________________
૧૩૬
જૈનદર્શન શક્તિ અને હાઈડ્રોજન બોમ્બની મહાપ્રલયકારી શક્તિથી આપણે પરમાણુની અનન્ત શક્તિઓનો કંઈક અંદાજ લગાવી શકીએ છીએ.
એકબીજા સાથે બંધાવું, સૂક્ષ્મતા, સ્થૂલતા, ચતુષ્કોણ ષટ્કોણ આદિ વિવિધ આકૃતિઓ, સોહામણી ચાંદની, મંગલમય ઉષાની લાલી આદિ બધું પુદ્ગલના પર્યાયો છે. નિરન્તર ગતિશીલ અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણમનવાળા અનન્તાનન્ત પરમાણુઓના પરસ્પર સંયોગ અને વિભાગથી કેટલાંક નૈસર્ગિક અને કેટલાક પ્રાયોગિક પરિણમનો આ વિશ્વના રંગમંચ પર પ્રતિક્ષણ થઈ રહ્યાં છે. આ બધું માયા કે અવિદ્યા નથી પણ નક્કર સત્ય છે, સ્વપ્નની જેમ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતા પદાર્થો છે. વિજ્ઞાને ઍટમમાં જે ઈલેકટ્રોન અને પ્રોટોનને અવિરામ ગતિથી ચક્કર લગાવતા જોયા છે તે સૂક્ષ્મ યા અતિસૂક્ષ્મ પુદ્ગલસ્કધમાં બંધાયેલા પરમાણુઓનું જ ગતિચક્ર છે. બધા પોતપોતાના ક્રમથી
જ્યારે જેવી કારણસામગ્રી પ્રાપ્ત કરી લે છે ત્યારે તેવું જ પરિણમન કરતા પોતાની અનન્ત યાત્રા કરી રહ્યા છે. પુરુષની તે વળી કેટલી શક્તિ ! તે કયાં સુધી આ દ્રવ્યોનાં પરિણમનોને પ્રભાવિત કરી શકે છે? હા, જ્યાં સુધી પોતાની સમજણ અને શક્તિ અનુસાર તે યન્ત્રો દ્વારા તેમને પ્રભાવિત અને નિયંત્રિત કરી શકતો હતો ત્યાં સુધી તો તેણે કર્યા. પુદ્ગલનું નિયત્રણ પૌદ્ગલિક સાધનોથી જ થઈ શકે છે અને તે સાધનો પણ પરિણમનશીલ છે. તેથી આપણે દ્રવ્યની મૂળ સ્થિતિના આધારે જ તત્ત્વવિચાર કરવો જોઈએ અને વિશ્વવ્યવસ્થાનો આધાર ખોળી કાઢવો જોઈએ. છાયા પુલનો જ પર્યાય છે
સૂર્ય આદિ પ્રકાશયુક્ત દ્રવ્યના નિમિત્તથી આસપાસના પુદ્ગલસ્કન્ધો ભાસુરરૂપને ધારણ કરી પ્રકાશસ્કન્ધો બની જાય છે. આ પ્રકાશને પડતો જેટલી જગામાં કોઈ સ્થૂલ સ્કન્ધ રોકી લે છે તો તેટલી જગાના સ્કન્ધો કાળા રૂપને ધારણ કરી લે છે, આ જ છાયા યા અન્ધકાર છે. આ બધો પુદ્ગલદ્રવ્યનો ખેલ છે, કેવળ માયાનો મિથ્યા પ્રપંચ નથી કે ન તો છોડë વહુ ચાની લીલા છે. આ તો નક્કર વજનદાર પરમાર્થસત પુદ્ગલપરમાણુઓની અવિરામ ગતિ અને પરિણતિનાં વાસ્તવિક દશ્યો છે. આ આંખો બંધ કરીને કરવામાં આવતી ભાવના નથી, પરંતુ પ્રયોગશાળામાં રાસાયનિક પ્રક્રિયાથી કરવામાં આવતા પ્રયોગો દ્વારા સિદ્ધ પદાર્થો છે. જો કે પરમાણુઓમાં સમાન અનન્ત શક્તિ છે, તેમ છતાં પણ વિભિન્ન સ્કન્ધોમાં ઘટક રૂપે દાખલ થતાં તેમની શક્તિઓના પણ જુદા જુદા અનન્ત ભેદો થઈ જાય છે, જેમ કે પ્રત્યેક પરમાણુમાં સામાન્યતઃ માદક શક્તિ હોવા છતાં