________________
૧૮૪
જૈનદર્શન
(૩) પ્રત્યાખ્યાનાવરણ ઃ સકલ ચારિત્રને ન થવા દેનાર, ધૂળમાં પાડેલી રેખા સમાન કષાયો.
(૪) સંજ્વલન કષાય : પૂર્ણ ચારિત્રમાં કિંચિત્ દોષ ઉત્પન્ન કરનાર, જલરેખા સમાન કષાયો. તેના ઉદયથી યથાખ્યાતચારિત્ર થઈ શકતું નથી.
આ રીતે ઇન્દ્રિયોના વિષયોમાં તથા પ્રાણીવિષયક અસંયમમાં નિરર્બલ પ્રવૃત્તિ થવાથી કર્મોનો આસ્રવ થાય છે.
પ્રમાદ
અસાવધાનીને પ્રમાદ કહે છે. કુશલ કર્મોમાં અનાદર હોવો એ પ્રમાદ છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં લીન હોવાના કારણે, રાજકથા, ચોરકથા, સ્રીકથા અને ભોજનકથા આદિ વિકથાઓમાં રસ લેવાના કારણે, ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોથી કલુષિત હોવાના કારણે તથા નિદ્રા અને પ્રણયમાં મગ્ન હોવાના કારણે કુશલ કર્તવ્યમાર્ગમાં અનાદરનો ભાવ ઉત્પન્ન થાય છે. આ અસાવધાનીના કારણે કુશલ કર્મ પ્રત્યે અનાસ્થા તો થાય જ છે પણ સાથે સાથે હિંસાની ભૂમિકા પણ તૈયાર થવા લાગે છે. હિંસાના મુખ્ય કારણોમા પ્રમાદનું પ્રમુખ સ્થાન છે. બીજા પ્રાણીનો ઘાત હો યા ન હો, પ્રમાદી વ્યક્તિને હિંસાનો દોષ નિશ્ચિતપણે લાગે છે. એથી ઊલટું, પ્રયત્નપૂર્વક પ્રવૃત્તિ કરનાર અપ્રમત્ત સાધક દ્વારા બાહ્ય હિંસા થવા છતાં પણ તે અહિંસક જ છે. તેથી પ્રમાદ જ હિંસાનું મુખ્ય દ્વાર છે. તેથી જ ભગવાન મહાવીરે વારંવાર ગૌતમ ગણધરને ચેતવ્યા હતા કે “સમય ગોયમ મા વમાયણ્” અર્થાત્ ગૌતમ, ક્ષણભર પણ પ્રમાદ ન કર.
કાય
આત્માનું સ્વરૂપ સ્વભાવતઃ શાન્ત અને નિર્વિકારી છે, પરંતુ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો તેને કસે છે અને સ્વરૂપથી ચ્યુત કરી દે છે. આ ચારે કષાયો આત્માની વિભાવ દશાઓ છે. ક્રોધ કષાય દ્વેષરૂપ છે. તે દ્વેષનું કારણ પણ છે અને દ્વેષનું કાર્ય પણ છે. માન જો ક્રોધને ઉત્પન્ન કરે તો તે દ્વેષરૂપ છે. લોભ રાગરૂપ છે. માયા જો લોભને જગાડે તો રાગરૂપ છે. તાત્પર્ય એ કે રાગ, દ્વેષ અને મોહની દોષત્રિપુટીમાં કષાયનો ભાગ જ મુખ્ય છે. મોહરૂપી મિથ્યાત્વ દૂર થઈ ગયા પછી સમ્યગ્દષ્ટિમાં રાગ અને દ્વેષ ટકી રહે છે. ચાર કષાયોમાં લોભ કષાય તો પદ, પ્રતિષ્ઠા, યશની લિપ્સા અને સવવૃદ્ધિ આદિના રૂપમાં મોટા મોટા મુનિઓને પણ