________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૩૯ પરમાણુઓ ઘટ અવસ્થાને ધારણ કરી શકે છે, અગ્નિ અવસ્થાને પ્રાપ્ત પુદ્ગલપરમાણુઓ ઘટ અવસ્થાને ધારણ કરી શકતા નથી, જો કે અગ્નિ અને ઘટ બન્ને પુગલના પર્યાયો છે. એ તો સંભવે છે કે અગ્નિના પરમાણુઓ કાલાન્તરમાં માટી બની જાય અને પછી ઘડો બને, પરંતુ અગ્નિમાંથી સાક્ષાત્ ઘડો બનાવી શકાતો નથી. મૂલતઃ પુદ્ગલપરમાણુઓમાં ન તો કોઈ જાતનો જાતિભેદ છે કે ન તો શક્તિભેદ છે કે ન તો આકારભેદ પણ. આ બધા ભેદો તો પરમાણુઓના સ્કન્વરૂપ પર્યાયોમાં થાય છે.
ગતિશીલતા
પુદ્ગલપરમાણુ સ્વભાવતઃ ક્રિયાશીલ છે. તેની ગતિ તીવ્ર, મદ અને મધ્યમ અનેક પ્રકારની હોય છે. તેનામાં વજન પણ હોય છે પરંતુ તે પ્રક્ટ સ્કન્ધાવસ્થામાં થાય છે. આ સ્કન્ધોમાં અનેક પ્રકારનાં સ્થળ, સૂક્ષ્મ, પ્રતિઘાતી અને અપ્રતિઘાતી પરિણમનો અવસ્થાભેદના કારણે સંભવ બને છે. આ રીતે આ અણુઓ પોતાની બાહ્ય-આત્યંતર કારણસામગ્રી અનુસાર દશ્ય અને અદશ્ય અનેક પ્રકારની અવસ્થાઓને સ્વયમેવ ધારણ કરતા રહે છે. તેમાં જે કંઈ પણ નિયતતા યા અનિયતતા, વ્યવસ્થા યા અવ્યવસ્થા છે તે સ્વયમેવ છે. વચલા પડાવમાં પુરુષનો પ્રયત્ન તેમનાં પરિણમનોને કેટલાક કાલ સુધી કોઈ વિશેષ રૂપમાં પ્રભાવિત અને નિયત્રિત પણ કરે છે. વચમાં થનારી અનેક અવસ્થાઓનું અધ્યયન અને દર્શન કરીને જે સ્થૂલ કાર્યકારણભાવો નિયત કરવામાં આવે છે તે પણ આ દ્રવ્યોની મૂલ યોગ્યતાઓના જ આધારે કરવામાં આવે છે.
(૩) અને (૪) ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય
અનન્ત આકાશમાં લોકનો અમુક આકાર નિશ્ચિત કરવા માટે એ આવશ્યક છે કે કોઈ એવી વિભાજકરેખા કોઈ વાસ્તવિક આધાર પર નિશ્ચિત થઈ હોય કે જેના કારણે જીવો અને પુગલોનું ગમન ત્યાં સુધી જ થઈ શકે, બહાર નહિ. આકાશ એક અમૂર્ત, અખંડ અને અનન્તપ્રદેશી દ્રવ્ય છે. તેની પોતાની સર્વત્ર એકસરખી સત્તા છે. તેથી તેના અમુક પ્રદેશો સુધી જ પુદ્ગલો અને જીવોનું ગમન થાય અને તેનાથી આગળ નહિ એવું નિયત્રણ ખુદ અખંડ આકાશદ્રવ્ય કરી શકે નહિ કેમ કે તેમાં પ્રદેશભેદ હોવા છતાં પણ સ્વભાવભેદ નથી. જીવો અને પુદ્ગલો સ્વયં ગતિ કરવાના સ્વભાવવાળા છે, તેથી જો તે ગતિ કરે તો સ્વય અટકી જવાનો પ્રશ્ન જ નથી, એટલે જૈનાચાર્યોએ લોક અને અલોકના વિભાગ