________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૩૭ પણ તેની પ્રકટતાની યોગ્યતા મહુડા, દ્રાક્ષ આદિના સ્કન્ધોમાં જ સાક્ષાત્ છે અને તે પણ અમુક જલાદિના રાસાયનિક મિશ્રણ દ્વારા. આ પર્યાયયોગ્યતાઓ કહેવાય છે જે તે તે સ્થૂલ પર્યાયોમાં પ્રકટ થાય છે અને તે સ્થૂલ પર્યાયોના ઘટક સૂક્ષ્મ સ્કન્ધ પણ પોતાની તે અવસ્થામાં વિશિષ્ટ શક્તિને ધારણ કરે છે. એક જ પુલ મૌલિક છે
આધુનિક વિજ્ઞાને પહેલાં ૯૨ મૌલિક તત્ત્વો (elements) શોધ્યાં હતાં. તેણે તેમનાં વજન અને શક્તિના અંશો નિશ્ચિત કર્યા હતાં. મૌલિક તત્ત્વનો અર્થ છે “એક તત્ત્વનું બીજા રૂપ ન બનવું.” પરંતુ હવે એક ઍટમ (atom) જ મૂળ તત્ત્વ બચ્યું છે. આ જ ઍટમ પોતાની અંદર ચારે તરફ ગતિશીલ ઈલેકટ્રોન અને પ્રોટોનની સંખ્યાના ભેદથી ઓકસીજન, હાઈડ્રોજન, ચાંદી, સોનું, લોઢું, તાંબુ, યુરેનિયમ, રેડિયમ આદિ અવસ્થાઓને ધારણ કરી લે છે. ઓકસીજનના અમુક ઇલેકટ્રોન યા પ્રોટોનને તોડવા કે મેળવવાથી તે જ હાઈડ્રોજન બની જાય છે. આ રીતે ઓકસીજન અને હાઈડ્રોજન બે મૌલિક ન હોતાં એક જ તત્ત્વની વિશેષ અવસ્થાઓ જ સિદ્ધ થાય છે. મૂળ તત્ત્વ તો કેવળ અણુ (atom) જ છે. પૃથ્વી આદિ સ્વતત્ર દ્રવ્યો નથી
ન્યાય-વૈશેષિક દર્શનો પૃથ્વીના પરમાણુઓમાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ ચારે ગુણ, જલના પરમાણુઓમાં રૂપ, રસ અને સ્પર્શ એ ત્રણ ગુણ, અગ્નિના પરમાણુઓમાં રૂપ અને સ્પર્શ બે ગુણ અને વાયુમાં કેવલ એક સ્પર્શ ગુણ આ રીતે ગુણભેદ માનીને ચારેને સ્વતંત્ર માને છે, પરંતુ છીપમાં પડેલું જલ પાર્થિવ મોતી બની જાય છે, પાર્થિવ લાકડું અગ્નિ બની જાય છે, અગ્નિ ભસ્મ બની જાય છે, પાર્થિવ હિમ પીગળીને જળ બની જાય છે અને ઓકસીજન અને હાઈડ્રોજન બન્ને વાયુ મળીને જળ બની જાય છે, ત્યારે તેમનામાં પરસ્પર ગુણભેદકૃત જાતિભેદ માનીને પૃથફ દ્રવ્યત્વ કેવી રીતે સિદ્ધ થઈ શકે ? જૈનદર્શને તો પહેલેથી જ સમસ્ત પુગલપરમાણુઓનું પરસ્પર પરિણમન જોઈને એક જ પુદ્ગલ દ્રવ્ય સ્વીકાર્યું છે. એ તો બની શકે છે કે અવસ્થાવિશેષમાં કોઈ ગુણ પ્રકટ થાય અને કોઈ ગુણ અપ્રકટ રહે. અગ્નિમાં રસ અપ્રકટ રહી શકે છે, વાયુમાં રૂ૫ અને જલમાં ગધે, પરંતુ ઉક્ત દ્રવ્યોમાં તે ગુણોનો અભાવ નથી માની શકાતો. આ એક સામાન્ય નિયમ છે કે જ્યાં સ્પર્શ હોય ત્યાં રૂપ, રસ અને ગબ્ધ અવશ્ય હોય જ. તેવી જ રીતે જે બે પદાર્થોનું એકબીજાના રૂપે પરિણમન થઈ જાય છે તે બે પૃથફ જાતીય