________________
૧૮૨
જૈનદર્શન જીવના રાગ આદિ ભાવોના કારણે જે યોગ અર્થાત્ આત્મપ્રદેશોમાં હલનચલન થાય છે તેનાથી કર્મ બનવા યોગ્ય પુદ્ગલો ખેંચાય છે. તે પુદ્ગલો સ્થૂળ શરીરની અંદરથી પણ ખેંચાય છે અને બહારથી પણ ખેંચાય છે. આ યોગથી તે કર્મવર્ગણાઓમાં પ્રકૃતિ અર્થાત્ સ્વભાવ બંધાય છે. જો તે કર્મયુગલો કોઈના જ્ઞાનમાં બાધા ઊભી કરવાની ક્રિયાથી ખેંચાયા હોય તો તેમનામાં જ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ બંધાય છે અને જો રાગ આદિ કષાયોથી ખેંચાયા હોય તો તેમનામાં ચારિત્રને નષ્ટ કરવાનો સ્વભાવ બંધાય છે. તાત્પર્ય એ કે આવેલા કર્મયુગલોને આત્મપ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી કરી દેવા તથા તેમનામાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ વભાવોનું બંધાવું યોગથી થાય છે. તેમને પ્રદેશબન્ધ અને પ્રકૃતિબન્ધ કહે છે. કષાયોની તીવ્રતા અને મન્દતા અનુસાર તે કર્મયુગલોમાં સ્થિતિ અને ફળ દેવાની શક્તિ બંધાય છે, તે અનુક્રમે સ્થિતિ બન્ય અને અનુભાગબન્ધ કહેવાય છે. આ બન્ને બન્યો કષાયોથી થાય છે. કેવલી અર્થાત જીવન્મુક્ત વ્યક્તિને રાગ આદિ કષાયો હોતા નથી, તેથી તેમના યોગ દ્વારા જે કર્મયુગલો આવે છે તે બીજી જ ક્ષણે ખરી પડે છે. તેમની સ્થિતિબન્ધ અને અનુભાગબન્ધ થતો નથી. આ બન્ધચક્ર જ્યાં સુધી રાગ, દ્વેષ, મોહ અને વાસનાઓ આદિ વિભાવ ભાવો છે ત્યાં સુધી બરાબર ચાલતું રહે છે.
(૩) આસ્રવતત્ત્વ બન્ધહેતુ આસવ
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ બન્ધનાં કારણો છે. તેમને આસ્રવ પ્રત્યય પણ કહે છે. જે ભાવોથી કર્મોનો આસ્રવ થાય છે તે ભાવોને ભાવાગ્નવ કહે છે અને કર્મદ્રવ્યનું આવવું એને દ્રવ્યાગ્નવ કહે છે. પુદ્ગલોમાં કર્મત્વ પર્યાયનો વિકાસ થવો એ પણ દ્રવ્યાસ્રવ કહેવાય છે. આત્મપ્રદેશો સુધી તેમનું આવવું એ પણ દ્રવ્યાસ્રવ છે. જો કે આ મિથ્યાત્વ આદિ ભાવોને ભાવબન્ધ કહેલ છે પરંતુ પ્રથમક્ષણભાવી આ ભાવો કેમ કે કર્મોને ખેંચવાની સાક્ષાત્ કારણભૂત યોગક્રિયામાં નિમિત્ત બને છે એટલે તેમને ભાવાગ્નવ કહેવામાં આવે છે અને તદનન્તરભાવી ભાવો ભાવબન્ધ કહેવાય છે. ભાવાગ્નવ જેવો તીવ્ર, મદ અને મધ્યમ હોય તજ્જન્ય આત્મપ્રદેશોના પરિસ્પદથી અર્થાત્ યોગક્રિયાથી કર્મ પણ તેવા જ આવે છે અને આત્મપ્રદેશો સાથે બન્યાય છે.