________________
૧૭૩
સાત તત્ત્વોનું નિરૂપણ “હે મૂર્ખ, તારું સ્વરૂપ તો નિર્વિકાર અખંડ ચૈતન્ય છે, તારે આ સ્ત્રી-પુત્ર આદિમાં અને શરીરમાં મમત્વ કરવું એ વિભાવ છે, સ્વભાવ નથી, ત્યારે તે સહજપણે જ પોતાના નિર્વિકાર સ્વભાવ તરફ નજર નાખવા લાગે છે અને આ વિવેકદષ્ટિ યા સમ્યગ્દર્શનના કારણે પર પદાર્થોમાં રાગ-દ્વેષ કરવો છોડી સ્વરૂપમાં લીન થવા લાગે છે. આના કારણે આસ્રવ અટકી જાય છે અને ચિત્ત નિરાસ્રવ થવા લાગે છે. તે વિચારવા લાગે છે – “આ પ્રતિક્ષણ પરિવર્તનશીલ અનન્ત દ્રવ્યમય લોકમાં હું એક આત્મા છું, મારો કોઈ બીજા આત્મા યા પુદ્ગલ દ્રવ્યો સાથે કોઈ જ સંબંધ નથી. હું મારા ચૈતન્યનો સ્વામી છું. હું માત્ર ચૈતન્યરૂપ છું. આ શરીર તો અનન્ત પગલપરમાણુઓનો એક પિંડ છે. તેનો હું સ્વામી નથી. આ બધાં તો પર દ્રવ્યો છે. પર પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરવી એ જ સંસાર છે. આજ સુધી મેં પર પદાર્થોને મને અનુકૂળ પરિણમાવવાની અનધિકાર ચેઝ જ કરી છે. મેં એ પણ અનધિકાર ચેષ્ટા કરી છે કે જગતના વધુમાં વધુ પદાર્થો મને અધીન હો, જેવું હું ઇચ્છું તેવું જ પરિણમન કરે, તેમની વૃત્તિ મને અનુકૂળ હો. પરંતુ મૂર્ખ, તું તો એક વ્યક્તિ છે, તું તો કેવળ પોતાના પરિણમનો પર અર્થાતુ પોતાના વિચારો અને પોતાની ક્રિયાઓ પર જ અધિકાર રાખી શકે. પર પદાર્થો ઉપર તારો વાસ્તવિક અધિકાર કયો છે? તારી આ અનધિકાર ચેષ્ટા જ રાગ અને દ્વેષને ઉત્પન્ન કરે છે. તું ઇચ્છે છે કે શરીર, સ્ત્રી, પુત્ર, પરિજન આદિ બધાં તારા ઈશારે ચાલે. જગતના બધા પદાર્થો તને અધીન હો, તું ગૈલોક્યને તારા ઈશારા પર નચાવનારો એકમાત્ર ઈશ્વર બની જાય. આ બધી તારી નિરધિકાર ચેઓ છે. તું જેવી રીતે જગતના અધિકતમ પદાર્થોને તને ગમતાં અનુકૂળ પરિણમનો કરાવીને તારે અધીન કરવા ઇચ્છે છે તેવી જ રીતે તારા જેવા અનન્ત મૂઢ ચેતનો પણ એ જ દુર્વાસના ધરાવે છે અને બીજાં દ્રવ્યોને પોતાને અધીન કરવા ઇચ્છે છે. આ ખેંચતાણમાં સંઘર્ષ થાય છે, હિંસા થાય છે, રાગ-દ્વેષ થાય છે અને થાય છે છેવટે દુઃખ જ દુઃખ. | સુખ અને દુઃખની ધૂળ પરિભાષા આ છે – “જે ઈચ્છો તે થાય એને કહેવામાં આવે છે સુખ, અને ઈચ્છો કંઈ અને થાય કંઈ અથવા જે ઇચ્છો તે ન થાય એને કહે છે દુઃખ.” મનુષ્યની ઇચ્છા સદા એ જ રહે છે કે મને સદા ઈષ્ટનો સંયોગ રહે અને અનિષ્ટનો સંયોગ કદી ન થાઓ, આખું ભૌતિક જગત અને અન્ય ચેતનો મને અનુકૂળ પરિણતિ કરતા રહે, શરીર નિરોગી રહે, મૃત્યુ ન થાય, ધનધાન્ય ભરપૂર હો, પ્રકૃતિ અનુકૂળ રહે આદિ. ન જાણે કેટકેટલી વિવિધ પ્રકારની ઇચ્છાઓ આ શેખચલ્લી માનવને થતી રહે છે. બુદ્ધ જે દુઃખને સર્વાનુભૂત દર્શાવ્યું છે તે બધું તૃષ્ણાકૃત જ તો છે. મહાવીરે આ તૃષ્ણાનું કારણ બતાવ્યું છે સ્વસ્વરૂપની