________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૩૧ અર્થાત્ - સિદ્ધ જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોથી રહિત છે. સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ અને અવ્યાબાધ આ આઠ ગુણોથી તે યુક્ત છે. પોતાના પૂર્વ અન્તિમ શરીરથી કંઈક ન્યૂન પરિમાણવાળો તે છે. તે નિત્ય છે અને ઉત્પાદ-વ્યયથી યુક્ત છે તથા લોકના અગ્રભાગમાં સ્થિત છે.
આ રીતે જીવદ્રવ્ય સંસારી અને મુક્ત એમ બે વિભાગોમાં વિભાજિત હોવા છતાં પણ મૂળ સ્વભાવથી તો બધા જીવો સમાન ગુણોવાળા અને સમાન શક્તિઓવાળા છે.
(૨) પુદ્ગલ દ્રવ્ય
પુદ્ગલદ્રવ્યનું સામાન્ય લક્ષણ છે – રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શથી યુક્ત હોવું.' જે દ્રવ્ય સ્કન્ધ અવસ્થામાં પૂરણ અર્થાત્ અન્ય અન્ય પરમાણુઓનું પોતાની સાથે મળવું અને ગલન અર્થાત કેટલાક પરમાણુઓનું પોતાનામાંથી છૂટા પડવું, આ રીતે ઉપચય અને અપચયને પામતું રહે છે તે પુગલ કહેવાય છે. સમસ્ત દશ્ય જગત આ પુદ્ગલનો વિસ્તાર છે. મૂલની દષ્ટિએ પુદ્ગલદ્રવ્ય પરમાણુરૂપ જ છે. અનેક પરમાણુઓ પરસ્પર મળવાથી જે સ્કન્ધ બને છે તે સંયુક્તદ્રવ્ય (અનેકદ્રવ્ય) છે. સ્કન્ધપર્યાય સ્કન્ધાન્તર્ગત બધા જ પુદ્ગલ પરમાણુઓનો સંયુક્તપર્યાય છે. તે પગલપરમાણુઓ જ્યાં સુધી પોતાની બન્ધશક્તિથી શિથિલ યા નિબિડ રૂપમાં એકબીજા સાથે જોડાયેલા રહે છે ત્યાં સુધી સ્કન્ધ કહેવાય છે. આ સ્કન્ધોનું બનવું અને નાશ પામવું એ તો પરમાણુઓની બંધશક્તિ અને ભેદશક્તિના કારણે થાય છે.
પ્રત્યેક પરમાણુમાં સ્વભાવથી એક રૂપ, એક રસ, એક ગન્ધ અને બે સ્પર્શ હોય છે. લાલ, પીળો, નીલો, સફેદ અને કાળો આ પાંચ રૂપો(રંગો)માંથી કોઈ એક રૂપ પરમાણમાં હોય છે જે બદલાતું પણ રહે છે. તીખો, તૂરો, કડવો, ખાટો અને ગળ્યો આ પાંચ રસોમાંથી કોઈ એક રસ પરમાણમાં હોય છે જે પરિવર્તિત પણ થતો રહે છે. સુગન્ધ અને દુર્ગધ આ બે ગન્ધોમાંથી કોઈ એક ગબ્ધ પરમાણુમાં અવશ્ય હોય છે. શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ બે જોડકામાંથી કોઈ એક એક સ્પર્શ અર્થાત્ શીત અને ઉષ્ણમાંથી કોઈ એક અને સ્નિગ્ધ તથા રૂક્ષમાંથી પણ કોઈ એક આમ કુલ બે સ્પર્શી પ્રત્યેક પરમાણમાં અવશ્ય હોય છે. ૧. પાસવવન્તઃ પુલ્તા: I તત્ત્વાર્થસૂત્ર, પ. ૨૩. ૨. થરૂવરસવUTધું તો છાસં સરમસદ્ધ પંચાસ્તિકાય ગાથા ૮૧.