________________
૧૬૭.
સાત તત્ત્વોનું નિરૂપણ આત્માને અનાદિબદ્ધ માનવાનું કારણ
આજ આત્મા સ્થૂલ શરીર અને સૂક્ષ્મ કર્મશરીરથી બદ્ધ મળે છે. તેના જ્ઞાન, સંવેદન, સુખ, દુઃખ અને ત્યાં સુધી કે જીવનશક્તિ પણ શરીરાધીન છે. શરીરમાં વિકાર થવાથી જ્ઞાનતંતુઓમાં ક્ષીણતા આવી જાય છે અને સ્મૃતિભ્રંશ અને ગાંડપણ આદિ જોવામાં આવે છે. સંસારી આત્મા શરીરબદ્ધ થઈને જ પોતાની ગતિવિધિ કરે છે. જો આત્મા શુદ્ધ હોત તો શરીરસંબંધનું કોઈ કારણ જ ન હતું. શરીરસંબંધ યા પુનર્જન્મના કારણો છે - રાગ, દ્વેષ, મોહ અને કષાયાદિ ભાવ. શુદ્ધ આત્મામાં આ વિભાવપરિણામો હોઈ શકતા જ નથી. કેમ કે આજ આ વિભાવો અને તેમનું ફળ શરીરસંબંધ પ્રત્યક્ષથી અનુભવાય છે એટલે માનવું જ પડશે કે આજ સુધી તેમની અશુદ્ધ પરંપરા જ ચાલતી આવી છે.
ભારતીય દર્શનોમાં આ જ એક એવો પ્રશ્ન છે જેનો ઉત્તર વિધિમુખથી આપી શકાતો નથી. બ્રહ્મમાં અવિદ્યા ક્યારે ઉત્પન્ન થઈ ? પ્રકૃતિ અને પુરુષનો સંયોગ ક્યારે થયો? આત્મા સાથે શરીરનો સંબંધ ક્યારે થયો? આ બધા પ્રશ્નોનો એક માત્ર ઉત્તર છે – અનાદિ કાળથી. કોઈ પણ દર્શને એવા સમયની કલ્પના કરી નથી કે
જ્યારે સમગ્ર ભાવે આ સમસ્ત સંયોગો નાશ પામી જશે અને સંસાર સમાપ્ત થઈ જશે. વ્યક્તિશઃ અમુક આત્માઓ સાથેના પુદ્ગલસંસર્ગ યા પ્રકૃતિસંસર્ગનું તે રૂપ સમાપ્ત થઈ જાય છે જેના કારણે તેમને સસરણ કરવું પડે છે. આ પ્રશ્નનો બીજો ઉત્તર આ રીતે આપી શકાય છે – જો આત્માઓ શુદ્ધ હોત તો તેમનો પુગલ યા પ્રકૃતિ સાથે સંયોગ જ સંભવત નહિ. શુદ્ધ થયા પછી કોઈ એવો હેત નથી રહી જતો જે પ્રકૃતિસંસર્ગ, પુદ્ગલસંબધ યા અવિદ્યોત્પત્તિ થવા દે. આ અનુસાર જો આત્મા શુદ્ધ હોત તો કોઈ કારણ તેના અશુદ્ધ થવાનું કે શરીરસંબંધનું હોત જ નહિ, અને તે સદા શુદ્ધ જ રહેત, અશુદ્ધ બનેત જ નહિ. જ્યારે આ બે સ્વતન્નસત્તાક દ્રવ્યો છે ત્યારે તેમનો સંયોગ, ભલે ને ગમે તેટલો પુરાણો હોય યા અનાદિ હોય, નષ્ટ કરી શકાય છે અને બન્નેને પૃથક પૃથક કરી શકાય છે. ઉદાહરણાર્થ, ખાણમાંથી સૌપ્રથમ કાઢવામાં આવેલા સોનામાં કીટ આદિ મેલ ગમે તેટલો પુરાણો યા અસંખ્ય કાળથી લાગેલો કેમ ન હોય, શુદ્ધિકર પ્રયોગો દ્વારા અવશ્ય પૃથક્ કરી શકાય છે અને સોનાને સંપૂર્ણ શુદ્ધ રૂપમાં લાવી શકાય છે. ત્યારે એ નિશ્ચય થાય છે કે સોનાનું શુદ્ધ રૂપ આ છે અને મેલ આ છે. સારાંશ એ કે જીવ અને પુદ્ગલનો બંધ અનાદિ કાળથી છે અને તે બધ જીવના પોતાના રાગ-દ્વેષ આદિ ભાવોના કારણે ઉત્તરોત્તર વધતો યા દઢ થતો જાય છે. જ્યારે આ રાગ આદિ ભાવો ક્ષીણ થાય છે ત્યારે તે બંધ આત્મામાં નવા વિભાવો ઉત્પન્ન કરી શકતો નથી અને ધીમે ધીમે યા એક જ ઝટકામાં તે સમાપ્ત