________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૪૫ કહી શકાય ? તાત્પર્ય એ છે કે પ્રત્યેક આકાશપ્રદેપર વિભિન્ન દ્રવ્યોનાં જે વિલક્ષણ પરિણમનો થઈ રહ્યાં છે તેમનું એક સાધારણ નિમિત્ત કાલ છે જે અણુરૂપ છે અને જેના સમયપર્યાયોના સમુદાયમાં આપણે ઘડી આદિ સ્થૂલ કાળનું માપ બનાવીએ છીએ. અલોકાકાશમાં જે અતીતાદિવ્યવહાર થાય છે તે લોકાકાશવર્તી કાલના કારણે જ થાય છે. કેમ કે લોક અને અલોકવર્તી આકાશ એક અખંડ દ્રવ્ય છે એટલે લોકાકાશમાં થનારું કોઈ પણ પરિણમન સંપૂર્ણ આકાશમાં જ થાય છે. કાલ એકપ્રદેશી હોવાના કારણે દ્રવ્ય હોવા છતાં પણ અસ્તિકાય નથી કહેવાતો કેમ કે બહુuદેશી દ્રવ્યોની જ “અસ્તિકાય' સંજ્ઞા છે.
શ્વેતામ્બર જૈન પરંપરામાં કેટલાક આચાર્યો કાલને સ્વતંત્ર દ્રવ્ય માનતા નથી. બૌદ્ધ પરંપરામાં કાલ - બૌદ્ધ પરંપરામાં કાલને કેવળ વ્યવહાર માટે લ્પવામાં આવેલ છે. તે કોઈ સ્વભાવસિદ્ધ પદાર્થ નથી, પ્રજ્ઞપ્તિમાત્ર છે (અઠશાલિની, ૧.૩.૧૬). પરંતુ અતીત, અનાગત અને વર્તમાન આદિ વ્યવહાર મુખ્ય કાલ વિના શક્ય નથી. જેમ બાળકમાં સિંહનો ઉપચાર મુખ્ય સિંહના સદૂભાવમાં જ થાય છે તેમ સમસ્ત કાલિક વ્યવહાર મુખ્ય કાલ દ્રવ્યના વિના ઘટે જ નહિ.
આ રીતે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ આ છ દ્રવ્યો અનાદિસિદ્ધ મૌલિક છે. બધાંનું એક જ સામાન્ય લક્ષણ છે - ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્તતા. આ લક્ષણનો અપવાદ કોઈ પણ દ્રવ્ય ક્યારેય પણ હોઈ શકતું નથી. દ્રવ્યો શુદ્ધ હોય કે અશુદ્ધ, તેઓ આ સામાન્ય લક્ષણથી સદા સંયુક્ત જ હોય છે. વૈશેષિકની દ્રવ્યમાન્યતાનો વિચાર
વૈશેષિક પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન આ નવ દ્રવ્યોને માને છે. તેમનામાંથી પૃથ્વી આદિ ચાર દ્રવ્ય તો રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શવાળા હોવાપણાનું સામાન્ય લક્ષણ ધરાવતાં હોવાથી પુગલ દ્રવ્યમાં સમાવિષ્ટ છે. દિશાનો અન્તર્ભાવ આકાશમાં થાય છે. મન સ્વતન્ત દ્રવ્ય નથી, તે તો યથાસંભવ પુદ્ગલ અને જીવનો જ પર્યાય છે. મન બે પ્રકારનું હોય છે - એક દ્રવ્યમન અને બીજું ભાવમન. દ્રવ્યમન આત્માને વિચાર કરવામાં સહાયતા કરનારો પુગલપરમાણુઓનો સ્કન્ધ છે. શરીરના જે જે ભાગમાં આત્માનો ઉપયોગ જાય છે ત્યાં ત્યાંના શરીરના પરમાણુઓ પણ તત્કાલ મનરૂપે પરિણત થઈ