________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૯૧ વસ્તુતઃ બુદ્ધ આત્માના સ્વરૂપના પ્રશ્નને જ જ્યારે અવ્યાકૃત ઠરાવી દીધો ત્યારે તેની અવસ્થાવિશેષ નિર્વાણના સંબંધમાં વિવાદ ઊભો થવો સ્વાભાવિક હતું. ભગવાન મહાવીરે મોક્ષના સ્વરૂપ અને સ્થાન બન્ને અંગે સયુક્તિક વિવેચન કર્યું છે. સમસ્ત કર્મોના વિનાશ પછી આત્માને થતી નિર્મલ અને નિશ્ચલ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ જ મોક્ષ છે અને મોક્ષાવસ્થામાં આ જીવ સમસ્ત સ્કૂલ અને સૂક્ષ્મ શારીરિક બન્ધનોથી સર્વથા મુક્ત બનીને લોકના અગ્રભાગે અત્તિમ શરીરના આકારવાળો રહીને સ્થિર થાય છે. લોકના અગ્રભાગથી આગળ ગતિ કરવામાં સહાયક દ્રવ્ય ધર્મદ્રવ્ય ન હોવાથી તેની ગતિ થતી નથી. મોક્ષ અને નહિ કે નિર્વાણ
જૈન પરંપરામાં મોક્ષ શબ્દ વિશેષપણે વ્યવહત થાય છે અને તેનો સીધો અર્થ છે છૂટવું એટલે કે અનાદિ કાળથી જે કર્મબન્ધનોથી આ આત્મા જકડાયેલો હતો તે બધનોની પરતત્રતાને કાપી નાખવી. બધનો કપાઈ જતાં જે બંધાયેલો હતો તે છૂટો થઈ જાય છે, સ્વતંત્ર થઈ જાય છે. આ જ તેની મુક્તિ છે, મોક્ષ છે. પરંતુ બૌદ્ધ પરંપરામાં નિર્વાણ અર્થાત દીપકની જેમ બુઝાઈ જવું, આ શબ્દનો પ્રયોગ થવાથી તેના સ્વરૂપની બાબતમાં ગોટાળો થઈ ગયો છે. ક્લેશોના બુઝાઈ જવાની જગાએ આત્માના બુઝાઈ જવાને જ નિર્વાણ સમજી લેવાયું છે. કર્મોનો નાશ કરવાનો અર્થ પણ એટલો જ છે કે કર્મપુદ્ગલો જીવથી છૂટા પડી અલગ થઈ જાય છે, તેમનો અત્યન્ત વિનાશ થતો નથી. કોઈ પણ સતનો અત્યન્ત વિનાશ કદી થયો નથી અને થવાનો પણ નથી. પર્યાયાન્તર થવાને જ નાશ કહેવાય છે. જે કર્મયુગલોએ અમુક આત્મા સાથે જોડાવાના કારણે તે આત્માના ગુણોનો ઘાત કરતા હોવાથી તે આત્માના માટે કર્મત્વપર્યાયને ધારણ કરેલો હતો તે કર્મપુદ્ગલોનો કર્મત્વપર્યાય મોક્ષમાં નાશ પામી જાય છે. અર્થાત્ જે રીતે આત્મા કર્મબન્ધનથી છૂટીને શુદ્ધ સિદ્ધ બની જાય છે તે જ રીતે કર્મયુગલો પણ પોતાના કર્મવપર્યાયથી તે સમયે મુક્ત થઈ જાય છે. એમ તો સિદ્ધસ્થાન પર રહેતા આત્માઓ સાથે પુદ્ગલાણુઓ યા સ્કન્ધોનો સંયોગસંબંધ થતો રહે છે પરંતુ તે પગલોનો તે આત્માઓ પ્રતિ કર્મવપર્યાય થતો નથી, તેથી તે સંયોગને બન્ધ ન કહી શકાય. તેથી જૈન પરંપરામાં આત્મા અને કર્મપુદ્ગલોનો સંબંધ છૂટી જવો એ જ મોક્ષ છે. આ મોલમાં બન્ને દ્રવ્યો પોતાના નિજ સ્વરૂપમાં ટકી રહે છે, ન તો આત્મા દીપકની જેમ બુઝાઈ જાય છે કે ન તો કર્મપુદ્ગલોનો સર્વથા સમૂલ નાશ થાય છે. બન્ને દ્રવ્યોના પર્યાયાન્તર થઈ જાય છે. જીવની શુદ્ધ દશા અને પુદ્ગલની યથાસંભવ શુદ્ધ યા અશુદ્ધ કોઈ પણ અવસ્થા થઈ જાય છે. ૧. વીવાદું વિશ્લેષણ મેઃ તો નાત્યાલયઃ | આપ્તપરીક્ષા, ૧૧૫.