________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૮૩ મિથ્યાત્વ
આ આમ્રવોમાં મુખ્ય અનન્તકર્મબન્ધક છે મિથ્યાત્વ અર્થાત્ મિથ્યાષ્ટિ. મિથ્યાદષ્ટિ જીવ પોતાના આત્મસ્વરૂપને ભૂલીને શરીર આદિ પર દ્રવ્યમાં આત્મબુદ્ધિ કરે છે. તેના સઘળા વિચારો અને ક્રિયાઓ શરીરાશ્રિત વ્યવહારોમાં જ અટવાયેલાં રહે છે. લૌકિક યશ, લાભ આદિની દષ્ટિએ તે ધર્મનું આચરણ કરે છે. તેને સ્વપરવિવેક હોતો નથી. પદાર્થોના સ્વરૂપ બાબત તેને ભ્રાન્તિ હોય છે. તાત્પર્ય એ કે કલ્યાણમાર્ગમાં તેને સમ્યફ શ્રદ્ધા હોતી નથી. આ મિથ્યાત્વ સહજ અને ગૃહીત એમ બે પ્રકારનું હોય છે. આ બન્ને મિથ્યા દૃષ્ટિઓના કારણે તેને તત્ત્વરુચિ જાગૃત થતી નથી. દેવ, ગુરુ અને ધર્મ અંગેની અનેક પ્રકારની મૂઢતાઓને તે ધર્મ માને છે. અનેક પ્રકારના ઊંચ-નીચ ભેદોની સૃષ્ટિ રચીને મિથ્યા અહંકારને પોષે છે. ગમે તે દેવને, ગમે તે વેષધારી ગુરુને, ગમે તે શાસ્ત્રને ભય, આશા, સ્નેહ અને લોભથી માનવા તે તૈયાર થઈ જાય છે. ન તો તેને પોતાનો કોઈ સિદ્ધાન્ત હોય છે કે ન તો વ્યવહાર. થોડાક પ્રલોભનથી તે બધા અનર્થો કરવા તૈયાર થઈ જાય છે. જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બલ, ઋદ્ધિ, તપ, રૂપ અને શરીરના મદથી તે મત્ત બની જાય છે અને બીજાઓને તુચ્છ ગણી તેમનો તિરસ્કાર કરે છે. ભય, સ્વાર્થ, ધૃણા, પરેનિન્દા આદિ દુર્ગુણોનું તે કેન્દ્ર હોય છે. તેની સઘળી પ્રવૃત્તિઓના મૂળમાં એક જ કુટેવ હોય છે અને તે છે સ્વરૂપવિભ્રમ. તેને આત્મસ્વરૂપમાં કોઈ શ્રદ્ધા હોતી નથી, તેથી તે બાહ્ય પદાર્થોમાં લોભાયા કરે છે. આ જ મિથ્યા દષ્ટિ બધા દોષોની જનની છે, તેનાથી અનન્ત સંસારનો બન્ધ થાય છે. અવિરતિ
સદાચાર યા ચારિત્ર ધારણ કરવા તરફ રુચિ યા પ્રવૃત્તિ ન હોવી એ અવિરત છે. મનુષ્ય કદાચ ઇચ્છે તો પણ કષાયોનો એવો તીવ્ર ઉદય હોય છે કે તે ન તો સકલ ચારિત્ર ધારણ કરી શકે છે કે ન તો દેશ ચારિત્ર.
ક્રોધાદિ કષાયોના ચાર ભેદ ચારિત્રને રોકવાની શક્તિની અપેક્ષાએ પણ થાય છે – (૧) અનનતાનુબધીઃ અનન્ત સંસારનો બન્ધ કરાવનાર, સ્વરૂપાચરણ ચારિત્ર
ન થવા દેનાર, પથ્થરમાં પાડેલી રેખા સમાન કષાયો. તે મિથ્યાત્વ સાથે
રહે છે. (૨) અ-પ્રત્યાખ્યાનાવરણ દેશ ચારિત્ર અર્થાત્ શ્રાવકનાં અણુવ્રતોને રોકનારા,
માટીમાં પાડેલી રેખા સમાન કષાયો.