________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૨૯
જગતનું વિવેચન કરવું જોઈશે અને તે આધારે જ જ્યાં સુધી આપણે આપણા જ્ઞાનને સાચા દર્શનની ભૂમિ પર નહિ પહોંચાડીએ ત્યાં સુધી તત્ત્વજ્ઞાનની દિશામાં આગળ વધી શકીશું નહિ. આ તે કેવું અંધેર છે કે ઈશ્વર હત્યા કરનારને પણ પ્રેરણા દે છે અને જેની હત્યા થાય છે તેને પણ, અને જ્યારે હત્યા થઈ જાય છે ત્યારે તે ઈશ્વર જ એકને હત્યારો ઠરાવી દંડ પણ આપે છે યા અપાવે છે. ઈશ્વરની આ તે કેવી વિચિત્ર લીલા છે ! જ્યારે વ્યક્તિ પોતાનું કાર્ય કરવા સ્વતન્ત્ર જ નથી ત્યારે તે હત્યારો કર્તા કેવી રીતે ? તેથી પ્રત્યેક જીવ પોતાના કાર્યનો સ્વયં પ્રભુ છે, સ્વયં કર્તા છે અને સ્વયં ભોક્તા છે આ જ સાચો અને બુદ્ધિગમ્ય સિદ્ધાન્ત છે.
–
તેથી જગતકલ્યાણની દૃષ્ટિથી અને વસ્તુની સ્વાભાવિક પરિણમનની સ્થિતિ પર ઊંડો વિચાર કરવાથી એ જ સિદ્ધાન્ત સ્થિર થાય છે કે આ જગત સ્વયં પોતાના પરિણામી સ્વભાવના કારણે પ્રાપ્ત સામગ્રી અનુસાર પરિવર્તમાન છે. તેમાં વિભિન્ન વ્યક્તિઓની અનુકૂળતા અને પ્રતિકૂળતાથી સારાપણા અને બૂરાપણાની કલ્પના થતી રહે છે. જગત તો પોતાની ગતિથી ચાલતું જ રહે છે. જે કરશે તે ભોગવશે, જે વાવશે તે લણશે' એ એક સ્વાભાવિક વ્યવસ્થા છે. દ્રવ્યોનાં પરિણમનો ક્યાંક ચેતનથી પ્રભાવિત થાય છે, ક્યાંક અચેતનથી પ્રભાવિત થાય છે અને ક્યાંક પરસ્પર પ્રભાવિત થાય છે. એનો કોઈ નિશ્ચિત નિયમ નથી, જ્યારે જેવી સામગ્રી ઉપસ્થિત થઈ જાય છે ત્યારે તેવું પરિણમન થઈ જાય છે.
જીવોના ભેદ - સંસારી અને મુક્ત
ઉપરના વિવેચનથી સ્પષ્ટ થાય છે કે જીવ પોતાના સંસ્કારોને કારણે સ્વયં બદ્ધ છે અને પોતાના પુરુષાર્થથી સ્વયં છૂટીને મુક્ત થઈ શકે છે, આના આધારે જીવ બે શ્રેણીમાં વિભાજિત થઈ જાય છે. (૧) એક સંસારી જે પોતાના સંસ્કારોના કારણે નાના યોનિઓમાં શરીરોને ધારણ કરીને જન્મ-મરણ રૂપે સસરણ કરી રહ્યા છે. (૨) બીજા મુક્ત જે સમસ્ત કર્મસંસ્કારોથી છૂટીને પોતાના શુદ્ધ ચૈતન્યમાં સદા પરિવર્તમાન છે. જ્યારે જીવ મુક્ત થાય છે ત્યારે તે દીપશિખાની જેમ પોતાના ઊર્ધ્વગમન સ્વભાવના કારણે શરીરનાં બંધનોને તોડીને લોકાગ્રે જઈ પહોંચે છે અને ત્યાં જ અનન્તકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન રહે છે. તેના આત્મપ્રદેશોનો આકાર અન્તિમ શરીરના આકાર સમાન બન્યો રહે છે કેમ કે હવે તેના વિસ્તારનું કારણ નામકર્મ છે જ નહિ. જીવોના પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર બન્ને કર્મનિમિત્તથી જ થાય છે. નિમિત્ત દૂર થઈ જતાં જે અન્તિમ સ્થિતિ હોય છે તે જ રહી જાય છે. જો કે જીવનો સ્વભાવ ઊર્ધ્વ ગતિ કરવાનો છે પરંતુ ગતિ કરવામાં સહાયક ધર્મદ્રવ્ય