________________
૧૯૨
જૈનદર્શન (૫) સવરતત્ત્વ મોક્ષનાં કારણ સંવર અને નિર્જરા :
સંવર એટલે રોકવું તે. સુરક્ષાનું નામ સવર છે. જે કારોથી કર્મોનો આસ્રવ થતો હતો તે દ્વારોનો નિરોધ કરી દેવો સંવર કહેવાય છે. આસ્રવ યોગથી થાય છે, એટલે યોગની નિવૃત્તિ જ મૂલતઃ સંવરના પદ પર પ્રતિષ્ઠિત થઈ શકે છે. પરંતુ મન, વચન અને કાયાની પ્રવૃત્તિને સર્વથા રોકવી સંભવ નથી. શારીરિક આવશ્યકતાઓની પૂર્તિ માટે આહાર કરવો, મળમૂત્રનું વિસર્જન કરવું, ચાલવું, ફરવું, બોલવું, લેવું, મૂકવું આદિ ક્રિયાઓ કરવી જ પડે છે. તેથી જેટલા અંશોમાં મન, વચન અને કાયાની ક્રિયાઓનો નિરોધ હોય તેટલા અશોને ગુપ્તિ કહે છે. ગુણિ એટલે રક્ષા. મન, વચન અને કાયાની અકુશલ પ્રવૃત્તિઓથી આત્માની રક્ષા કરવી એ ગુપ્તિ જ સંવરનું સાક્ષાત્ કારણ છે. ગુપ્તિથી અતિરિક્ત સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર આદિથી સંવર થાય છે. સમિતિ આદિમાં જેટલો નિવૃત્તિનો અંશ હોય તેટલો અંશ સંવરનું કારણ બને છે અને પ્રવૃત્તિનો શુભ અંશ શુભ બન્ધનું કારણ બને છે. સમિતિ
સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ, સાવધાનીથી કાર્ય કરવું. સમિતિ પાંચ પ્રકારની છે. ઈર્યાસમિતિ - ચાર હાથ આગળ જોઈને ચાલવું. ભાષાસમિતિ - હિત, મિત અને પ્રિય વચનો બોલવાં. એષણા સમિતિ - વિધિપૂર્વક નિર્દોષ આહાર લેવો. આદાન-નિક્ષેપણ સમિતિ - જોઈ તપાસી કોઈ વસ્તુને લેવી અને મૂકવી. ઉત્સર્ગસમિતિ - જોઈ તપાસી નિર્જન્તુ સ્થાન પર મળમૂત્રનું વિસર્જન કરવું.
ધર્મ
આત્મસ્વરૂપ ભણી લઈ જનારાં અને સમાજને સંધારણ કરનારા વિચારો અને પ્રવૃત્તિઓ ધર્મ છે. ધર્મ દસ છે. ઉત્તમ ક્ષમા - ક્રોધનો ત્યાગ કરવો. ક્રોધનાં કારણો ઉપસ્થિત થતાં વસ્તુસ્વરૂપનો વિચાર કરીને વિવેકજલ વડે ક્રોધને શાન્ત કરવો. જે ક્ષમા કાયરતાના કારણે હોય અને આત્મામાં દીનતા ઉત્પન્ન કરે તે ધર્મ નથી, તે ક્ષમાભાસ છે, દૂષણ છે. ઉત્તમ માર્દવ - મૃદુતા, કોમલતા, વિનયભાવ, માનનો ત્યાગ. જ્ઞાન, પૂજા, કુલ, જાતિ, બલ, ઋદ્ધિ,તપ, રૂપ અને શરીર આદિની કંઈક વિશેષતાના કારણે આત્મસ્વરૂપને ન ભૂલવું, તેમનો મદ ન ચડવા દેવો. અહંકાર