________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૫૧ અને પરમાણુઓથી બન્નેય બન્યાં છે. તે જ પરમાણુઓ ચન્દનાવસ્થામાં શીતલ હોય છે અને તે જ જ્યારે અગ્નિનું નિમિત્ત પામીને આગ બની જાય છે ત્યારે અન્ય લાકડાની આગની જેમ જ દાહક હોય છે. પુદ્ગલદ્રવ્યોના પરસ્પર ન્યૂનાધિક સંબંધથી થનારાં પરિણમનોની ન કોઈ સંખ્યા નિર્ધારિત છે કે ન કોઈ આકાર કે પ્રકાર. કોઈ પણ પર્યાયની એકરૂપતા અને ચિરસ્થાપિતા તેના પ્રતિસમયભાવી સમાનપરિણમનો પર આધાર રાખે છે. જ્યાં સુધી તેના ઘટક પરમાણુઓમાં સમાન પર્યાયો થતા રહેશે ત્યાં સુધી વસ્તુ એક જેવી રહેશે અને જેવું કેટલાક પરમાણુઓમાં પરિસ્થિતિ અનુસાર કંઈક અસમાન પરિણમન શરૂ થશે કે તરત જ વસ્તુના આકાર-પ્રકારમાં વિલક્ષણતા આવતી જશે. આજના વિજ્ઞાને ઝડપથી સડી જતા બટાટાને બરફમાં કે વાયુબદ્ધ (airtight) ડબ્બામાં રાખીને ઝડપથી સડી જવામાંથી બચાવી લીધા છે.
તાત્પર્ય એ કે સતત ગતિશીલ પુદ્ગલપરમાણુઓના આકાર અને પ્રકારની સ્થિરતા યા અસ્થિરતાની કોઈ નિશ્ચિત જવાબદારી નથી લઈ શકાતી. એ તો પરિસ્થિતિ અને વાતાવરણ ઉપર નિર્ભર છે કે તેઓ ક્યારે, ક્યાં અને કેવી રીતે રહેશે. કોઈ લાંબા-પહોળા સ્કલ્પના અમુક ભાગના કેટલાક પરમાણુઓ જો વિદ્રોહ કરીને સ્કન્ધત્વને ટકાવી રાખનારી પરિણતિનો સ્વીકાર નથી કરતા તો તે ભાગમાં તરત વિલક્ષણતા આવી જાય છે. તેથી સ્થાયી સ્કન્ધ તૈયાર કરતી વખતે એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે તે પરમાણુઓનું પરસ્પર એકરસ મેળવણ થયું છે કે નહિ. જેવો માવો તૈયાર થશે તેવો જ કાગળ બનશે. તેથી ન તો પરમાણુઓને સર્વથા નિત્ય અર્થાત અપરિવર્તનશીલ માની શકાય કે ન તો એટલું સ્વતંત્ર પરિણમન કરનાર કે જેથી સમાન પર્યાયનો વિકાસ જ ન થઈ શકે. અવયવનું સ્વરૂપ
જો બૌદ્ધોની જેમ અત્યન્ત સમીપ રહેલા પરંતુ પરસ્પર અસંબદ્ધ પરમાણુઓનો પુંજ જ સ્થૂલ ઘટાધિરૂપે પ્રતિભાસિત થાય છે એમ માનવામાં આવે તો સંબંધ વિના તથા પૂલ આકારની પ્રાપ્તિ વિના જ તે અપંજ સ્કલ્પરૂપે કેવી રીતે પ્રતિભાસિત થઈ શકે? આ કેવળ ભ્રમ નથી પરંતુ પ્રકૃતિની પ્રયોગશાળામાં થતું વાસ્તવિક રાસાયનિક મિશ્રણ છે જેમાં બધા પરમાણુઓ પરિવર્તન પામીને એક નવી જ અવસ્થાને ધારણ કરી રહ્યા છે. જો કે તત્ત્વસંગ્રહમાં (પૃ. ૧૯૫) એ સ્વીકારવામાં આવ્યું છે કે પરમાણુઓ વિશિષ્ટ અવસ્થા પ્રાપ્ત થવાથી સ્થૂળરૂપમાં ઇન્દ્રિયગ્રાહ્ય બને છે, તેમ છતાં પણ જ્યારે સંબંધનો નિષેધ કરવામાં આવે છે