________________
૧૪૯
છ દ્રવ્યોનું વિવેચન રહે છે. આ જ કારણે ઘટના અમુક અમુક ભાગોમાં રૂપ, સ્પર્શ અને ટકાઉપણું આદિનું અત્તર જોવામાં આવે છે. તાત્પર્ય એ કે પ્રત્યેક પરમાણુ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને સ્વતંત્ર પરિણમન જાળવી રાખવા છતાં પણ સામુદાયિક સમાન પરિણમનની ધારામાં પોતાના વ્યક્તિગત પરિણમનને વિલીન જેવું કરી દે છે અને
જ્યાં સુધી આ સમાન પરિણમનની ધારા અવયવભૂત પરમાણુઓમાં ચાલુ રહે છે ત્યાં સુધી તે પદાર્થની એકસરખી એક જેવી સ્થિતિ બની રહે છે. પરંતુ જેમ જેમ તે પરમાણુઓનો સામુદાયિક ધારા સાથે અસહયોગ શરૂ થાય છે તેમ તેમ તે સામુદાયિક અભિવ્યક્તિમાં ન્યૂનતા, શિથિલતા અને જીર્ણતા આદિ રૂપે વિવિધતા ચાલુ થઈ જાય છે. તાત્પર્ય એ કે મૂલતઃ ગુણો અને પર્યાયોનો આધાર જ હોય છે, તે જ દ્રવ્ય કહેવાય છે અને તેની જ સત્તા દ્રવ્યરૂપમાં ગણવામાં આવે છે. અનેક દ્રવ્યોનાં જે સમાન યા અસમાન પરિણમનોના કારણે વિભિન્ન વ્યવહારો થાય છે તેઓ સ્વતન્ત દ્રવ્યની સંજ્ઞા પામી શકતા નથી.
જે પરમાણુઓથી ઘટ બને છે તે પરમાણુઓમાં ઘટ નામના નિરશ અવયવીનો સ્વીકાર કરવામાં અનેક દૂષણો આવે છે. ઉદાહરણાર્થ, એક પ્રશ્ન ઊઠે છે કે નિરંશ અવયવી પોતાના અવયવોમાં એક દેશથી રહે છે કે સર્વાત્મના રહે છે? જો એક દેશથી રહેતો હોય તો જેટલા અવયવો છે તેટલા જ દેશ અવયવીના છે એમ માનવું પડશે. જો અવયવી પ્રત્યેક અવયવમાં સર્વાત્મના રહેતો હોય તો જેટલા અવયવો તેટલા જ અવયવી બની જશે. જો અવયવી નિરંશ છે તો વસ્ત્રાદિના એક ભાગને રંગતાં સંપૂર્ણ વસ્ત્ર રંગાઈ જવું જોઈએ, વસ્ત્રના એક ભાગને ઢાંકતાં સંપૂર્ણ વસ્ત્ર ઢંકાઈ જવું જોઈએ અને એક ભાગમાં ક્રિયા થતાં પૂરા અવયવીમાં ક્રિયા થવી જોઈએ. અવયવી નિરંશ હોવાથી આ બધી આપત્તિઓ આવે. જો અવયવી અવયવોથી અતિરિક્ત છે તો ચાર છટાંક સૂતરથી તૈયાર થયેલા વસ્ત્રનું વજન વધી જવું જોઈએ, પરંતુ એવું દેખાતું નથી. વસ્ત્રનો એક અંશ ફાટી જતાં પછી તેટલા જ પરમાણુઓથી નવા અવયવીની ઉત્પત્તિ માનવામાં કલ્પનાગૌરવ અને પ્રતીતિબાધા છે કેમ કે જ્યારે પ્રતિક્ષણ કપડાનો ઉપચય અને અપચય થતો રહે છે ત્યારે પ્રતિક્ષણ નવા અવયવીની ઉત્પત્તિ માનવી પડે.
વૈશાષકોનું આઠ, નવ, દસ આદિ ક્ષણોમાં પરમાણુની ક્રિયા, સંયોગ આદિ ક્રમે અવયવીની ઉત્પત્તિ અને વિનાશનું વર્ણન એક પ્રક્રિયામાત્ર છે. વસ્તુતઃ જેમ જેમ કારણકલાપ મળતો જાય છે તેમ તેમ તે પરમાણુઓના સંયોગ અને વિયોગથી તે તે પ્રકારના આકાર અને પ્રકાર ઉત્પન્ન થતા રહે છે અને નાશ પામતા રહે છે. પરમાણુઓથી લઈને ઘટ સુધી અનેક સ્વતંત્ર અવયવીઓની ઉત્પત્તિ અને