________________
૧૨૨
જૈનદર્શન ચૈતન્ય ઇન્દ્રિયોનો ધર્મ નથી
ચૈતન્ય ઇન્દ્રિયોનો ધર્મ પણ ન હોઈ શકે કેમ કે ઇન્દ્રિયોના ટકી રહેવા છતાં પણ ચૈતન્ય નાશ પામી જાય છે. વળી, જો પ્રત્યેક ઇન્દ્રિયનો ધર્મ ચૈતન્ય માનવામાં આવે તો એક ઇન્દ્રિયે જાણેલા પદાર્થનું અનુસન્ધાન ઇન્દ્રિયાન્તર દ્વારા ન થવું જોઈએ. પરંતુ આંબલીને કે કેરીને જોતાં જ જીભમાં પાણી છૂટે છે. તેથી જણાય છે કે આંખ અને જીભ આદિ ઇન્દ્રિયોનો પ્રયોક્તા કોઈ પૃથફ સૂત્રસંચાલક છે. જેવી રીતે શરીર અચેતન છે તેવી જ રીતે ઇન્દ્રિયો પણ અચેતન છે, તેથી અચેતનથી ચૈતન્યની ઉત્પત્તિ ન થઈ શકે. જો થઈ શકતી હોત તો અચેતનના (પુદ્ગલના) રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આદિનો અન્વય ચૈતન્યમાં તેવી જ રીતે હોવો જોઈએ જેવી રીતે માટીના રૂપ આદિનો અન્વય ઘડામાં હોય છે. અનાદિ-અનન્ત સ્વતંત્ર દ્રવ્ય આત્મા
તાજા જન્મેલા બાળકમાં દૂધ પીવા આદિની ચેષ્ટાઓ તેના પૂર્વભવના સંસ્કારોને સૂચવે છે. કહ્યું પણ છે કે –
तदहर्जस्तनेहातो रक्षोदृष्टेः भवस्मृतेः । મૂતાનન્વયનાન્ સિદ્ધઃ પ્રવૃતિઃ સનાતન: પ્રમેયરત્નમાલા ૪.૮માં ઉદ્ભૂત.
અર્થાત્ - તત્કાલ જન્મેલા બાળકની સ્તનપાનની ચેષ્ટાથી, ભૂત-રાક્ષસ આદિના સદ્ભાવથી, પૂર્વજન્મના સ્મરણથી અને ભૌતિક રૂપ આદિ ગુણોનો ચૈતન્યમાં અન્વય ન હોવાથી એક અનાદિ-અનન્ત આત્મા પૃથક દ્રવ્ય સિદ્ધ થાય છે, જે સર્વનો જ્ઞાતા છે. રાગ આદિ વાતપિત્ત આદિના ધર્મ નથી
રાગ, દ્વેષ, ક્રોધ આદિ વિકાર પણ ચૈતન્યના જ થાય છે. તે રાગ આદિ વાત, પિત્ત અને કફ આદિ ભૌતિક દ્રવ્યોના ધર્મ નથી કેમ કે વાતપ્રકૃતિવાળાને પણ પિત્તજન્ય દ્વેષ અને પિત્તપ્રકૃતિવાળાને પણ કફજન્ય રાગ અને કફપ્રકૃતિવાળાને પણ વાતજન્ય મોહ આદિ થતા જોયા છે. વાતાદિની વૃદ્ધિ થતાં રાગાદિની વૃદ્ધિ થતી નથી દેખાતી, તેથી રાગ આદિને વાત, પિત્ત આદિના ધર્મ ન માની શકાય. જો આ રાગ આદિ વાતાદિજન્ય હોય તો બધા જ વાતાદિ પ્રકૃતિવાળાઓને સમાનપણે
૧.
મવારે 7 વાતાદ્વિધર્મ પ્રવૃતિસંવનન ( ! પ્રમાણવાર્તિક, ૧.૧૫).