________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૨૩ રાગાદિ હોવા જોઈએ. પરંતુ એવું દેખાતું નથી. વળી, વૈરાગ્ય, ક્ષમા અને શાન્તિ આદિ પ્રતિપક્ષી ભાવનાઓથી રાગ આદિનો ક્ષય ન થવો જોઈએ.
વિચાર વાતાવરણ બનાવે છે.
આ રીતે જયારે આત્મા અને ભૌતિક પદાર્થોનો સ્વભાવ જ પ્રતિક્ષણ પરિણમન કરવાનો છે અને વાતાવરણ અનુસાર પ્રભાવિત થવાનો તથા વાતાવરણને પણ પ્રભાવિત કરવાનો છે ત્યારે એ વાતને સિદ્ધ કરવાની વિશેષ આવશ્યકતા નથી રહેતી કે આપણા અમૂર્ત વ્યાપારોની ભૌતિક જગત પર પણ અસર પડે છે. આપણો નાનામાં નાનો શબ્દ ઈથરના તરંગોમાં પોતાના વેગ અનુસાર તીવ્ર કે મન્દ કંપન પેદા કરે છે. આ ઝણઝણાટ રેડિયોપત્રો દ્વારા કાનથી સાંભળી શકાય છે અને જ્યાં પ્રેષક રેડિયોયન્ટ મોજૂદ છે ત્યાંથી તો યથેચ્છ શબ્દોને નિશ્ચિત સ્થાને મોકલી શકાય છે. આ સંસ્કારો વાતાવરણ પર સૂક્ષ્મ અને સ્થૂલ રૂપમાં બહુ કાળ સુધી ટકી રહે છે. કાળની ગતિ તેમને ધૂંધળા અને નષ્ટ કરે છે. આ રીતે જ્યારે આત્મા કોઈ સારો કે નરસો વિચાર કરે છે ત્યારે તેની આ ક્રિયાથી આસપાસના વાતાવરણમાં એક જાતનો ખળભળાટ મચી જાય છે, અને તે વિચારની શક્તિ અનુસાર વાતાવરણમાં ક્રિયાપ્રતિક્રિયા થાય છે. જગતના કલ્યાણ અને મંગલ કામનાના વિચાર ચિત્તને હળવું અને પ્રસન્ન રાખે છે. તે વિચારો પ્રકાશરૂપ હોય છે અને તેમના સંસ્કાર વાતાવરણ પર રોશની નાખે છે તથા પોતાને અનુરૂપ પુદ્ગલપરમાણુઓને પોતાના શરીરની અંદરથી યા શરીરની બહારથી ખેંચી લે છે. તે વિચારોના સંસ્કારોથી પ્રભાવિત પેલા પુદ્ગલદ્રવ્યોનો સંબંધ અમુક કાલ સુધી તે આત્માની સાથે ટકી રહે છે. તે પુદ્ગલદ્રવ્યોના પરિપાકથી આત્મા કાલાન્તરમાં સારા અને બૂરા અનુભવો અને પ્રેરણાઓ પામે છે. જે પુગલદ્રવ્યો એક વાર કેટલાંક વિચારોથી પ્રભાવિત થઈને ખેચાયાં અને બંધાયાં છે તેમનામાં પણ કાલાન્તરમાં બીજા બીજા વિચારોથી બરાબર ફેરફાર થતા રહે છે. છેવટે જે જે પ્રકારના જેટલા સંસ્કાર બચેલા રહે છે તે તે પ્રકારનું વાતાવરણ તે વ્યક્તિ આગળ ઉપસ્થિત થઈ જાય છે.
વાતાવરણ અને આત્મા એટલા સૂક્ષ્મ પ્રતિબિમ્બગ્રાહી હોય છે કે જ્ઞાત યા અજ્ઞાત ભાવથી થનારા પ્રત્યેક સ્પન્દનના સંસ્કારોને તેઓ પ્રતિક્ષણ ગ્રહણ કરતા રહે છે. આ પરસ્પર પ્રતિબિમ્બ ગ્રહણ કરવાની ક્રિયાને આપણે “પ્રભાવ' શબ્દથી વર્ણવીએ છીએ. આપણને આપણા જેવો સ્વભાવ ધરાવતી વ્યક્તિને જોઈને પ્રસન્નતા કેમ થાય છે ? અને કોઈ વ્યક્તિને જોઈને હૃદય અચાનક ધૃણા અને ક્રોધના ભાવોથી કેમ ભરાઈ જાય છે ? આનું કારણ ચિત્તની પેલી