________________
૧૭૪
જૈનદર્શન
મર્યાદાનું અજ્ઞાન. જો મનુષ્યને એ સમજાઈ જાય કે જેમને હું ઇચ્છું છું અને જેમની હું તૃષ્ણા કરું છું તે પદાર્થો મારા નથી, હું તો ચિન્માત્ર છું, તો તેને અનુચિત તૃષ્ણા જ ઉત્પન્ન ન થાય. સારાશ એ કે દુઃખનું કારણ તૃષ્ણા છે, અને તૃષ્ણાની ઉત્પત્તિ સ્વાધિકાર અને સ્વરૂપના અજ્ઞાન યા મિથ્યાજ્ઞાનના કારણે થાય છે, પર પદાર્થોને પોતાના (સ્વ) માનવાના કારણે થાય છે. એટલે તેનો ઉચ્છેદ પણ સ્વસ્વરૂપના સમ્યજ્ઞાન અર્થાત્ સ્વપરવિવેકથી જ થઈ શકે છે. આ માનવે પોતાના સ્વરૂપ અને અધિકારની સીમાને ન જાણીને સદા મિથ્યા આચરણ કર્યું છે અને પર પદાર્થોના નિમિત્તથી જગતમાં અનેક કલ્પિત ઊંચનીચ ભાવોની સૃષ્ટિ ખડી કરીને મિથ્યા અહંકારને પોષ્યા કર્યો છે. શરીરાશ્રિત યા જીવિકાશ્રિત બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ વર્ણોને લઈને ઊંચનીચ વ્યવહારની ભેદક દીવાલ ખડી કરીને માનવને માનવથી એટલો જુદો કરી નાખ્યો છે કે એક ઉચ્ચાભિમાની માંસપિંડ બીજાની છાયાથી યા બીજાને સ્પર્શવાથી પોતાને અપવિત્ર માનવા લાગ્યો છે. બાહ્ય પરપદાર્થોના સંગ્રહી અને પરિગ્રહીને મહત્ત્વ આપીને તેણે તૃષ્ણાની પૂજા કરી છે. જગતમાં જેટલા સંઘર્ષો અને જેટલી હિંસાઓ થઈ છે એ બધી પરપદાર્થોને છીનવવા-ઝૂંટવવાના કારણે થઈ છે. તેથી જ્યાં સુધી મુમુક્ષુ પોતાના વાસ્તવિક સ્વરૂપને તથા તૃષ્ણાના મૂળ કારણ ‘પરમાં આત્મબુદ્ધિને'ને નહિ સમજે ત્યાં સુધી દુઃખનિવૃત્તિની સમુચિત ભૂમિકા જ તૈયાર થઈ શકશે નહિ.
બુદ્ધે સંક્ષેપમાં પાંચ સ્કન્ધોને દુઃખ કહ્યાં છે. પરંતુ મહાવીરે તેના આંતરિક તત્ત્વજ્ઞાનને પણ દર્શાવ્યું છે. કેમ કે આ સ્કન્ધો આત્મસ્વરૂપ નથી એટલે તેમનો સંસર્ગ જ અનેક રાગ આદિ ભાવોનો સર્જક છે અને દુઃખરૂપ છે. નિરાકુલ સુખનો ઉપાય આત્મમાત્રનિષ્ઠા અને પર પદાર્થોમાંનું મમત્વ દૂર કરવું એ જ છે. તેના માટે આત્માની યથાર્થ દૃષ્ટિ જ આવશ્યક છે. આત્મદર્શનનું આ રૂપ પર પદાર્થોમાં દ્વેષ કરવાનું શીખવતું નથી પરંતુ એ બતાવે છે કે તેમનામાં આ તમારી જે તૃષ્ણા વિસ્તરી રહી છે તે અનધિકાર ચેષ્ટા છે. વાસ્તવિક અધિકાર તો તમારો કેવળ તમારા વિચાર પર અને તમારા વ્યવહાર પર જ છે. તેથી આત્માના વાસ્તવિક સ્વરૂપનું પરિજ્ઞાન થયા વિના તો દુઃખનિવૃત્તિ યા મુક્તિની સંભાવના જ નથી. નૈરાત્મ્યવાદની અસારતા
તેથી આચાર્ય ધર્મકીર્તિની આ આશંકા પણ નિર્મૂલ છે કેआत्मनि सति परसंज्ञा स्वपरविभागात् परिग्रहद्वेषौ ।
અનયો: સંપ્રતિબદ્ધા: સર્વે રોષા: પ્રજ્ઞાયન્તે ॥ પ્રમાણવાર્તિક, ૧.૨૨૧.