________________
૧૬૨
જૈનદર્શન બુદ્ધનો દૃષ્ટિકોણ
ઉપનિષદ્રનું તત્ત્વજ્ઞાન આત્મદર્શન પર ભાર આપે છે અને આત્મદર્શનને જ તત્ત્વજ્ઞાન અને મોક્ષનું પરમ સાધન માને છે તેમજ મુમુક્ષ માટે આત્મજ્ઞાનને જીવનનું સર્વોચ્ચ સાધ્ય સમજે છે, જ્યારે એથી ઊલટું બુદ્ધ આ આત્મદર્શનને જ સંસારનું મૂળ કારણ માન્યું છે. આત્મદષ્ટિ, સર્વોદષ્ટિ, સત્કાયદષ્ટિ આ બધી મિથ્યા દૃષ્ટિઓ છે. ઔપનિષદ તત્ત્વજ્ઞાનની આડમાં યાજ્ઞિક ક્રિયાકાંડને જે પ્રશ્રય યા આશ્રય મળી રહ્યો હતો તેની જ આ પ્રતિક્રિયા હતી કે બુદ્ધને “આત્મા’ શબ્દ પ્રતિ જ ઘણા થઈ ગઈ. આત્માને સ્થિર માનીને તેને સ્વર્ગપ્રાપ્તિ આદિના પ્રલોભનો દ્વારા અનેક ક્રૂર યજ્ઞોમાં થતી હિંસા કરવા માટે ઉશ્કેરવામાં આવતો હતો. આ શાશ્વતાત્મવાદથી જ રાગ અને દ્વેષની અમર વેલો ફેલાઈ છે. મજા તો એ વાતની છે કે બુદ્ધ અને ઉપનિષદ્વાદી બન્નેય રાગ, દ્વેષ અને મોહનો ક્ષય કરીને વીતરાગતા અને વાસનાનિર્યુક્તિને પોતાનું ચરમ લક્ષ્ય માનતા હતા, પરંતુ સાધન બન્નેનાં એટલાં તો જુદા હતાં કે એક જે આત્મદર્શનને મોક્ષનું કારણ માનતો હતો તેને જ બીજો સંસારનું મૂલબીજ માનતો હતો. આનું બીજું પણ એક કારણ હતું અને તે બુદ્ધનું માનસ, બુદ્ધ દાર્શનિકની અપેક્ષાએ સન્ત જ અધિક હતા. તે એવા ગોળગોળ શબ્દોને બિલકુલ દૂર કરવા ઇચ્છતા હતા કે જેમનો નિર્ણય ન થઈ શકે યા તો જેમની આડમાં મિથ્યા ધારણાઓ અને અવિશ્વાસોની સૃષ્ટિ થતી હોય. “આત્મા’ શબ્દ તેમને એવો જ લાગ્યો. બુદ્ધની નૈરામ્યભાવનાનો ઉદ્દેશ્ય બોધિચર્યાવતારમાં (પૃ.૪૪૯) આ રીતે દર્શાવવામાં આવ્યો છે –
यतस्ततो वाऽस्तु भयं यद्यहं नाम किञ्चन ।
अहमेव न किञ्चित् चेत् कस्य भीतिर्भविष्यति ।।. અર્થાત, જો હું' નામનો કોઈ પદાર્થ હોય તો તેને આનાથી કે તેનાથી ભય હોઈ શકે પરંતુ જ્યારે હું જ નથી ત્યારે ભય કોને થશે?
બુદ્ધ જે રીતે આ શાશ્વત આત્માના વાદરૂપી એક અન્તને ખતરો માનતા હતા તેવી જ રીતે ભૌતિકવાદને પણ બીજો અન્ત સમજી તેને ખતરો જ માનતા હતા. તેમણે ન તો ભૌતિકવાદીઓના ઉચ્છેદવાદને માન્યો છે કે ન તો ઉપનિષદ્વાદીઓના શાશ્વતવાદને માન્યો છે. તેથી તેમનો મત અશાશ્વતાનુચ્છેદવાદના રૂપમાં વ્યવહત થાય છે, વર્ણવાય છે. તેમણે આત્મા અંગેના પ્રશ્નોને અવ્યાકૃત કોટિમાં મૂકી દીધા હતા અને ભિક્ષુઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે “આત્મા અંગે કંઈ પણ કહેવું યા સાંભળવું ન તો બોધિ માટે કે ન તો બ્રહ્મચર્ય માટે કે ન તો નિર્વાણ માટે