________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૭૧ પુદ્ગલોમાં વળી વધુ કાળાં પુદ્ગલોનો સંયોગ તીવ્રતાથી થાય છે. આ રીતે જીવનના અન્ને કર્મોનાં બન્ય, નિર્જરા, અપકર્ષણ (ઘટાડો), ઉત્કર્ષણ (વધારો), સંક્રમણ (એકબીજાના રૂપમાં બદલાઈ જવું) આદિ થતાં થતાં જે રોકડ બાકી રહે છે તે જ સૂક્ષ્મ કર્મશરીરના રૂપમાં પરલોક સુધી જાય છે. જેવી રીતે ઉગ્ર અગ્નિ પર ઉકળતા આંધણવાળી તપેલીમાં દાળ, ચોખા, શાક આદિ જે પણ નાખવામાં આવે છે તેની ઉપર, નીચે, આજુબાજુ બધી તરફથી ઉફાન લઈને છેવટે ખિચડી બની જાય છે તેવી જ રીતે પ્રતિક્ષણ બંધાતા સારાં યા બૂરાં કર્મોમાં, શુભ ભાવોથી શુભ કર્મોમાં રસપ્રકર્ષ અને સ્થિતિવૃદ્ધિ થઈને અશુભ કર્મોમાં રસહીનતા અને સ્થિતિકાપ થઈ જાય છે. છેવટે પાયોગ્ય સ્કન્ધ બચ્યો રહે છે જેના ક્રમિક ઉદયથી રાગ આદિ ભાવ અને સુખ આદિ ઉત્પન્ન થાય છે.
અથવા, પેટમાં જઠરાગ્નિથી આહારનો મળ, મૂત્ર, સ્વેદ આદિના રૂપે કેટલોક ભાગ બહાર નીકળી જાય છે, કેટલોક ત્યાં જ હજમ થઈને રક્ત આદિ રૂપે પરિણત થાય છે અને આગળ ઉપર વિર્ય આદિ રૂપ બની જાય છે. વચમાં ચૂરણ, ચટણી, આદિના સંયોગથી તેની લઘુપાક, દીર્ઘપાક આદિ અવસ્થાઓ પણ થાય છે. પરંતુ છેવટે થનાર પરિપાક અનુસાર જ ભોજનને સુપચ યા દુષ્પચ કહેવામાં આવે છે. બરાબર આ જ રીતે કર્મનું પણ પ્રતિસમય થતા રહેતા સારા અને બૂરા ભાવો અનુસાર તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મન્દ, મધ્યમ, મૃદુ, મૂતર અને મૃદુતમ આદિ રૂપે પરિવર્તન બરાબર થતું રહે છે અને છેવટે જે સ્થિતિ બને છે તે અનુસાર તે કર્મોને શુભ યા અશુભ કહેવામાં આવે છે.
આ ભૌતિક જગત પુદ્ગલ અને આત્મા બન્નેથી પ્રભાવિત થાય છે. જ્યારે કર્મનો એક ભૌતિક પિંડ, જે વિશિષ્ટ શક્તિનો સ્રોત છે, આત્મા સાથે સમ્બદ્ધ થાય છે ત્યારે તેની સૂક્ષ્મ અને તીવ્ર શક્તિ અનુસાર બાહ્ય પદાર્થો પણ પ્રભાવિત થાય છે અને પ્રાપ્ત સામગ્રી અનુસાર તે સંચિત કર્મનું તીવ્ર, મન્દ કે મધ્યમ આદિ ફળ મળે છે. આ રીતે આ કર્મચક્ર અનાદિ કાળથી ચાલી રહ્યું છે અને ત્યાં સુધી ચાલ્યા કરશે જ્યાં સુધી બન્ધકારક મૂલ રાગ આદિ વાસનાઓનો નાશ કરી દેવામાં ન આવે.
બાહ્ય પદાર્થોના અર્થાત્ નોકર્મોના સમવધાન અનુસાર કર્મોનો યથાસંભવ પ્રદેશોદય યા ફલોદય રૂપે પરિપાક થતો રહે છે. ઉદયકાળમાં થતા તીવ્ર, મધ્યમ અને મન્દ શુભ-અશુભ ભાવો અનુસાર આગળ ઉદયમાં આવનાર કર્મોના રસદાનમાં અત્તર પડી જાય છે. તાત્પર્ય એ કે કર્મોએ ફળ દેવું, અન્ય રૂપમાં દેવું યા ન દેવું, એ ઘણુંખરું આપણા પુરુષાર્થ ઉપર નિર્ભર કરે છે.