________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૮૧
આવી જાય છે કે અમુક સમય સુધી તે બધાના એક જેવા પર્યાય થતા રહે છે. સ્કન્ધ પોતે કોઈ સ્વતન્ત્ર દ્રવ્ય નથી પરંતુ તે અમુક પરમાણુઓની વિશેષ અવસ્થા જ છે અને પોતાના આધારભૂત પરમાણુઓને અધીન જ તેની (સ્કન્ધની) દશા રહે છે. પુદ્ગલોના બન્ધમાં આ જ રાસાયનિકતા છે કે તે અવસ્થામાં તેમનું સ્વતન્ત્ર વિલક્ષણ પરિણમન ન થતા પ્રાયઃ એક જેવું પરિણમન થાય છે. પરંતુ આત્મા અને કર્મપુદ્ગલોનું એવું રાસાયનિક મિશ્રણ બની જ શકતું નથી. એ વાત જુદી કે કર્મસ્કન્ધના આવી જવાથી આત્માના પરિણમનમાં વિલક્ષણતા આવી જાય છે અને આત્માના નિમિત્તથી કર્મસ્કન્ધની પરિણતિ વિલક્ષણ બની જાય છે, પરંતુ આટલામાત્રથી આ બન્નેના સંબંધને રાસાયનિક મિશ્રણ નામ આપી શકાય નહિ કેમ કે જીવ અને કર્મના બન્ધમાં બન્નેના એક જેવા પર્યાય થતા નથી. જીવના પર્યાય ચેતનરૂપ હોય છે અને પુદ્ગલના પર્યાય અચેતનરૂપ. પુદ્ગલનું પરિણમન રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શાદ રૂપે થાય છે જ્યારે જીવનું પરિણમન ચૈતન્યના વિકાસ રૂપે થાય છે.
ચાર બન્ય
આ વાસ્તવિક સ્થિતિ છે કે નૂતન કર્મપુદ્ગલોનું પુરાણા બંધાયેલા કર્મશરીર સાથે રાસાયનિક મિશ્રણ થઈ જાય અને તે નૂતન કર્મ પેલા પુરાણા કર્મપુદ્ગલ સાથે બંધાઈને તે સ્કન્ધમાં સામેલ થઈ જાય અને આમ જ થાય છે. પુરાણા કર્મશરીરમાંથી પ્રતિક્ષણ અમુક પરમાણુઓ ખરી પડે છે અને તેમાં કેટલાક બીજા નવા સામેલ થાય છે. પરંતુ આત્મપ્રદેશો સાથે તેમનો બન્ધ રાસાયનિક હરગિજ નથી. તે તો કેવળ સંયોગ જ છે. આ જ પ્રદેશબન્ધ કહેવાય છે. પ્રદેશબન્ધની વ્યાખ્યા તત્ત્વાર્થસૂત્ર (૮.૨૪)માં આ પ્રમાણે આપી છે - નામપ્રત્યયા: સર્વતો યોગવિશેષાત્ સૂક્ષ્મક્ષેત્રાવાહસ્થિતાઃ સર્વાત્મપ્રવેશેનન્તાનન્તપ્રવેશ । અર્થાત્ યોગના કારણે સમસ્ત આત્મપ્રદેશો પર બધી બાજુએથી સૂક્ષ્મ કર્મપુદ્ગલ આવીને એકક્ષેત્રાવગાહી બની જાય છે - જે ક્ષેત્રમાં આત્મપ્રદેશો છે તે જ ક્ષેત્રમાં તે કર્મપુદ્ગલો સ્થિર થઈ રહી જાય છે. આનું નામ પ્રદેશબન્ધ છે અને દ્રવ્યબન્ધ પણ આ જ છે. તેથી આત્મા અને કર્મશરીરનું એકક્ષેત્રાવગાહ સિવાય અન્ય કોઈ રાસાયનિક મિશ્રણ હોઈ શકતું નથી. જો રાસાયનિક મિશ્રણ હોય છે તો તે પ્રાચીન કર્મપુદ્ગલો સાથે નવીન કર્મપુદ્ગલોનું જ હોય છે, આત્મપ્રદેશો સાથે કર્મપુદ્ગલોનું હોતું નથી.
૧. યોગ એટલે મન, વચન અને કાયાની ક્રિયા યા પ્રવૃત્તિ. યોગ એટલે આત્મપ્રદેશોમાં થતું હલનચલન. (અનુવાદક)