________________
૧૪૮
જૈનદર્શન
પોતાના સંબંધીઓની અવસ્થારૂપ જ હોઈ શકે છે. બે સ્વતન્ત્ર પદાર્થોનો સંયોગ પણ બેમાં ન રહેતાં પ્રત્યેકમાં રહે છે, આનો સંયોગ તેમાં અને તેનો સંયોગ આમાં, અર્થાત્ સંયોગ પ્રત્યેકનિષ્ઠ હોવા છતાં પણ બેના દ્વારા અભિવ્યક્ત થાય છે.
વિશેષ પદાર્થને સ્વતન્ત્ર માનવાની આવશ્યકતા એટલા માટે નથી કેમ કે જ્યારે
બધાં દ્રવ્યોનું પોતપોતાનું આગવું સ્વતન્ત્ર અસ્તિત્વ છે ત્યારે તેમનામાં વિલક્ષણ પ્રતીતિ પણ પોતપોતાના નિજી વ્યક્તિત્વના કારણે જ ઉત્પન્ન થઈ શકે છે. જેમ વિશેષ પદાર્થોમાં વિલક્ષણપ્રતીતિ ઉત્પન્ન કરવા માટે અન્ય વિશેષ પદાર્થોની આવશ્યકતા નથી તેમ દ્રવ્યોના નિજ રૂપથી જ વિલક્ષણપ્રતીતિ માનવામાં કોઈ બાધા નથી.
આ જ રીતે પ્રત્યેક દ્રવ્યનો પૂર્વપર્યાય તેનો પ્રાગભાવ છે, ઉત્તરપર્યાય પ્રÜસાભાવ છે, પ્રતિનિયત નિજ સ્વરૂપ અન્યોન્યાભાવ છે અને અસંસર્ગીયરૂપ અત્યન્તાભાવ છે. અભાવ ભાવાન્તર રૂપ હોય છે, તે પોતે કોઈ સ્વતન્ત્ર પદાર્થ નથી. એક દ્રવ્યનું પોતાના સ્વરૂપમાં સ્થિર હોવું એ જ તેનામાં પર રૂપનો અભાવ છે. એક જ દ્રવ્યના બે ભિન્ન પર્યાયોમાં પરસ્પર અભાવનો વ્યવહાર કરાવવો ઇતરેતરાભાવનું કાર્ય છે અને બે દ્રવ્યોમાં પરસ્પર અભાવ અત્યન્તાભાવથી થાય છે. તેથી ગુણ આદિ પૃથક્ સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવતા સ્વતન્ત્ર પદાર્થો નથી પણ દ્રવ્યના પર્યાયો જ છે. ભિન્ન પ્રતીતિના આધારે જ જો પદાર્થોની વ્યવસ્થા કરવામાં આવે તો પદાર્થોને ગણવા જ મુશ્કેલ બની જશે.
અવયવોથી પૃથક્ અવયવી નથી
એ જ રીતે અવયવી દ્રવ્યને અવયવોથી જુદું માનવું પણ પ્રતીતિવિરુદ્ધ છે. તન્ત્ આદિ અવયવો જ અમુક આકારમાં પરિણત થઈને પટ સંજ્ઞા પામે છે. કોઈ અલગ પટ નામનો અવયવી તત્ત્ત નામના અવયવોમાં સમવાયસબંધથી રહેતો હોય એવુ અનુભવાતું નથી કેમ કે પટ નામના અવયવીનું અસ્તિત્વ તન્નુરૂપ અવયવોથી ભિન્ન ક્યાંય પણ અને ક્યારેય પણ જણાતું નથી, અનુભવમાં આવતું નથી. સ્કન્ધાવસ્થા પર્યાય છે, દ્રવ્ય નથી. જે માટીના પરમાણુઓથી ઘડો બને છે તે પરમાણુઓ ખુદ ઘડાનો આકાર ધારણ કરી લે છે. ઘડો તે પરમાણુઓની સામુદાયિક અભિવ્યક્તિ છે. એવું નથી કે ઘડો પૃથક્ અવયવી બનીને ક્યાંકથી આવી જતો હોય, પરંતુ માટીના પરમાણુઓમાં અમુક આકાર, અમુક પર્યાય અને અમુક પ્રકારમાં ક્રમબદ્ધ પરિણમનોની સમ્મિલિત સ્થૂળતાથી જ ઘટના કાર્યો થઈ જાય છે અને ઘટ વ્યવહારની સગતિ બંધ બેસે છે. ઘટઅવસ્થા પ્રાપ્ત પરમાણુદ્રવ્યોનું પોતાનું નિજી સ્વતન્ત્ર પરિણમન પણ તે અવસ્થામાં બરાબર ચાલુ