________________
૧૭૦
જૈનદર્શન ઉત્તેજક પુદ્ગલો આત્માના વાસનામય સૂક્ષ્મ કર્મશરીરમાં સામેલ થતાં જાય છે.
જ્યારે જ્યારે તે કર્મપુદ્ગલો ઉપર દબાણ આવે છે ત્યારે ત્યારે તેઓ પુનઃ રાગાદિ ભાવોને જગાડે છે. વળી પાછા નવા કર્મપુદ્ગલો આવે છે અને તે કર્મયુગલોના પરિપાક અનુસાર નૂતન રાગ આદિ ભાવો ઉત્પન્ન થાય છે. આ રીતે રાગ આદિ ભાવો અને કર્મપુદ્ગલોના સંબંધનું ચક્ર ત્યાં સુધી બરાબર સતત ચાલ્યા કરે છે જ્યાં સુધી આત્મા પોતાના વિશેષ પ્રયત્નથી અર્થાત વિવેક અને ચારિત્રથી રાગ આદિ ભાવોનો નાશ કરી નાખતો નથી.
સારાંશ એ કે જીવની આ રાગ-દ્વેષ આદિ વાસનાઓ અને પુદ્ગલકર્મબન્ધની ધારા બીજ-વૃક્ષધારાની જેમ અનાદિ કાળથી ચાલુ છે. પૂર્વસંચિત કર્મના ઉદયથી આ સમયે રાગ-દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે અને આ કાળે જીવની જે આસક્તિ યા લગન હોય છે તે જ નૂતન કર્મબન્ધ કરાવે છે. એ આશંકા કરવી કે “જ્યારે પૂર્વકર્મથી રાગ આદિ થાય છે અને રાગ આદિથી નવાં કર્મોનો બંધ થાય છે ત્યારે આ ચક્રનો ઉચ્છેદ થઈ જ કેવી રીતે શકે?' ઉચિત નથી કેમ કે કેવળ પૂર્વકર્મના ફળોને ભોગવવા એ જ નવાં કર્મનું બન્ધક નથી બનતું પરંતુ તે ભોગકાળમાં જે નૂતન રાગ આદિ ઉત્પન્ન થાય છે તેમનાથી બન્ધ થાય છે. આ જ કારણે સમ્યગ્દષ્ટિના પૂર્વકર્મના ભોગો નૂતન રાગ આદિ ભાવોને ઉત્પન્ન ન કરવાના કારણે નિર્જરાનું કારણ બને છે જ્યારે મિથ્યાદષ્ટિ નૂતન રાગાદિથી બંધ જ બંધ કરતો રહે છે. સમ્યગ્દષ્ટિ પૂર્વકર્મના ઉદયથી થનારા રાગાદિ ભાવોને પોતાના વિવેકથી શાન્ત કરી દે છે અને નવી આસક્તિ થવા દેતો નથી. આ કારણે જ સમ્યગ્દષ્ટિના પુરાણાં કર્મો પોતાનાં ફળ આપીને ખરી પડે છે અને કોઈ નવાં કર્મોનો તેમની જગાએ બન્ધ થતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ તો બધી બાજુથી હલકો બનતો જાય છે, જ્યારે મિથ્યાદષ્ટિ નિત નવી વાસના અને આસક્તિના કારણે ઝડપથી કર્મબન્ધનોમાં જકડાતો જાય છે.
આપણા ભૌતિક મસ્તિષ્ક પર અનુભવોની સીધી-આડી, દઢ-શિથિલ આદિ અનેક રેખાઓ પડતી રહે છે, જ્યારે એક પ્રબળ રેખા આવે છે ત્યારે તે પહેલાની નિર્બળ રેખાને ભૂસી તેની જગાએ પોતાનો ઊંડો પ્રભાવ જમાવી દે છે. અર્થાત જો તે રેખા સજાતીય સંસ્કારની હોય તો તેને વધારે ઊંડી કરી દે છે અને જો વિજાતીય સંસ્કારની હોય તો તેને ભૂસી નાખે છે. છેવટે કેટલીક જ અનુભવરેખાઓ પોતાનું ગાઢ કે આછું અસ્તિત્વ ટકાવી રાખે છે. તેવી જ રીતે આજ જે રાગદ્વેષાદિજન્ય સંસ્કાર જન્મે છે અને કર્મબન્ધન કરે છે તેઓ બીજી જ ક્ષણે શીલ, વ્રત અને સંયમ આદિની પવિત્ર ભાવનાઓથી શિથિલ થઈ જાય છે કે ક્ષીણ થઈ જાય છે. પરંતુ જો બીજી ક્ષણે પણ અન્ય રાગ આદિ ભાવોનું નિમિત્ત મળે છે તો પહેલાં બદ્ધ