________________
૧૩૪
જૈનદર્શન
જાય છે. એક શેર રૂ અને એક શેર લોઢામાં સાધારણતઃ પરમાણુઓની સંખ્યા સરખી હોવા છતાં પણ તેમના શિથિલ અને નિબિડ બંધના કારણે રૂ પોચું છે અને લોઢું નક્કર છે. રૂ અધિક જગા રોકે છે અને લોઢું થોડી જગા રોકે છે. આ પુદ્ગલોના આ સૂક્ષ્મ પરિણમનના કારણે અસંખ્યાતપ્રદેશી લોકમાં અનન્તાનન્ત પરમાણુ સમાયેલા છે. પહેલાં કહી ગયા છીએ તે મુજબ પ્રત્યેક દ્રવ્ય પરિણામી છે. તેવી રીતે આ પુદ્ગલદ્રવ્યો પણ તે પરિણમનમાં અપવાદ નથી, અને પ્રતિક્ષણ ઉપયુક્ત સ્થૂલ(બાદર) આદિ સ્કન્ધોના રૂપમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. શબ્દ આદિ પુદ્ગલના પર્યાયો છે
શબ્દ, બન્ધ, સૂક્ષ્મતા, સ્થૂળતા, સંસ્થાન, ભેદ, અન્ધકાર, છાયા, પ્રકાશ, ઉદ્યોત અને ગરમી આદિ પુદ્ગલદ્રવ્યના પર્યાયો છે. શબ્દને વૈશેષિક આદિ આકાશનો ગુણ માને છે, પરંતુ આજના વિજ્ઞાને રેડિયો અને ગ્રામોફોન આદિ વિવિધ યન્ત્રોથી શબ્દને પકડીને અને તેને ઇષ્ટ સ્થાને પહોંચાડીને તેની પૌદ્ગલિકતા પ્રયોગથી સિદ્ધ કરી દીધી છે. શબ્દ પુદ્ગલ દ્વારા ગ્રહણ કરાય છે, પુદ્ગલ વડે ધારણ કરાય છે, પુદ્ગલ વડે રોકાય છે, પુદ્ગલને રોકે છે, કાન આદિના પૌદ્ગલિક પડદાને ફાડી નાખે છે અને પૌદ્ગલિક વાતાવરણમાં અનુકંપન પેદા કરે છે, તેથી શબ્દ પૌદ્ગલિક છે. સ્કન્ધોના પરસ્પર સંયોગ, સંઘર્ષણ અને વિભાગથી શબ્દ ઉત્પન્ન થાય છે. જિહ્વા અને તાલુ આદિના સંયોગથી નાના પ્રકારના ભાષાત્મક પ્રાયોગિક શબ્દો ઉત્પન્ન થાય છે. શબ્દનું ઉત્પાદક ઉપાદાન કારણ તથા સ્થૂલ નિમિત્ત કારણ બન્ને પૌદ્ગલિક છે.
જ્યારે બે સ્કન્ધોના સંઘર્ષથી કોઈ એક શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે તે આસપાસના સ્કન્ધોને પોતાની શક્તિ અનુસાર શબ્દાયમાન કરી દે છે, અર્થાત્ તેના નિમિત્તથી તે સ્કન્ધોમાં પણ શબ્દપર્યાય ઉત્પન્ન થઈ જાય છે, જેમ જલાશયમાં એક કાંકરો ફેંકવાથી જે પ્રથમ લહેર ઉત્પન્ન થાય છે તે પોતાની ગતિશક્તિથી પાસેના જલને ક્રમશઃ તરંગિત કરતી જાય છે અને આ વીચીતરંગન્યાય કોઈ ને કોઈ રૂપમાં પોતાના વેગ અનુસાર ઘણે દૂર સુધી ચાલુ રહે છે.
શબ્દ શક્તિરૂપ નથી
શબ્દ કેવળ શક્તિ નથી પરંતુ શક્તિમાન પુદ્ગલદ્રવ્યનો સ્કન્ધ છે જે વાયુસ્કન્ધ દ્વારા દેશાન્તરે જતો આસપાસના વાતાવરણને ઝણઝણાવે છે, યન્ત્રો વડે તેની ગતિ
૧. શનધૌમ્યસ્થીત્યસંસ્થાનમેતમાયાતપોદ્યોતવન્તથ । તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૪.