________________
૧૨૮
જૈનદર્શન સિદ્ધ બનીને પોતાના સ્વભાવ અનુસાર ઊર્ધ્વગતિ કરીને લોકના ઉપરના છેડે જઈ પહોચે છે. આમ આત્મા સ્વયં કર્તા છે અને સ્વયં ભોક્તા છે, પોતાના સંસ્કારો અને બદ્ધ કર્મો અનુસાર અસંખ્ય જીવયોનિઓમાં જન્મ-મરણના ભારને સ્વયં વહન કરે છે. આત્મા સર્વથા અપરિણામી અને નિર્લિપ્ત નથી પરંતુ પ્રતિક્ષણ પરિણામી છે અને વૈભાવિક કે સ્વાભાવિક કોઈ પણ અવસ્થામાં સ્વયં બદલાતો રહેનાર છે. એ નિશ્ચિત છે કે એક વાર સ્વાભાવિક અવસ્થામાં પહોંચ્યા પછી ફરી પાછું વૈભાવિક પરિણમન થતું નથી, સદા શુદ્ધ પરિણમન જ થતું રહે છે. આ સિદ્ધ આત્માઓ કૃતકૃત્ય થઈ જાય છે, કોઈ કાર્ય કરવાનું બાકી રહેતું નથી. સૃષ્ટિચક્ર સ્વયંચાલિત છે
સંસારી જીવ અને પુદ્ગલોના પરસ્પર પ્રભાવિત કરનારા સયોગ-વિયોગથી આ સૃષ્ટિનું મહાચક્ર સ્વયં ચાલી રહ્યું છે. તેના માટે કોઈ નિયંત્રક, વ્યવસ્થાપક, સુયોજક અને નિર્દેશકની આવશ્યકતા નથી. ચેતન જગત સ્વયં પોતાના બલોબલ અનુસાર ભૌતિક જગતનું નિર્દેશક અને પ્રભાવક બની જાય છે. વળી, એ આવશ્યક પણ નથી કે પ્રત્યેક ભૌતિક પરિણમન માટે કોઈ ચેતન અધિષ્ઠાતાની નિતાન્ત આવશ્યકતા હોય. ચેતન અધિષ્ઠાતા વિના પણ અંસખ્ય ભૌતિક પરિવર્તન સ્વયમેવ પોતપોતાની કારણસામગ્રી અનુસાર થતાં રહે છે. આ સ્વભાવતઃ પરિણામી દ્રવ્યોના મહાસમુદાયરૂપ જગતને કોઈએ સૌપ્રથમ કોઈક કાળે બનાવ્યું હોય, ચલાવ્યું હોય એવા કાળની કલ્પના કરી શકાતી નથી. તેથી આ જગતને સ્વયંસિદ્ધ અને અનાદિ કહેવામાં આવે છે. એટલે જ ન તો સૌપ્રથમ આ જગતયન્ટને ચલાવવા માટે કોઈ ચાલકની આવશ્યકતા છે કે ન તો જગત અન્તર્ગત જીવોનાં પુણ્ય-પાપનો હિસાબ રાખનાર કોઈ મહાલેખકની જરૂરત છે કે ન તો સારા-નરસાં કર્મોનાં ફળો દેનારની અને સ્વર્ગ કે નરકમાં મોકલનાર મહાપ્રભુની આવશ્યકતા છે. જે વ્યક્તિ દારૂ પીશે તેને તેનો નશો તીવ્ર યા મન્દ રૂપમાં આપોઆપ ચડશે જ.
એક ઈશ્વર જગતના પ્રત્યેક અણુ-પરમાણુની ક્રિયાનો સંચાલક બને અને પ્રત્યેક જીવના સારા-ખરાબ કામોનો પણ સ્વયં તે જ પ્રેરક હોય અને તે પોતે જ ન્યાયાસન પર બેસીને જીવોનાં સારા-ખરાબ કામોનો ન્યાય કરી તેમને સુગતિ કે દુર્ગતિમાં મોકલે, તેમને સુખ-દુ:ખ ભોગવવા માટે વિવશ કરે - આ કઈ જાતની ક્રિીડા છે ! દુરાચાર કરવા પ્રેરણા પણ તે આપે અને દંડ પણ તે જ દે ! જો ખરેખર કોઈ એવો નિયત્તા છે તો જગતની વિષમ સ્થિતિ માટે મૂલતઃ તે જ જવાબદાર છે. તેથી આ ભુલભુલામણીના ચક્કરમાંથી નીકળીને આપણે વસ્તુસ્વરૂપની દષ્ટિએ જ