________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૭૫ અર્થાત, આત્માને સ્વ માનવાથી બીજાઓને પર માનવા પડશે. સ્વ અને પરનો વિભાગ ઊભો થતાં જ સ્વનો પરિગ્રહ (રાગ) અને પરનો દ્વેષ થશે. પરિગ્રહ અને દ્વેષ થવાથી રાગદ્વેષમૂલક સેકડો અન્ય દોષો ઉત્પન્ન થાય છે.
આટલી વાત તો સાચી કે કોઈ વ્યક્તિ આત્માને સ્વ માને એટલે આત્મતરને પર માને. પરંતુ સ્વપરવિભાગથી પરિગ્રહ અને દ્વેષ કેવી રીતે થાય ? આત્મસ્વરૂપનો પરિગ્રહ કેવો? પરિગ્રહ તો શરીર આદિ પર પદાર્થો અને તેના સુખનાં સાધનોનો હોય છે, જેમને આત્મદર્શી વ્યક્તિ છોડી જ દેશે, ગ્રહણ નહિ કરે. આત્મદર્શીને તો જેમ સ્ત્રી આદિ સુખસાધન પર છે તેમ શરીર પણ પર છે. રાગ અને દ્વેષ પણ શરીર આદિના સુખનાં સાધનો અને અસાધનોમાં થાય છે, તે આત્મદર્શીને શા માટે થાય ? ઊલટું આત્મદર્શી શરીરાદિનિમિત્તક રાગદ્વેષ આદિ દ્વન્દ્રોને ત્યાગવાનો જ સ્થિર પ્રયત્ન કરશે. હા, જેણે શરીરસ્કન્ધને જ આત્મા માની લીધો છે તેને અવશ્ય આત્મદર્શનથી શરીરદર્શન પ્રાપ્ત થશે અને શરીરના ઈનિષ્ટનિમિત્તક પદાર્થોમાં તેને પરિગ્રહ અને દ્વેષ થઈ શકે છે, પરંતુ જે શરીરને પણ પર જ માને છે તથા દુઃખનું કારણ સમજે છે તે શા માટે તેમાં તથા તેના ઈષ્ટનિષ્ટ સાધનોમાં રાગદ્વેષ કરે ? તેથી શરીર આદિથી ભિન્ન આત્મસ્વરૂપનું પરિજ્ઞાન જે રાગદ્વેષનાં મૂળ કાપી શકે છે અને વીતરાગતાને પ્રાપ્ત કરાવી શકે છે. તેથી ધર્મકીર્તિનું આત્મદર્શનની બૂરાઈઓનું આ વર્ણન પણ નિતાન્ત ભ્રમપૂર્ણ છે –
यः पश्यत्यात्मानं तत्रास्याहमिति शाश्वत: स्नेहः । स्नेहात् सुखेषु तृष्यति तृष्णा दोषान् तिरस्कुरुते ।। गुणदर्शी परितृष्यन् ममेति तत्साधनान्युपादत्ते । તેનામનિવેશ થાવ તાવત્ સંસારે તે પ્રમાણવાર્તિક, ૧.૨૧૯-૨૦.
અર્થાત્ જે આત્માને દેખે છે તેને આ મારો આત્મા છે એવો નિત્ય સ્નેહ થાય છે. સ્નેહના કારણે આત્મસુખની તૃષ્ણા થાય છે. તૃષ્ણાને લીધે આત્માના અન્ય દોષો તરફ ધ્યાન જતું નથી, ગુણ જ ગુણ દેખાયા કરે છે. આત્મસુખમાં ગુણ જોવાથી તેનાં સાધનોમાં મમકાર યા મમત્વ ઉત્પન્ન થાય છે, તેમને તે ગ્રહણ કરે છે. આ રીતે જ્યાં સુધી આત્મામાં આસક્તિ છે ત્યાં સુધી સંસાર છે જ. ધર્મકીર્તિનું આ કથન ભ્રામક છે કારણ કે આત્મદર્શી વ્યક્તિ જયાં પોતાના આત્મસ્વરૂપને ઉપાદેય સમજે છે ત્યાં એ પણ સાથે સાથે સમજે છે કે શરીર આદિ પર પદાર્થો આત્માના