મોક્ષનું સાધન છે. આખરે સાચી શ્રદ્ધા અને જ્ઞાનનું ફળ ચારિત્રશુદ્ધિ જ છે. જ્ઞાન ભલે થોડું જ હોય પરંતુ જો તે જીવનશુદ્ધિમાં પ્રેરણા દેતું હોય તો તે સાર્થક છે. કોરું ઠાલું જ્ઞાન ભારરૂપ જ છે, જો તે આત્મશોધન નથી કરતું તો. તત્ત્વોમાં દઢ શ્રદ્ધા અર્થાત સમ્યગ્દર્શન મોક્ષમહેલની પહેલી સીડી છે. ભય, આશા, સ્નેહ અને લોભથી જે શ્રદ્ધા ચલ અને મલિન બની જાય છે તે શ્રદ્ધા અર્ધવિશ્વાસની સીમામાં જ છે. જીવન્ત શ્રદ્ધા તે છે જેમાં પ્રાણી સુધીની બાજી લગાવીને તત્ત્વને ટકાવી રાખવામાં આવે છે, તેને વળગી રહેવામાં આવે છે. તે પરમ અવગાઢ દઢ નિષ્ઠાને દુનિયાનું કોઈ પણ પ્રલોભન વિચલિત કરી શકતું નથી, તેને શિથિલ કરી શકતું નથી. આ જ્યોતિ જાગતાં જ સાધકને પોતાના લક્ષ્યનું સ્પષ્ટ દર્શન થવા લાગે છે. તેને પ્રતિક્ષણ ભેદવિજ્ઞાન અને સ્વાનુભૂતિ થાય છે. તે સમજે છે કે ધર્મ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં છે. અને નહિ કે શુષ્ક બાહ્ય ક્રિયાકાંડમાં. તેથી તેની પરિણતિ એક વિલક્ષણ પ્રકારની બની જાય છે. આત્મકલ્યાણ, સમાજહિત, દેશનિર્માણ અને માનવતાના ઉદ્ધારનો સ્પષ્ટ માર્ગ તેની આંખોમાં ઝળકે છે અને તે તેના માટે પ્રાણોની બાજી લગાવી દે છે. સ્વરૂપજ્ઞાન અને સ્વાધિકારની મર્યાદાનું જ્ઞાન સમ્યજ્ઞાન છે અને પોતાના અધિકાર અને સ્વરૂપની સીમામાં રહીને પરના અધિકાર અને સ્વરૂપની સુરક્ષાને અનુકૂળ જીવનવ્યવહાર બનાવવો, ગોઠવવો એ સમ્યક ચારિત્ર છે. તાત્પર્ય એ કે આત્માની તે પરિણતિ સમ્યફ ચારિત્ર છે જેમાં કેવળ પોતાના ગુણો અને પર્યાયો સુધી જ પોતાનો અધિકાર મનાય છે અને જીવનવ્યવહારમાં તદનુકૂળ જ પ્રવૃત્તિ થાય છે, બીજાના અધિકારો હડપ કરી જવાની ભાવના હોતી જ નથી. આ વ્યક્તિ સ્વાતન્યની સ્વાવલંબી ચર્યા જ પરમ સમ્યક્ષ્યારિત્ર છે. તેથી શ્રમણ સંસ્કૃતિએ જીવનસાધના અહિંસાના મૌલિક સમત્વ પર પ્રતિષ્ઠિત કરી છે, અને પ્રાણીમાત્રના અભય અને જીવિત રહેવાનો સતત વિચાર કર્યો છે. નિષ્કર્ષ એ છે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી પરિપુષ્ટ સમ્યક્યારિત્ર જ મોક્ષનું સાક્ષાત્ સાધન બને છે.