________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૮૫
સ્વરૂપસ્થિત થવા દેતો નથી. આ રાગદ્વેષરૂપ દ્વન્દ્વ જ સર્વ અનર્થોનું મૂળ છે. આ જ પ્રમુખ આસ્રવ છે. ન્યાયસૂત્ર, ગીતા અને પાલી પિટકોમાં આ દ્વન્દ્વને પાપનું મૂળ કહ્યું છે. જૈનાગમોનું પ્રત્યેક વાક્ય કષાયશમનનો જ ઉપદેશ આપે છે. જૈનોની ઉપાસનાનો આદર્શ પરમ નિર્પ્રન્થદશા છે. આ જ કારણે જૈન મૂર્તિઓ વીતરાગતા અને અકિંચનતાની પ્રતીક હોય છે. તેમનામાં ન તો દ્વેષનું સાધન આયુધ છે કે ન તો રાગના આધાર સ્ત્રી આદિનું સાહચર્ય છે. તેઓ સર્વથા નિર્વિકાર બનીને પરમ વીતરાગતા અને અકિંચનતાનો પાવન સંદેશ આપે છે.
આ કષાયો સિવાય હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ આ નવ નોકષાયો છે. તેમના કારણે પણ આત્મામાં વિકા૨પરિણતિ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ પણ આસ્રવ છે.
યોગ
મન, વચન અને કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશોમાં જે પરિસ્પન્દ અર્થાત્ ક્રિયા થાય છે તેને યોગ કહે છે. યોગની સામાન્યતઃ પ્રસિદ્ધિ યોગભાષ્ય આદિમાં જો કે ચિત્તવૃત્તિના નિરોધરૂપ ધ્યાનના અર્થમાં છે, પરંતુ જૈન પરંપરામાં કેમ કે મન, વચન અને કાયાથી થતી આત્માની ક્રિયા કર્મપરમાણુઓ સાથે આત્માનો યોગ અર્થાત્ સંબંધ કરાવે છે એટલે તેને જ યોગ કહે છે અને તેના નિરોધને ધ્યાન કહે છે. આત્મા સક્રિય છે, તેના પ્રદેશોમાં પરિસ્મન્દ થાય છે. મન, વચન અને કાયાના નિમિત્તથી તેમાં સદા ક્રિયા થાય છે. આ ક્રિયા જીવન્મુક્તમાં પણ બરાબર થતી રહે છે. પરમ મુક્તિના કેટલોક સમય પહેલાં અયોગકેવલીઅવસ્થામાં મન, વચન અને કાયાની ક્રિયાનો નિરોધ થાય છે અને ત્યારે આત્મા નિર્મલ અને નિશ્ચલ બની જાય છે. સિદ્ધ અવસ્થામાં આત્માના પૂર્ણ શુદ્ધ રૂપનો આવિર્ભાવ થાય છે. તેનામાં ન તો કર્મજન્ય મલિનતા હોય છે કે ન તો યોગની ચચલતા. સાચું પૂછો તો યોગ જ આસ્રવ છે. તેના દ્વારા કર્મોનું આગમન થાય છે. શુભ યોગ પુણ્યકર્મનો આસ્રવ કરાવે છે અને અશુભ યોગ પાપકર્મનો આસ્રવ કરાવે છે. સૌના વિશે શુભ ચિત્તવવું અર્થાત્ અહિંસક વિચારધારા શુભ મનોયોગ છે. હિત, મિત, પ્રિય વચનો બોલવા એ શુભ વચનયોગ છે અને બીજાઓને બાધા ન પહોંચાડનારી યત્નાચારપૂર્વકની પ્રવૃત્તિ શુભ કાયયોગ છે.
બે આસ્રવ
સામાન્યતઃ આમ્રવના બે પ્રકાર છે. એક તો કષાયાનુરજિત યોગથી થનારો સામ્પરાયિક આસવ, જે બન્ધનું કારણ બનીને સસારની વૃદ્ધિ કરે છે. બીજો માત્ર