________________
૧૯૫
સાત તત્ત્વોનું નિરૂપણ
(૬) નિર્જરાતત્ત્વ નિર્જરા | ગુપ્તિ આદિથી સર્વતઃ સંવૃત અર્થાત સુરક્ષિત વ્યક્તિ આગળ ઉપર આવનારાં કર્મોને રોકી તો દે છે જ, સાથે સાથે પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરીને ક્રમશઃ મોક્ષ પામે છે. નિર્જરા ખરી પડવાને કહે છે. તે બે પ્રકારની છે - એક ઔપક્રમિક યા અવિપાક નિર્જરા અને બીજી અનૌપક્રમિક યા સવિપાક નિર્જરા તપ આદિ સાધનાઓ દ્વારા કર્મોને પ્રયત્નપૂર્વક બલાત ઉદયમાં લાવી ફળ આપ્યા વિના જ ખેરવી નાખવા એ અવિપાક નિર્જરા છે. સ્વાભાવિક ક્રમે પ્રતિસમય કર્મોનું ફળ દઈને ખરી પડવું એ સવિપાક નિર્જરા છે. આ સવિપાક નિર્જરા પ્રતિક્ષણ પ્રત્યેક પ્રાણીને થતી જ રહેતી હોય છે. તેમાં પુરાણાં કર્મોનું સ્થાન નવાં કર્મો લે છે. ગુપ્તિ, સમિતિ અને ખાસ કરીને તપરૂપી અગ્નિથી કર્મોને ફળ આપે તે પહેલાં જ ભસ્મ કરી નાખવાં એ અવિપાક યા ઔપક્રમિક નિર્જરા છે. “કર્મોની ગતિ ટાળી ટળી શકતી જ નથી” આ એકાન્ત નિયમ નથી. આખરે કર્મ છે શું? આત્માના પોતાના પુરાણા સંસ્કાર જ વસ્તુતઃ કર્મ છે. જો આત્મા પુરુષાર્થ કરે, સાધના કરે તો ક્ષણમાત્રમાં પુરાણી વાસનાઓનો ક્ષય થઈ શકે છે.
नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि । અર્થાત, સેંકડો કલ્પકાલ વીતી જાય તો પણ ભોગવ્યા વિના કર્મનો નાશ થતો નથી - આ મત પ્રવાહપતિત સાધારણ પ્રાણીઓને લાગુ પડે છે. પરંતુ જે આત્મપુરુષાર્થી સાધકો છે તેમનો ધ્યાનરૂપી અગ્નિ તો ક્ષણમાત્રમાં સમસ્ત કર્મોને ભસ્મ કરી શકે છે -
ध्यानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते क्षणात् । એવા અનેક મહાત્માઓ થયા છે જેમણે પોતાની સાધનાનું એટલું બળ પ્રાપ્ત કરી લીધું હતું કે સાધુદીક્ષા લેતાવેંત જ તેમને કૈવલ્યની પ્રાપ્તિ થઈ ગઈ હતી. પુરાણી વાસનાઓ અને રાગ, દ્વેષ તથા મોહના કુસંસ્કારોનો નાશ કરવા માટેનું એકમાત્ર મુખ્ય સાધન ધ્યાન છે અર્થાત્ ચિત્તની વૃત્તિઓનો વિરોધ કરી તેને એકાગ્ર કરવું એ છે.
આ રીતે ભગવાન મહાવીરે બન્ધ (દુઃખ), બન્ધનાં કારણ (આસ્રવ), મોક્ષ અને મોક્ષનાં કારણ (સવર અને નિર્જર) આ પાંચ તત્ત્વોની સાથે સાથે જ પેલા આત્મતત્ત્વના જ્ઞાનની ખાસ આવશ્યકતા દર્શાવી છે જેને બન્ધ અને મોક્ષ થાય છે. તેવી જ રીતે પેલા અજીવતત્ત્વના જ્ઞાનની પણ આવશ્યકતા છે જેના વડે બંધાઈને આ જીવ અનાદિ કાળથી સ્વરૂપષ્ણુત બની રહ્યો છે. મોક્ષનાં સાધન
વૈદિક સંસ્કૃતિમાં વિચાર યા તત્ત્વજ્ઞાનને મોક્ષનું સાધન માન્યું છે જ્યારે શ્રમણ