________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૮૯ મિલિન્દપ્રશ્રગત નિર્વાણવર્ણનનું તાત્પર્ય
મિલિન્દપ્રશ્નમાં નિર્વાણનું જે વર્ણન છે તેનાં નીચે લખેલાં વાક્યો ધ્યાન દેવા યોગ્ય છે. “તૃષ્ણાનો નિરોધ થઈ જવાથી ઉપાદાનનો નિરોધ થઈ જાય છે, ઉપાદાનના નિરોધથી ભવનો નિરોધ થઈ જાય છે, ભવનો નિરોધ થવાથી જન્મ લેવાનું બંધ થઈ જાય છે, પુનર્જન્મ બંધ થઈ જવાથી ઘરડા થવું, મરવું, શોક, રોવું, કૂટવું, દુઃખ, બેચેની અને પરેશાની બધું અટકી જાય છે, સર્વથા સર્વદુઃખોનો નિરોધ થઈ જાય છે. મહારાજ, આ રીતે નિરોધ થઈ જવો એ જ નિર્વાણ છે.” (પૃ.૮૫)
નિર્વાણ ન કર્મના કારણે, ન હેતુના કારણે કે ન ઋતુના કારણે ઉત્પન્ન થાય છે.” (પૃ.૩૨૯).
“હા, મહારાજ, નિર્વાણ નિર્ગુણ છે, કોઈએ તેને બનાવેલ નથી. નિર્વાણની બાબતમાં ઉત્પન્ન હોવાનો કે ઉત્પન્ન ન હોવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. ઉત્પન્ન કરી શકાય છે કે નહિ એવો પણ પ્રશ્ન નથી આવતો. નિર્વાણ વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણે કાળોથી પર છે. નિર્વાણને ન આંખથી જોઈ શકાય છે, ન કાનથી સાંભળી શકાય છે, ન નાકથી સુંઘી શકાય છે, ન જીભથી ચાખી શકાય છે કે ન શરીરથી સ્પર્શી શકાય છે. નિર્વાણ મનથી જાણી શકાય છે. અર્ધપદને પામીને ભિક્ષુ વિશુદ્ધ, પ્રણીત, ઋજુ તથા આવરણો અને સાંસારિક કામનાઓથી રહિત મનથી નિર્વાણને દેખે છે.” (પૃ. ૩૩૨)
“નિર્વાણમાં સુખ જ સુખ છે, દુઃખનો લેશ પણ નથી.” (પૃ. ૩૮૬)
“મહારાજ, નિર્વાણમાં એવી કોઈ પણ વાત નથી જેને ઉપમાઓ આપીને, વ્યાખ્યા કરીને, તર્ક અને કારણ સાથે દેખાડી શકાય. નિર્વાણના રૂપને, સ્થાનને, કાળને યા આકારને દેખાડી શકાતા નથી.” (પૃ. ૩૮૮)
“મહારાજ, જેવી રીતે કમલ પાણીથી સર્વથા અલિપ્ત રહે છે તેવી રીતે નિર્વાણ પણ બધા ક્લેશોથી અલિપ્ત રહે છે. નિર્વાણ લોકોની કામતૃષ્ણા, ભવતૃષ્ણા અને વિભવતૃષ્ણાની તૃષાને દૂર કરી દે છે.” (પૃ. ૩૯૧)
“નિર્વાણ દવાની જેમ ક્લેશરૂપી વિષને શાન્ત કરે છે, દુઃખરૂપી રોગનો અન્ત કરે છે અને ખુદ અમૃતરૂપ છે. તે મહાસમુદ્રની જેમ અપરંપાર છે. તે આકાશની જેમ ન ઉત્પન્ન થાય છે, ન પુરાણું થાય છે, ન મરે છે, ન આવાગમન કરે છે. તે દુય છે, ચોરો તેને ચોરી શકતા નથી, બીજા કોઈ પર નિર્ભર નથી રહેતું. સ્વચ્છન્દ છે, ખુલ્લું છે અને અનન્ત છે. તે ચિન્તામણિની જેમ સઘળી ઇચ્છાઓને