________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૫૩ અનેક પ્રકારનાં ઉપચય-અપચયરૂપ પરિવર્તનો થાય છે. એ નિશ્ચિત છે કે સ્કન્ધાવસ્થા રાસાયનિક બન્ધ વિના થતી નથી. એમ તો સાધારણ સયોગોના આધારે પણ એક સ્થળની પ્રતીતિ થાય છે અને તેમાં વ્યવહાર માટે નવી સંજ્ઞા પણ દેવામાં આવે છે પરંતુ એટલામાત્રથી સ્કન્ધાવસ્થા નથી બનતી. આ રાસાયનિક બન્ધ માટે પુરુષનો પ્રયત્ન પણ ક્યારેક કામ કરે છે અને પુરુષપ્રયત્ન વિના પણ અનેક બન્ધો પ્રાપ્ત સામગ્રી અનુસાર બને છે. પુરુષનો પ્રયત્ન તેમનામાં સ્થાપિતા અને સુન્દરતા તથા વિશેષ આકાર ઉત્પન્ન કરે છે. સેંકડો પ્રકારની ભૌતિક શોધો આ પ્રકારની પ્રક્રિયાનું ફળ છે.
અસંખ્યાતપ્રદેશી લોકમાં અનન્ત પુદ્ગલપરમાણુઓનું સમાઈ જવું એ તો આકાશની અવગાહશક્તિ અને પુદ્ગલપરમાણુઓના સૂક્ષ્મ પરિણમનના કારણે સંભવ બને છે. ગમે તેટલા સુસંબદ્ધ લાકડામાં ખીલી મારી શકાય છે. પાણીમાં હાથીનું ડૂબી જવું એ આપણી પ્રતીતિનો વિષય છે જ. પરમાણુઓની અનન્ત શક્તિઓ અચિત્ત્વ છે. આજના એટમ બોમ્બે તેની ભીષણ સંહારક શક્તિનો કંઈક અનુભવ તો આપણને કરાવી જ દીધો છે. ગુણ આદિ દ્રવ્યરૂપ જ છે
પ્રત્યેક દ્રવ્ય સામાન્યપણે જો કે અખંડ છે પરંતુ તે અનેક સહભાવી ગુણોનો અભિન્ન આધાર છે. તેથી તેમાં ગુણકૃત વિભાગ કરી શકાય છે. એક પુગલપરમાણુ યુગપત રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આદિ અનેક ગુણોનો આધાર છે. પ્રત્યેક ગુણનું પણ પ્રતિક્ષણ પરિણમન થાય છે. ગુણ અને દ્રવ્યનો કથંચિત્ તાદાભ્ય સંબંધ છે. દ્રવ્યથી ગુણોને પૃથફ કરી શકાતા નથી એટલે દ્રવ્ય અને ગુણ અભિન્ન છે; અને સંજ્ઞા, સંખ્યા, પ્રયોજન આદિના ભેદથી ગુણનું દ્રવ્યથી વિભિન્નરૂપે નિરૂપણ કરવામાં આવે છે એટલે ગુણ દ્રવ્યથી ભિન્ન છે. આ દૃષ્ટિએ દ્રવ્યમાં જેટલા ગુણો છે તેટલા ઉત્પાદો અને વિનાશો પ્રતિસમય થાય છે. પ્રત્યેક ગુણ પોતાના પૂર્વપર્યાયને છોડી ઉત્તરપર્યાયને ધારણ કરે છે પરંતુ તે બધા છે અપૃથસત્તાક જ, તેમની અને દ્રવ્યની સત્તા એક છે. બારીકાઈથી જોઈએ તો પર્યાયો અને ગુણોને છોડીને દ્રવ્યનું કોઈ પૃથકુ અસ્તિત્વ નથી, અર્થાત ગુણ અને પર્યાય જ દ્રવ્ય છે, અને પર્યાયોમાં પરિવર્તન થવા છતાં પણ જે એક અવિચ્છિન્નતાનો નિયામક અંશ છે તે જ તો ગુણ છે. હા, ગુણો પોતાના પર્યાયોમાં સામાન્ય એકરૂપતાના પ્રયોજક હોય છે. જે વખતે પુદ્ગલાણુમાં રૂપ કોઈ નવા પર્યાયને ધારણ કરે છે તે વખતે રસ, ગબ્ધ અને સ્પર્શ આદિ પણ બદલાય છે. આ