________________
૧૭૬
જૈનદર્શન હિતકારક નથી. તેમનામાં રાગદ્વેષ કરવા એ આત્માને બંધનમાં નાખનાર છે. આત્માના સ્વરૂપભૂત સુખ માટે કોઈ અન્ય સાધનના ગ્રહણની આવશ્યકતા નથી, પરંતુ જે શરીર આદિ પર પદાર્થોમાં મિથ્થાબુદ્ધિ કરી રાખી છે તે મિથ્થાબુદ્ધિને જ છોડવી અને આત્મગુણનું દર્શન કરવું એ તો આત્મમાત્રમાં લીનતાનું કારણ બને છે અને નહિ કે બન્ધનકારક પર પદાર્થોના ગ્રહણનું. શરીર આદિ પર પદાર્થોમાં થતો આત્માભિનિવેશ રાગ આદિનો સર્જક અવશ્ય બને છે, પરંતુ શરીર આદિથી ભિન્ન આત્મતત્ત્વનું દર્શન શરીર આદિમાં રાગાદિ શા કારણે ઉત્પન્ન કરે ? આત્મા પંચસ્કલ્પરૂપ નથી
આ તો ધર્મકીર્તિ તથા તેમના અનુયાયીઓનો, આત્મતત્ત્વ અવ્યાકૃત હોવાના કારણે, દષ્ટિવ્યામોહ જ છે. તેઓ આત્મતત્ત્વનું કેવળ શરીરસ્કન્ધ જ સ્વરૂપ છે એમ માની રહ્યા છે અને આત્મદષ્ટિને મિથ્યાદષ્ટિ કહી રહ્યા છે. એક તરફ તેઓ પૃથ્વી આદિ મહાભૂતોથી આત્માની ઉત્પત્તિનું ખંડન પણ કરે છે તો બીજી તરફ તેઓ રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન આ પાંચ સ્કન્ધોથી ભિન્ન કોઈ આત્મતત્ત્વને માનવા પણ ઇચ્છતા નથી. આ પાંચમાં વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન આ ચાર સ્કન્ધો તો ચેતનાત્મક ઘટી શકે છે. પરંતુ રૂપસ્કલ્પને ચેતન કહેવો એ તો ચાર્વાકનો ભૂતાત્મવાદ જ થયો, એનાથી કોઈ તેની વિશેષતા નથી. જ્યારે બુદ્ધ પોતે જ આત્માને અવ્યાકૃતની કોટિમાં મૂક્યો છે ત્યારે તેમના શિષ્યોનું દાર્શનિક ક્ષેત્રમાં આત્માના વિષયમાં પરસ્પર વિરોધી બે વિચારોમાં દોલાયમાન રહેવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. આજ મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન બુદ્ધના આ વિચારોને “અભૌતિક અનાત્મવાદ જેવા ઉભયપ્રતિષેધક' નામથી વર્ણવે છે. તે એ બતાવી શકતા નથી કે આખરે આત્માનું સ્વરૂપ શું છે? શું વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન સ્કન્ધો પણ રૂપસ્કન્ધની જેમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે? અને જો નિર્વાણમાં ચિત્તસત્તતિ નિરુદ્ધ જ થઈ જતી હોય તો પછી ચાર્વાકના એક જન્મ સુધી સીમિત દેહાત્મવાદ અને આ અનેકજન્મસીમિત પણ નિર્વાણમાં સર્વથા નાશ પામતા અભૌતિક અનાત્મવાદ વચ્ચે શું મૌલિક વિશેષતા રહી? છેવટે તો તેનો નિરોધ જ થઈ જાય છે.
મહાવીર આ અસંગતિની જાળમાં ન તો ખુદ પડ્યા કે ન તો શિષ્યોને તેમણે તેમાં પાડ્યા. આ જ કારણે તેમણે આત્માનું સમગ્રભાવે નિરૂપણ કર્યું છે અને આત્માને સ્વતંત્ર દ્રવ્ય માન્યું છે.