________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૭૭ અમે પહેલાં જણાવી ગયા છીએ તે મુજબ, ધર્મનું લક્ષણ છે સ્વસ્વભાવમાં સ્થિર થવું. આત્માનું પોતાના શુદ્ધ સ્વભાવમાં લીન થવું એ જ ધર્મ છે અને તેની નિર્મલ અને નિશ્ચલ શુદ્ધ પરિણતિ જ મોક્ષ છે. આ મોક્ષ આત્મતત્ત્વની જિજ્ઞાસા જાગ્યા વિના થઈ જ શકતો નથી. પરંતત્રતાના બન્ધનને તોડવું એ સ્વાતત્યસુખ માટે હોય છે. જો કોઈ વૈદ્ય રોગીને કહે કે “તારે એ જાણવાનું શું કામ છે કે આગળ ઉપર શું થશે, તું તારે દવા ખાધે રાખ તો રોગી તત્કાલ તો વૈદ્ય પર વિશ્વાસ કરી ભલે દવા ખાતો જાય પરંતુ આયુર્વેદના વર્ગમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસાનું સમાધાન આટલામાત્રથી ન કરી શકાય. રોગની જાણકારી પણ સ્વાથ્યના સ્વરૂપને જાણ્યા વિના થઈ શકતી નથી. જે જન્મરોગીઓને સ્વાથ્યના સ્વરૂપની ઝાંખી પણ નથી થઈ તેઓ તો રોગને રોગ જ નથી માનતા અને તેને દૂર કરવાનો પ્રયત્ન જ કરતા નથી. તેથી બધી રીતે મુમુક્ષુ માટે આત્મતત્ત્વનું સમગ્ર જ્ઞાન આવશ્યક છે. આત્માના ત્રણ પ્રકાર
આત્માઓ ત્રણ પ્રકારના છે - બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા. જે શરીર આદિ પર પદાર્થોને પોતાનું રૂપ માનીને તેમની જ પ્રિય ભોગસામગ્રીમાં આસક્ત છે તે બહિર્મુખ જીર્વો બહિરાત્મા છે. જેમને સ્વપરવિવેક યા ભેદવિજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, જેમની શરીર આદિ બાહ્ય પદાર્થોમાંથી આત્મદષ્ટિ દૂર થઈ ગઈ છે તે સમ્યગ્દષ્ટિ જીવો અત્તરાત્મા છે. જેઓ સમસ્ત કર્મમલકલકોથી રહિત બનીને શુદ્ધ ચિત્માત્ર સ્વરૂપમાં મગ્ન છે તેઓ પરમાત્મા છે. આ જ સંસારી આત્મા પોતાના સ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન કરીને અન્તર્દષ્ટિ બની ક્રમશઃ પરમાત્મા બની જાય છે. તેથી આત્મધર્મની પ્રાપ્તિ માટે યા બન્ધનમાંથી મુક્તિ માટે આત્મતત્ત્વનું પરિજ્ઞાન નિતાત્ત આવશ્યક છે.
ચારિત્રનો આધાર
ચારિત્રની અર્થાત્ અહિંસાની સાધનાનો મુખ્ય આધાર જીવતત્ત્વના સ્વરૂપનું અને તેના સમાન અધિકારની મર્યાદાનું તત્ત્વજ્ઞાન જ બની શકે છે. જ્યારે આપણે એ જાણીએ અને માનીએ છીએ કે જગતમાં વર્તમાન બધા આત્માઓ અખંડ અને મૂલતઃ એક એક સ્વતન્ન સમાનશક્તિવાળાં દ્રવ્યો છે ત્યારે ભેદભાવ અને તમૂલક હિંસા આપણામાં સ્થાન પામી શકતાં નથી. જેવી રીતે આપણને આપણી હિંસા થાય એ રુચતું નથી. આપણે તેનાથી વિકલ બની જઈએ છીએ અને આપણને આપણું જીવન પ્રિય છે, આપણે સુખ ઇચ્છીએ છીએ, દુઃખથી ગભરાઈએ છીએ તેવી જ રીતે અન્ય