________________
૧૪૦
જૈનદર્શન માટે લોકવાર્તા આકાશના વિસ્તાર જેટલું જ બરાબર એક અમૂર્તિક નિષ્ક્રિય અને અખંડ ધર્મદ્રવ્ય માન્યું છે જે ગતિશીલ જીવો અને પુદ્ગલોને ગમન કરવામાં સાધારણ કારણ બને છે. તે કોઈ પણ દ્રવ્યને પ્રેરણા કરીને ગતિ કરાવતું નથી, પરંતુ જે દ્રવ્યો સ્વયં ગતિ કરે છે તેમને માધ્યમ બનીને સહાય કરે છે. તેનું અસ્તિત્વ લોકની અંદર તો સાધારણ છે પરંતુ લોકની સીમાઓ પર નિયત્રકના રૂપમાં છે. સીમાઓ પર જણાય છે કે ધર્મદ્રવ્ય પણ કોઈ અસ્તિત્વશાળી દ્રવ્ય છે જેના કારણે સમસ્ત જીવો અને પુગલો પોતાની યાત્રા તે સીમા પર સમાપ્ત કરવા માટે વિવશ છે, તેનાથી આગળ જઈ શકતા નથી.
જેમ ગતિ માટે એક સાધારણ કારણ ધર્મદ્રવ્ય અપેક્ષિત છે, તેમ જીવો અને પુલોની સ્થિતિ માટે પણ એક સાધારણ કારણ હોવું જોઈએ અને તે છે અધર્મદ્રવ્ય. આ પણ લોકાકાશના બરાબર છે. તે રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દથી રહિત અમૂર્તિક છે, નિષ્ક્રિય છે અને ઉત્પાદ-વ્યય રૂપે પરિણમન કરતું હોવા છતાં પણ નિત્ય છે. સ્વાભાવિક સસ્તુલન રાખનારા પોતાના અનન્ત અગુરુલઘુગુણોથી ઉત્પાદ-વ્યય કરતા, સ્થિતિ કરનારા જીવો અને પુદ્ગલોની સ્થિતિમાં તે સાધારણ કારણ બને છે. તેના અસ્તિત્વનો ખ્યાલ પણ લોકની સીમાઓ પર જ આવે છે. જ્યારે આગળ ધર્મદ્રવ્ય ન હોવાના કારણે જીવો અને પુગલો ગતિ કરી શકતા નથી ત્યારે સ્થિતિ માટે અધર્મદ્રવ્યની સહકારિતા અપેક્ષિત છે. આ બન્ને દ્રવ્યો સ્વયં ગતિ નથી કરતાં પરંતુ ગમન કરનારા અને સ્થિર થનારા જીવો અને પુલોની ગતિ અને સ્થિતિમાં સાધારણ નિમિત્ત બને છે. લોક અને અલોકનો વિભાગ જ તેમના અસ્તિત્વનું અચૂક પ્રમાણ છે.
જો આકાશને જ સ્થિતિનું કારણ માનીશું તો આકાશ તો અલોકમાં પણ મોજૂદ છે. કેમ કે તે અખંડ દ્રવ્ય છે એટલે જો તે લોકની બહારના પદાર્થોની સ્થિતિમાં કારણ બનતું ન હોય તો લોકની અંદર પણ તેની કારણતા બની શકે નહિ. તેથી સ્થિતિના સાધારણ કારણના રૂપમાં અધર્મદ્રવ્યનું પૃથફ અસ્તિત્વ છે.
આ ધર્મ અને અધર્મ દ્રવ્યો પુણ્ય અને પાપના પર્યાયવાચી નથી. તેમના પ્રદેશો અસંખ્યાત છે, તેથી બહુuદેશી હોવાના કારણે તેમને અસ્તિકાય કહેવામાં આવે છે અને એટલે તેમનો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાના રૂપમાં પણ નિર્દેશ થાય છે. તેમનું સદા શુદ્ધ પરિણમન થાય છે. દ્રવ્યના મૂળ પરિણામી સ્વભાવ અનુસાર પૂર્વ પર્યાયને છોડવો અને ઉત્તર પર્યાયને ગ્રહણ કરવો આ ક્રમ પોતાના પ્રવાહી