________________
૧૮૦
જૈનદર્શન પૌદ્ગલિકતાનું જ્ઞાન તો એટલા માટે અત્યન્ત જરૂરી છે કેમ કે તેના જીવનની આસક્તિનું મુખ્ય કેન્દ્ર તે જ છે. જો કે આજ આત્માનો ૯૯૪ વિકાસ અને પ્રકાશ શરીરાધીન છે, શરીરના ભાગો બગડતાં જ વર્તમાન જ્ઞાનવિકાસ અટકી જાય છે અને શરીરનો નાશ થતાં વર્તમાન શક્તિઓ પ્રાયઃ સમાપ્ત થઈ જાય છે, તેમ છતાં આત્માનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ તેલ-વાટથી ભિન્ન જયોતિની જેમ છે જ. શરીરનો અણુએ અણુ જેની શક્તિથી સંચાલિત અને ચેતનાયમાન થઈ રહ્યો છે તે અન્તઃ જ્યોતિ બીજી જ છે. આ આત્મા પોતાના સૂક્ષ્મ કાર્મણશરીર અનુસાર વર્તમાન સ્થૂળ શરીર નાશ પામતાં બીજું સ્થૂળ શરીર ધારણ કરે છે. આજ તો આત્માના સાત્ત્વિક, રાજસ અને તામસ બધા પ્રકારના વિચારો અને સંસ્કારો કાર્મણશરીર અને પ્રાપ્ત સ્થૂળ શરીર અનુસાર જ વિકાસ પામી રહ્યા છે. તેથી મુમુક્ષુ માટે આ શરીરપુગલની પ્રકૃતિનું પરિજ્ઞાન અત્યન્ત આવશ્યક છે કે જેનાથી તે એનો ઉપયોગ આત્માના વિકાસમાં કરી શકે, ડ્રાસમાં ન કરે. જો આહાર-વિહાર ઉત્તેજક હોય તો ગમે તેટલો પવિત્ર વિચાર કરવાનો પ્રયાસ કરો પણ તેમાં સફળતા મળતી નથી. તેથી બૂરા સંસ્કારો અને વિચારોનું શમન કરવા માટે યા તેમને ક્ષીણ કરવા માટે તેમના પ્રબળ નિમિત્તભૂત શરીરની સ્થિતિ આદિનું પરિણાન કરવું જ પડશે. જો જે પર પદાર્થોથી આત્માએ વિરક્ત થવું છે અને જેમને પર સમજીને તેમની લૂટ-મૂંટની દ્દશાથી ઉપર ઊઠવું છે અને તેમના પરિગ્રહ અને સંગ્રહમાં જ જીવનનો મોટો ભાગ નષ્ટ કરવો નથી, તો તે પરને પર સમજવા જ પડશે.
(૪) બન્ધતત્ત્વ બન્ધતત્ત્વ
બે પદાર્થોના વિશિષ્ટ સંબંધને બન્ધ કહે છે. બંધ બે પ્રકારનો છે - એક ભાવબન્ધ અને બીજો દ્રવ્યબબ્ધ. જે રાગદ્વેષ અને મોહ આદિ વિકારી ભાવોથી કર્મનું બન્ધન થાય છે તે ભાવોને ભાવબન્ધ કહે છે અને કર્મપુદ્ગલોનો આત્મપ્રદેશો સાથે સંબંધ થવો એ દ્રવ્યબન્ધ કહેવાય છે. દ્રવ્યબન્ધ આત્મા અને પુદ્ગલનો સંબંધ છે. એ તો નિશ્ચિત છે કે બે દ્રવ્યોનો સંયોગ જ બની શકે છે, તાદાત્મ અર્થાત એત્વ બની શકતું નથી. બે મળીને એક જણાય પરંતુ એકનું અસ્તિત્વ મટી જઈને એક જ બાકી રહી શકતું નથી. જયારે પુદ્ગલપરમાણુઓ પરસ્પર બન્ધ પામે છે ત્યારે તેઓ પણ એક વિશેષ પ્રકારના સંયોગને જ પામે છે. તેમનામાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હોવાના કારણે એક રાસાયનિક મિશ્રણ થાય છે, જે મિશ્રણમાં તે સ્કન્ધગત બધા પરમાણુઓનો પર્યાય બદલાઈ જાય છે અને તે બધા એવી સ્થિતિમાં