________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૪૩ જલ આદિ પુદ્ગલ દ્રવ્ય જે પોતાનામાં અન્ય પુદ્ગલાદિ દ્રવ્યોને અવકાશ યા સ્થાન દે છે તે તેમના તરલ પરિણમન અને શિથિલ બન્ધના કારણે બને છે. છેવટે તો જલ આદિની અંદર રહેલું આકાશ જ અવકાશ દેનારું સિદ્ધ થાય છે.
આ આકાશ પાસે જ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યનું ગતિ અને સ્થિતિરૂપ કામ ન કરાવી શકાય કેમ કે જો આકાશ જ પુગલ આદિ દ્રવ્યોની ગતિ અને સ્થિતિમાં નિમિત્ત બની જાય તો લોક અને અલોકનો વિભાગ જ ન થઈ શકે, અને મુક્ત જીવો જે લોકાન્ત સ્થિર થાય છે તેઓ સદા અનન્ત આકાશમાં ઉપરની તરફ ઉડતા જ રહેશે. તેથી આકાશને ગતિ અને સ્થિતિમાં સાધારણ કારણ માની શકાય નહિ.
આ આકાશ પણ અન્ય દ્રવ્યોની જેમ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય આ સામાન્ય દ્રવ્યલક્ષણથી યુક્ત છે, અને તેમાં પ્રતિક્ષણ પોતાના અગુરુલઘુગુણના કારણે પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ થતો રહેતો હોવા છતાં પણ સતત અવિચ્છિન્નતા બની રહે છે, સદા ટકી રહે છે. તેથી આકાશ પણ પરિણામીનિત્ય છે.
આજનું વિજ્ઞાન પ્રકાશ અને શબ્દની ગતિ માટે જે ઈથર રૂપ માધ્યમની કલ્પના કરે છે તે આકાશ નથી. તે તો એક સૂક્ષ્મ પરિણમન કરનારા લોકવ્યાપી પુલસ્કન્ધ જ છે કેમ કે મૂર્તિ દ્રવ્યોની ગતિનો અન્તરંગ આધાર અમૂર્ત પદાર્થ ન હોઈ શકે. આકાશના અનન્ત પ્રદેશો એટલા માટે માનવામાં આવ્યા છે કે જે આકાશનો ભાગ કાશીમાં છે તે જ પટના આદિમાં નથી, અન્યથા કાશી અને પટના એક જ ક્ષેત્રમાં આવી જશે. બૌદ્ધ પરંપરામાં આકાશનું સ્વરૂપ
બૌદ્ધ પરંપરામાં આકાશને અસંસ્કૃત ધર્મોમાં ગણાવ્યું છે અને તેનું વર્ણન અનાવૃતિ (આવરણાભાવ) રૂપે કરવામાં આવ્યું છે. તે કોઈનું આવરણ કરતું નથી અને ન તો તે કોઈનાથી આવૃત થાય છે. સંસ્કૃતનો અર્થ છે જેમાં ઉત્પાદાદિ ધર્મ હોય. પરંતુ સર્વક્ષણિકવાદી બૌદ્ધોએ આકાશને અસંસ્કૃત અર્થાત્ ઉત્પાદ આદિ ધર્મથી રહિત માનવું એ કંઈ સમજાતું નથી. તેનું વર્ણન ભલે અનાવૃતિરૂપે કરવામાં આવે પરંતુ તે ભાવાત્મક પદાર્થ છે એ વાત વૈભાષિકોના વિવેચનથી સિદ્ધ થાય
૧. તત્રીશમનાવૃતિઃ | અભિધર્મકોશ, ૧.૫. ૨. છિદ્રમારીયાત્વીયમ્ માનવતમતી વાત | અભિધર્મકોશ ૧. ૨૮.