________________
૧૫૪
જૈનદર્શન રીતે પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિક્ષણ ગુણકૃત અનેક ઉત્પાદનો અને વિનાશ થાય છે. આ બધું તે ગુણની સમ્પત્તિ (property) યા સ્વરૂપ છે. રૂપ આદિ ગુણો પ્રતિભાસિક નથી
એક પક્ષ એવો પણ છે કે પરમાણુમાં રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આદિ ગુણોનું અસ્તિત્વ જ નથી. તે તો એક એવો અવિભાગી પદાર્થ છે જે આંખોથી રૂપના, જીભથી રસના, નાકથી ગન્ધના અને હાથ આદિથી સ્પર્શના રૂપમાં જાણવામાં આવે છે, અર્થાત વિભિન્ન ઇન્દ્રિયો દ્વારા તેનામાં રૂપ આદિ ગુણોની પ્રતીતિ થાય છે, પરંતુ વસ્તુતઃ તેનામાં આ ગુણોનું અસ્તિત્વ નથી. પરંતુ આ એક મોટો સિદ્ધાન્ત છે કે ઇન્દ્રિયો જાણનારી છે, ગુણોની ઉત્પાદક નથી. જે વખતે આપણે કોઈ કેરીને જોઈ રહ્યા છીએ તે વખતે તેમાં રસ, ગન્ધ યા સ્પર્શ છે જ નહિ એમ કહી શકાય નહિ. આપણે ન સૂંઘતા હોઈએ ત્યારે પણ તેનામાં ગબ્ધ છે અને આપણે ન ચાખતા હોઈએ ત્યારે પણ તેનામાં રસ છે અને આપણે ન અડતા હોઈએ ત્યારે પણ તેનામાં સ્પર્શ છે, આ વાત તો આપણા રોજિંદા અનુભવની છે, એને સમજાવવાની આવશ્યકતા નથી. તેવી જ રીતે ચેતન આત્મામાં એક સાથે જ્ઞાન, સુખ, શક્તિ, વિશ્વાસ, ધર્મ અને સાહસ આદિ અનેક ગુણોનો યુગપતું સદ્ભાવ મળે છે, અને તેમનું પ્રતિક્ષણ પરિવર્તન થતું રહેતું હોવા છતાં તેમાં એક અવિચ્છિન્નતા ટકી રહે છે. ચૈતન્ય આ અનેક રૂપોમાં વિકસિત થાય છે. તેથી ગુણોને સહભાવી અને અન્વયી કહેવામાં આવે છે. પર્યાયો વ્યતિરેકી અને ક્રમભાવી હોય છે. તે ગુણોના વિકારો યા પરિણામો છે. એક ચેતન દ્રવ્યમાં જે ક્ષણે જ્ઞાનનો અમુક પર્યાય થઈ રહ્યો છે તે જ ક્ષણે દર્શન, સુખ અને શક્તિ આદિ અનેક ગુણો પોતપોતાના પર્યાયોના રૂપમાં બરાબર પરિણત થઈ રહ્યા છે. જો કે આ સમસ્ત ગુણોમાં એક ચૈતન્ય અનુસ્મૃત છે તેમ છતાં એવું નથી કે એક જ ચૈતન્ય સ્વયં નિર્ગુણ હોઈને વિવિધ ગુણોના રૂપમાં કેવળ પ્રતિભાસિત બની જતું હોય. ગુણોની પોતાની સ્થિતિ સ્વયં છે અને એ જ એકસત્તાક ગુણો અને પર્યાયો દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય તેમનાથી જુદો કોઈ સ્વતન્ત પદાર્થ નથી પરંતુ તે બધાનું તાદાત્મ છે.
ગુણો કેવળ દષ્ટિસૃષ્ટિ નથી, અર્થાત્ એવું નથી કે મનુષ્યની પોતપોતાની ભાવના અનુસાર ગુણો તે દ્રવ્યમાં ગમે ત્યારે પ્રતિભાસિત થઈ જતા હોય અને પ્રતિભાસ પછી કે પહેલાં તેમનું અસ્તિત્વ જ ન હોય. વસ્તુતઃ પ્રત્યેક ચેતનઅચેતન દ્રવ્યમાં પોતાના સહભાવી ગુણોના પરિણમનના રૂપમાં અનેક ઉત્પાદો અને વ્યયો સ્વભાવથી થાય છે અને દ્રવ્ય તેમનામાં પોતાની અખંડ અનુસૂત