________________
૧૫૨
જૈનદર્શન
ત્યારે આ ‘વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ'નો શો અર્થ હોઈ શકે ? છેવટે એનો આ જ અર્થ સંભવે છે કે ‘જે પરમાણુઓ પરસ્પર વિલગ્ન અને અતીન્દ્રિય હતા તે પરમાણુઓ જ પરસ્પર બદ્ધ અને ઇન્દ્રિયગ્રાહ્ય બની જાય છે.' આ પ્રકારની પરિણતિ માન્યા વિના વેળુના પુંજથી ઘટના પરમાણુઓની બાબતમાં કોઈ વિશેષતા બતાવી શકાતી નથી. પરમાણુઓમાં જ્યારે સ્નિગ્ધતા અને રૂક્ષતાના કારણે અમુક પ્રકારના રાસાયનિક બન્ધના રૂપમાં સંબંધ થાય છે ત્યારે જ પરમાણુઓ સ્કન્ધાવસ્થાને ધારણ કરી શકે છે, કેવળ પરસ્પર નિરન્તર અવસ્થિત હોવાના કારણે જ નહિ. એ સાચું કે તે પ્રકારનો બન્ધ થવા છતાં પણ કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, પરંતુ નવી અવસ્થા તો ઉત્પન્ન થાય છે જ અને આ એવી અવસ્થા છે જે કેવળ સાધારણ સંયોગથી જન્ય નથી પણ વિશેષ પ્રકારના ઉભયપારિણામક રાસાયનિક બન્યથી ઉત્પન્ન થાય છે. પરમાણુઓના સંયોગસંબંધો અનેક પ્રકારના હોય છે - ચાંક માત્ર પ્રદેશસંયોગ હોય છે, ક્યાંક નિબિડ, ક્યાંક શિથિલ અને ક્યાંક રાસાયનિક બન્યરૂપ.
જ
બન્ધાવસ્થામાં જ સ્કન્ધની ઉત્પત્તિ થાય છે અને અચાક્ષુષ સ્કન્ધને ચાક્ષુષ બનવા માટે બીજા સ્કન્ધના વિશિષ્ટ સંયોગની તે રૂપમાં આવશ્યકતા છે જે રૂપથી તે તેની સૂક્ષ્મતાનો વિનાશ કરી સ્થૂળતા લાવી શકે, અર્થાત્ જે સ્કન્ધ યા પરમાણુ પોતાની સૂક્ષ્મ અવસ્થાનો ત્યાગ કરી સ્થૂલ અવસ્થાને ધારણ કરે છે તે ઇન્દ્રિયગમ્ય બની શકે છે. પ્રત્યેક પરમાણુમાં અખંડતા અને અવિભાગિતા હોવા છતાં પણ એ ખૂબી તો અવશ્ય છે કે પોતાની સ્વાભાવિક લવચીકતાના કારણે તેઓ એકબીજાને સ્થાન આપી દે છે અને અસંખ્ય પરમાણુઓ મળીને પોતાના સૂક્ષ્મ પરિણમનરૂપ સ્વભાવના કારણે બહુ થોડીક જગામાં સમાઈ જાય છે. પરમાણુઓની સંખ્યાનું અધિક હોવું જ સ્થૂળતાનું કારણ નથી. ઘણા ઓછી સંખ્યાવાળા પરમાણુઓ પણ પોતાના સ્થૂલ પરિણમન દ્વારા સ્થૂલ સ્કન્ધ બની જાય છે, જ્યારે તેમનાથી કેટલાય ગણા પરમાણુ કાર્યણ શરીર આદિમાં સૂક્ષ્મ પરિણમન દ્વારા ઇન્દ્રિયાગ્રાહ્ય સ્કન્ધના રૂપમાં જ રહી જાય છે. તાત્પર્ય એ કે ઇન્દ્રિયગ્રાહ્યતા માટે પરમાણુઓની સંખ્યા અપેક્ષિત નથી પરંતુ તેમનું અમુક રૂપમાં સ્થૂળ પરિણમન જ વિશેષપણે અપેક્ષણીય છે. આ અનેક પ્રકારના બન્ધો પરમાણુઓના પોતાના સ્નિગ્ધ અને રૂક્ષ સ્વભાવના કારણે પ્રતિક્ષણ થતા રહે છે અને પરમાણુઓના પોતાનાં નિજી પરિણમનોના યોગથી તે સ્કન્ધમાં રૂપ આદિનું તારતમ્ય ઘટિત થઈ જાય છે.
એક સ્થૂળ સ્કન્ધમાં સેંકડો પ્રકારના બન્ધવાળા નાના નાના અવયવસ્કન્ધો સામેલ હોય છે અને તેમનામાં પ્રતિક્ષણ કોઈ અવયવનું તૂટવું, નવાનું જોડાવું તથા