________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૨૭ વાર નવું શરીર ધારણ કરી લીધા પછી તે નવા શરીરની સ્થિતિ સુધી લગભગ એક જેવી પરિસ્થિતિઓ બની રહેવાની સંભાવના રહે છે. મરણકાલની આ ઉત્ક્રાન્તિને સંભાળી લેવાથી પ્રાપ્ત પરિસ્થિતિઓ અનુસાર ઘણાખરા પુરાણા સંસ્કાર અને બંધાયેલા કર્મોમાં હીનાધિકતા થવાની સંભાવના પણ ઉત્પન્ન થઈ જાય છે.
જૈન શાસ્ત્રોમાં એક મરણાન્તિક સમુદ્યાત નામની ક્રિયાનું વર્ણન આવે છે. આ ક્રિયામાં મરણકાળની પહેલાં આત્માના કેટલાક પ્રદેશો પોતાના વર્તમાન શરીરને છોડીને બહાર નીકળે છે અને પોતાના પછીના જન્મને યોગ્ય ક્ષેત્રને સ્પર્શ કરી પાછા આવી જાય છે. આ પ્રદેશોની સાથે કાર્મણ શરીર પણ જાય છે અને તેમાં જે પ્રકારનાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આદિનાં પરિણમનોનું તારતમ્ય છે તે પ્રકારના અનુકૂળ ક્ષેત્ર તરફ જ તેનો ઝુકાવ હોય છે. જેના જીવનમાં સદા ધર્મ અને સદાચારની પરંપરા રહી છે તેના કાર્મણ શરીરમાં પ્રકાશમય, લઘુ અને સ્વચ્છ પરમાણુઓની બહુલતા હોય છે. તેથી તેનું ગમન લઘુ હોવાના કારણે સ્વભાવતઃ પ્રકાશમય લોકની તરફ હોય છે અને જેના જીવનમાં હત્યા, પાપ, છલ, પ્રપંચ, માયા, મૂછ આદિના કાળા, ગુરુ અને મેલા પરમાણુઓનો સંબંધ વિશેષપણે થયો છે, તે સ્વભાવતઃ અલ્પકાર લોકની તરફ નીચેની તરફ જાય છે. આ જ વાત સાંખ્ય શાસ્ત્રોમાં “ધર્મેન મનમૂર્ણ મનમધતાત્ મવત્યથા' સાંખ્યકારિકા, ૪૪ આ વાક્યથી કહી છે. તાત્પર્ય એ કે આત્મા પરિણામી હોવાના કારણે પ્રતિક્ષણ પોતાની મન, વચન અને કાયાની ક્રિયાઓથી તે તે પ્રકારના શુભ અને અશુભ સંસ્કારોમાં સ્વયં પરિણત થતો રહે છે અને વાતાવરણને પણ એ જ પ્રકારે પ્રભાવિત કરે છે. આ આત્મસંસ્કારો પોતાના પૂર્વબદ્ધ કાર્પણ શરીરમાં કેટલાક નવા કર્મપરમાણુઓનો સંબંધ કરાવી દે છે જેમના પરિપાકથી તે સંસ્કારો આત્મામાં સારા કે ખરાબ ભાવો પેદા કરે છે. આત્મા પોતે જ તે સંસ્કારોનો કર્તા છે અને પોતે જ તેમનાં ફળોનો ભોક્તા છે. જ્યારે આત્મા પોતાના મૂળ સ્વરૂપ તરફ દૃષ્ટિ વાળે છે ત્યારે આ સ્વરૂપદર્શન દ્વારા ધીરે ધીરે પુરાણા કુસંસ્કારોને કાપીને સ્વરૂપસ્થિતિરૂપ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. ક્યારેક કેટલાક વિશેષ આત્માઓમાં સ્વરૂપજ્ઞાનની એટલી તો તીવ્ર જ્યોતિ જાગી જાય છે કે તેના મહપ્રકાશમાં કુસંસ્કારોનો પિંડ ક્ષણભરમાં જ વિલીન થઈ જાય છે અને આત્મા આ શરીરને ધારણ કરવા છતાં પણ પૂર્ણ વીતરાગ અને પૂર્ણ જ્ઞાની બની જાય છે. આ જીવન્મુક્ત અવસ્થા છે. આ અવસ્થામાં આત્મગુણોના ઘાતક સંસ્કારોનો સમૂળ નાશ થઈ જાય છે, માત્ર શરીરને ધારણ કરવામાં કારણભૂત કેટલાક અઘાતી સંસ્કાર શેષ રહે છે જે શરીરની સાથે સમાપ્ત થઈ જાય છે, ત્યારે આત્મા પૂર્ણપણે