________________
૧૭૨
જૈનદર્શન આ રીતે જૈન દર્શનમાં આત્મા અનાદિ કાળથી અશુદ્ધ મનાયો છે અને પ્રયોગથી તે શુદ્ધ થઈ શકે છે. એક વાર શુદ્ધ થયા પછી વળી પાછો અશુદ્ધ થવાનું કોઈ જ કારણ રહેતું નથી. આત્માના પ્રદેશોમાં સંકોચ અને વિસ્તાર પણ કર્મના નિમિત્તથી જ થાય છે. તેથી કર્મનિમિત્ત દૂર થતાં આત્મા પોતાના અંતિમ આકારમાં જ રહી જાય છે અને ઊર્ધ્વ લોકના અગ્રભાગમાં સ્થિર થઈ પોતાના અનન્ત ચૈતન્યમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે.
તેથી ભગવાન મહાવીરે બન્ધ-મોક્ષ અને તેમનાં કારણભૂત તત્ત્વોના જ્ઞાન ઉપરાંત તે આત્માના જ્ઞાનને પણ આવશ્યક કહ્યું છે જેને શુદ્ધ થવું છે અને જે વર્તમાનમાં અશુદ્ધ બની રહ્યો છે. આત્માની અશુદ્ધ દશા સ્વરૂપમ્યુતિરૂપ છે. કેમ કે આ દશા સ્વસ્વરૂપને ભૂલીને પર પદાર્થોમાં અહંકાર અને મમકાર કરવાના કારણે થઈ છે એટલે આ અશુદ્ધ દશાનો અન્ત પણ સ્વરૂપના જ્ઞાનથી જ થઈ શકે છે. જ્યારે આ આત્માને એ તત્ત્વજ્ઞાન થાય છે કે મારું સ્વરૂપ તો અનન્ત ચૈતન્ય, વીતરાગ, નિર્મોહ, નિષ્કષાય, શાન્ત, નિશ્ચલ, અપ્રમત્ત અને જ્ઞાનરૂપ છે, આ સ્વરૂપને ભૂલીને પર પદાર્થોમાં મમકાર અને શરીરને પોતાનું માનવાના કારણે રાગ, દ્વેષ, મોહ, કષાય, પ્રમાદ અને મિથ્યાત્વ આદિ વિકારરૂપ મારી આ દશા થઈ ગઈ છે, આ કષાયોની જ્વાલાથી મારું સ્વરૂપ સમલ અને યોગના કારણે ચંચલ થઈ ગયું છે, જો પર પદાર્થો પ્રત્યેના મમકાર અને રાગાદિના ભાવો દૂર થઈ જાય અને અહંકાર નિર્મળ થઈ જાય તથા આત્મપરવિવેક જાગે તો આ અશુદ્ધ દશા અને આ રાગ આદિ વાસનાઓ આપોઆપ ક્ષીણ થઈ જાય ત્યારે આ તત્ત્વજ્ઞાનથી આત્મા વિકારોને ક્ષીણ કરતો કરતો નિર્વિકાર ચૈતન્યરૂપ બની જાય છે. આ શુદ્ધિને મોક્ષ કહે છે. આ મોક્ષ
જ્યાં સુધી શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ ન હોય ત્યાં સુધી કેવી રીતે થઈ શકે ? આત્મષ્ટિ જ સમ્યગ્દષ્ટિ
બુદ્ધના તત્ત્વજ્ઞાનનો પ્રારંભ દુઃખથી થાય છે અને તેની સમાપ્તિ થાય છે દુઃખનિવૃત્તિમાં. તે સમજે છે કે આત્મા એટલે ઉપનિષદ્વાદીઓનો નિત્ય આત્મા અને નિત્ય આત્મા પ્રત્યે સ્નેહ હોવાના કારણે તેમાં સ્વબુદ્ધિ અને બીજા પદાર્થોમાં પરબુદ્ધિ થવા લાગે છે. સ્વપરવિભાગથી રાગ-દ્વેષ અને રાગ-દ્વેષથી આ સંસાર થાય છે. તેથી બધા અનર્થોનું મૂળ આત્મદષ્ટિ છે. તે એ તરફ ધ્યાન આપતા નથી કે આત્માની નિત્યતા અને અનિત્યતા રાગ અને વિરાગનું કારણ નથી. રાગ અને વિરાગ તો સ્વરૂપના અજ્ઞાન અને સ્વરૂપના સમ્યજ્ઞાનથી થાય છે. રાગનું કારણ છે પર પદાર્થોમાં મમત્વ. જ્યારે આ આત્માને સમજાવવામાં આવે છે કે -