________________
૧૩૦
જૈનદર્શન લોકના અન્તિમ ઉપરના છેડા સુધી જ હોવાથી મુક્ત જીવની ગતિ લોકાગ્ર સુધી જ હોય છે, આગળ નહિ. તેથી સિદ્ધોને “લોકાગ્રનિવાસી' કહે છે.
સિદ્ધાત્માઓ સર્વથા શુદ્ધ થઈ ગયા હોવાથી તેમના ઉપર કોઈ બીજા દ્રવ્યનો પ્રભાવ પડતો નથી અને ન તો તેઓ પરસ્પર પ્રભાવિત થાય છે. જેમનું સંસારચક્ર એક વાર અટકી ગયું એટલે પછી તેમને પુનઃ સંસારમાં ભમવાનું કોઈ કારણ શેષ રહેતું નથી, તેમનો પુનઃ સંસારપ્રવેશ અસંભવ છે. તેથી તેમને અનન્તસિદ્ધ કહેવામાં આવે છે. જીવની સંસારયાત્રા ક્યારથી શરૂ થઈ એ બતાવી શકાતું નથી. પરંતુ ક્યારે સમાપ્ત થશે એ નિશ્ચિતપણે બતાવી શકાય છે. અસંખ્ય જીવોએ પોતાની સંસારયાત્રા સમાપ્ત કરીને મુક્તિ પ્રાપ્ત પણ કરી છે. આ સિદ્ધોના બધા ગુણોનું પરિણમન સદા શુદ્ધ જ રહે છે. તેઓ કૃતકૃત્ય છે, નિરંજન છે અને કેવળ પોતાના શુદ્ધ ચિત્પરિણમનના સ્વામી છે. તેમની આ સિદ્ધાવસ્થા નિત્ય એ અર્થમાં છે કે તેઓ સ્વાભાવિક પરિણમન કરતા રહેતા હોવા છતાં પણ ક્યારેય વિકૃત કે નષ્ટ નથી થતા.
અહીં પ્રાયઃ એ પ્રશ્ન ઊઠે છે કે જો સિદ્ધો સદા એકસરખા જ રહે છે તો પછી તેમનામાં પરિણમન માનવાની શી આવશ્યકતા છે? પરંતુ આ પ્રશ્નનો ઉત્તર સહજ છે અને તે એ કે જ્યારે દ્રવ્યની મૂલ સ્થિતિ જ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે ત્યારે કોઈ પણ દ્રવ્યને, ભલે ને તે શુદ્ધ હોય કે અશુદ્ધ, આ મૂલસ્વભાવનો અપવાદ કેવી રીતે માની શકાય? તેણે તો પોતાના મૂળ સ્વભાવ અનુસાર પરિણમન કરવું જ જોઈશે. કેમ કે તેમના વિભાવ પરિણમનનો કોઈ હેતુ જ નથી એટલે તેમનું સ્વભાવ પરિણમન જ થયા કરે છે. કોઈ પણ દ્રવ્ય પરિણમનચક્રની બહાર જઈ શકતું નથી. ‘ત્યારે પરિણમનનું શું પ્રયોજન ?' એનો સીધો ઉત્તર છે – “સ્વભાવ” કેમ કે પ્રત્યેક દ્રવ્યનો એ નિજ સ્વભાવ છે એટલે જ તેને અનન્તકાળ પોતાના સ્વભાવમાં જ રહેવું પડશે. દ્રવ્ય પોતાના અગુરુલઘુ ગુણના કારણે સંખ્યામાં ન તો ઘટે છે કે ન તો વધે છે. તે પરિણમનની તીક્ષ્ણ ધાર પર ચડેલું રહેવા છતાં પણ પોતાનું દ્રવ્યત્વ નષ્ટ થવા દેતું નથી. આ અનાદિ-અનન્ત અવિચ્છિન્નતા જ દ્રવ્યત્વ છે અને આ જ તેની પોતાની મૌલિક વિશેષતા છે. અગુરુલઘુ ગુણના કારણે ન તો તેના પ્રદેશોમાં ન્યૂનાધિતા થાય છે કે ન તો તેના ગુણોમાં, તેના આકાર અને પ્રકાર પણ સસ્તુલિત રહે છે. સિદ્ધનું સ્વરૂપ નીચે આપેલી ગાથામાં બહુ જ સ્પષ્ટપણે કહ્યું છે, વર્ણવ્યું છે - णिक्कम्मा अट्ठगुणा किंचूणा चरमदेहदो सिद्धा। તોયકિતા ગિન્ની ૩પ્પાવરું અંગુત્તા IIકરા નિયમસાર.