________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૨૧ નથી. બીજું તો જવા દો, જો ઉપકરણ નષ્ટ થઈ જાય છે તો તે પોતાની જાગ્રત શક્તિને પણ ઉપયોગમાં લઈ શકતો નથી. જોવું, સુંઘવું, ચાખવું, સાંભળવું અને સ્પર્શવું આ ક્રિયાઓ જેમ ઈન્દ્રિયો વિના નથી થઈ શકતી તેમ વિચારવું, સંકલ્પ કરવો, ઇચ્છવું આદિ ક્રિયાઓ મન વિના નથી થઈ શકતી, અને મનની ગતિ-વિધિ સમગ્ર શરીરયગ્નના ચાલુ રહેવા ઉપર નિર્ભર કરે છે. આ અત્યન્ત પરનિર્ભરતાના કારણે જગતના અનેક વિચારકો આત્માની સ્વતંત્ર સત્તા માનવા માટે પણ તૈયાર નથી. વર્તમાન શરીર નષ્ટ થતાં જ જીવનભરના ઉપાર્જિત જ્ઞાન, કલા-કૌશલ અને ચિરભાવિત ભાવનાઓ બધું જ પોતાના સ્થૂળ રૂપમાં સમાપ્ત થઈ જાય છે. તેમના અતિસૂક્ષ્મ સંસ્કારબીજ જ શેષ રહી જાય છે. તેથી પ્રતીતિ, અનુભવ અને યુક્તિ આપણને સહજપણે જ એ નિર્ણય પર પહોંચાડી દે છે કે આત્મા કેવળ ભૂતચતુષ્ટયરૂપ જ નથી પણ તેમનાથી ભિન્ન, પરંતુ તેમની સહાયતાથી પોતાની શક્તિનો વિકાસ કરનારો, સ્વતન્ત, અખંડ અને અમૂર્તિક પદાર્થ છે. તેની આનન્દાનુભૂતિ અને સૌન્દર્યાનુભૂતિ સ્વયં તેના અસ્તિત્વનાં ખાસ્સાં પ્રમાણ છે. રાગ અને દ્વેષનું હોવું તથા તેમના કારણે હિંસા આદિની પ્રવૃત્તિમાં લાગી જવું એ ભૌતિક યત્રનું કામ ન હોઈ શકે. કોઈ પણ ભૌતિક યત્ર પોતાની મેળે ચાલે, સ્વયં બગડી જાય અને બગડી ગયા પછી પોતાની મરમ્મત પણ પોતે જાતે જ કરી લે, સ્વયં પ્રેરણા લે અને સમજીવિચારીને વિવેકપૂર્વક ચાલે, એ અસંભવ છે. કર્તા અને ભોક્તા આત્મા
આત્મા પોતે જ કર્મોનો કર્તા છે અને કર્મોના ફળોનો ભોક્તા છે. સાખ્યોના આત્મા જેવો તે અકર્તા અને અપરિણામી નથી કે પ્રકૃતિએ કરેલાં કર્મોનો ભોક્તા નથી. આ સર્વદા પરિણામી જગતમાં પ્રત્યેક પદાર્થનું પરિણમનચક્ર પ્રાપ્તસામગ્રીથી પ્રભાવિત થઈને અને અન્યને પ્રભાવિત કરીને પ્રતિક્ષણ ચાલી રહ્યું છે. આત્માની કોઈ પણ ક્રિયા, માનસિક વિચારાત્મક હોય કે વાચિક વચનવ્યવહારરૂપ હોય કે શરીરની પ્રવૃત્તિરૂપ હોય, પોતાના કામણ શરીર પર અને આસપાસના વાતાવરણ ઉપર નિશ્ચિત અસર પાડે છે. આજે આ વાત સૂક્ષ્મ કેમેરાયથી પ્રમાણિત થઈ ચૂકી છે. જે ખુરસી પર એક વ્યક્તિ બેસે છે, તે વ્યક્તિના ઊઠી ગયા પછી અમુક સમય સુધી ત્યાંના વાતાવરણમાં યા તે ખુરસીમાં તે વ્યક્તિનું પ્રતિબિંબ કેમેરાથી લેવામાં આવ્યું છે. વિભિન્ન પ્રકારના વિચારો અને ભાવનાઓની પ્રતિનિધિભૂત રેખાઓ મસ્તિષ્કમાં પડે છે, એ વાત પણ પ્રયોગોથી સિદ્ધ કરવામાં આવી છે.