________________
૧૬૬
જૈનદર્શન ભાવો ભાવનિર્જરા છે અને કર્મોનું ખરી પડવું એ દ્રનિર્જરા છે. જે ધ્યાન આદિ સાધનાઓથી મુક્તિ પ્રાપ્ત થાય છે તે ભાવ ભાવમોક્ષ છે અને કર્મપુદ્ગલોનો આત્માથી સંબંધ તૂટી જવો એ દ્રવ્યમોક્ષ છે.
તાત્પર્ય એ કે આગ્નવ, બન્ધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ પાંચ તત્ત્વો ભાવરૂપે જીવનો પર્યાય છે અને દ્રવ્યરૂપે પુદ્ગલનો પર્યાય છે. જે ભેદવિજ્ઞાનથી અર્થાત આત્મા અને પરના વિવેકજ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે તે આત્મા અને પરમાં આ સાત તત્ત્વો સમાઈ જાય છે. વસ્તુતઃ જે પરની પરતત્રતાને દૂર કરવી છે અને જે સ્વને સ્વતન્ન થવું છે તે સ્વ અને પરના જ્ઞાનમાં જ તત્ત્વજ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે. તેથી સંક્ષેપમાં મુક્તિના મૂળ સાધનરૂપે સ્વપરવિવેકજ્ઞાનને દર્શાવવામાં આવ્યું છે. તત્ત્વોની અનાદિતા
ભારતીય દર્શનોમાં સૌએ કોઈ ને કોઈ પદાર્થ અનાદિ માન્યા જ છે. ચાર્વાક પણ પૃથ્વી આદિ મહાભૂતોને અનાદિ માને છે. એવા કોઈ ક્ષણની કલ્પના કરી શકાતી નથી કે જેની પહેલાં કોઈ અન્ય ક્ષણ રહ્યો ન હોય. સમય ક્યારે શરૂ થયો અને ક્યાં સુધી રહેશે એ કહેવું અસંભવ છે. જે રીતે કાલ અનાદિ અને અનન્ત છે અને તેની પૂર્વાવધિ અને ઉત્તરાવધિ નિશ્ચિત કરી શકાતી નથી તે જ રીતે આકાશની પણ કોઈ ક્ષેત્રગત મર્યાદા બતાવી શકાતી નથી, તો દિ અનન્ત ત’ આદિઅન્ત બધી તરફથી આકાશ અનન્ત છે. આકાશ અને કાલની જેમ આપણે પ્રત્યેક સત અંગે એ કહી શકીએ છીએ કે તેનો ન તો કોઈ ખાસ ક્ષણમાં નૂતન ઉત્પાદ થયો છે કે ન તો કોઈ સમયે તેનો સમૂલ વિનાશ થશે.
ભાવ ત્યિ જાણો ત્ર્યિ સમાવર્સ વેવ ૩પ્પાતો | પંચાસ્તિકાય, ગાથા ૧૫. નાસતો વિદ્યારે માવો નામાવો વિદ્યતે સતઃ | ભગવદ્ગીતા, ૨.૧૬.
અર્થાત્ કોઈ અસત્નો સરૂપે ઉત્પાદ થતો નથી અને કોઈ સત્નો અત્યન્ત વિનાશ પણ થતો નથી. જેટલા ગણેલા સત્ છે તેમની સંખ્યામાં ન તો એકની પણ વૃદ્ધિ થઈ શકે છે કે ન તો એકની પણ હાનિ થઈ શકે છે. હા, રૂપાન્તર તો પ્રત્યેકનાં થતાં રહે છે. આ એક સર્વમાન્ય સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત અનુસાર આત્મા એક સ્વતંત્ર સત્ છે અને પુદ્ગલપરમાણુ પણ સ્વતંત્ર સત છે. અનાદિકાળથી આ આત્મા પુદ્ગલની સાથે એવી રીતે સંબદ્ધ મળે છે જેવી રીતે ખાણમાંથી કાઢવામાં આવેલું સોનું મેલથી સંયુક્ત મળે છે.