________________
૧૨૪
જૈનદર્શન પ્રતિબિમ્બગ્રાહિણી સૂક્ષ્મ શક્તિ છે જે આંખોના દૂરબીનથી શરીરની સ્થૂળ દીવાલને પાર કરીને સામી વ્યક્તિના મનોભાવોનો ઘણોખરો આભાસ પામી જાય છે. તેથી
જ્યારે એક પ્રેમીએ પોતાના મિત્રને પૂછ્યું કે તું મને કેટલું ચાહે છે ત્યારે મિત્રે ઉત્તર આપ્યો કે તું તારા પોતાના હૃદયમાં જ જોઈ લે. કવિશ્રેષ્ઠ કાલિદાસ તથા વિશ્વકવિ ટાગોરે પ્રેમની વ્યાખ્યા આ શબ્દોમાં કરી છે - “જેને દેખતાં જ હૃદય કોઈ અનિવર્ચનીય ભાવોમાં વહેવા લાગે તે જ પ્રેમ છે અને સૌન્દર્ય તે છે જેને જોતાં જ આંખો અને હૃદય કહેવા લાગે કે ન જાણે તમે મને કેમ ગમો છો?” તેથી પ્રેમ અને સૌન્દર્યની ભાવનાઓનાં કંપન એકાકાર હોવા છતાં પણ તેમના બાહ્ય આધારો પરસ્પર એટલા તો ભિન્ન હોય છે કે સ્થૂલ વિચારથી તેમનું વિશ્લેષણ કરવું કઠિન બની જાય છે. તાત્પર્ય એ કે પ્રભાવનું પરસ્પર આદાન-પ્રદાન પ્રતિક્ષણ ચાલુ છે. એમાં દેશ, કાલ અને આકારનો ભેદ પણ વ્યવધાન ઊભું કરી શકતો નથી. પરદેશ ગયેલા પતિ ઉપર આપત્તિ આવતાં પતિપરાયણ નારીનું મન બેચેન બની જવું એ આ જ પ્રભાવસૂત્રના કારણે થાય છે.
તેથી જગતના મહાપુરુષોએ સૌ ભવ્યજીવોને એક જ વાત કરી છે કે – “સારું વાતાવરણ નિર્માણ કરો, મંગલમય ભાવોને ચારે તરફ વિખેરો, વિસ્તારો.” કોઈ પ્રભાવશાળી યોગીના અચિત્યે પ્રેમ અને અહિંસાની વિશ્વમૈત્રીરૂપ સંજીવનધારાથી આસપાસની વનસ્પતિઓનું કસમયે પુષ્પિત થઈ જવું અને જાતિવિરોધી સાપનોળિયો આદિ પ્રાણીઓએ પોતાનું સાધારણ વેર ભૂલીને તેમના અમૃતપૂત વાતાવરણમાં પરસ્પર મૈત્રીની ક્ષણોનો અનુભવ કરવો એ કોઈ અસંભવ યા ન બનવા જેવી વાત નથી, એ તો પ્રભાવની અચિજ્ય શક્તિનું સાધારણ ફુરણ છે. જેવી કરણી તેવી ભરણી
નિષ્કર્ષ એ કે આત્મા પોતાની મન, વચન અને કાયાની ક્રિયાઓ દ્વારા વાતાવરણમાંથી તે પુદ્ગલપરમાણુઓને ખેંચી લે છે યા પ્રભાવિત કરીને કર્મરૂપ બનાવી દે છે જેમના સંપર્કમાં આવતાં જ તે પાછો તેવા જ પ્રકારના ભાવોને પામે છે. કલ્પના કરો કે એક નિર્જન સ્થાનમાં કોઈ હત્યારાએ દુષ્ટબુદ્ધિથી કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા કરી. મરતી વખતે તેણે જે શબ્દો કહ્યા તે કોઈ બીજાએ ન સાંભળ્યા અને જે ચેષ્ટાઓ કરી તે કોઈ બીજાએ ન દેખી તેમ છતા હત્યારાના મનમાં અને તે સ્થાનના વાતાવરણમાં તેમનો ફોટો બરાબર અંકિત થઈ ગયો. જ્યારે પણ તે હત્યારો શાન્તિની ક્ષણોમાં બેઠો હોય છે ત્યારે તેના ચિત્ત પર પડેલું તે પ્રતિબિમ્બ તેની આંખો સમક્ષ તરવરે છે અને પેલા શબ્દો તેના કાને અથડાય છે. તે પેલા